મિત્રો આપણે આગળના અભ્યાસમાં જોયુંકે ભારતના પરિપ્રેક્ષમાં પંચાયતીરાજ શું છે? તેનું ઐતિહાસિક મહત્વ શું છે? ગ્રામ્ય સંસ્કૃતિ એક સ્વાયત્ત એકમ તરીકે ભારતીય સામાજીક-આર્થિક વ્યવાસ્થામાં કેવી રીતે ધબકે છે? અને ખરેખરા અર્થમાં ગ્રામ્ય વ્યવસ્થા પોતાની રીતે જ પોતાના પ્રશ્નોને હલ કરતી આવેલ છે તેને થોડાક સુધારા-વધારા સાથે આપણે પંચાયતીરાજ વ્યવસ્થા અંતર્ગત કેવી રીતે મનુષ્ય વિકાસના માધ્યમ તરીકે નવપલ્લવિત કરી.
અહીં બંધારણના 73માં સુધારાની ( 1992) મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરવો અનિવાર્ય બની જાય છે.
(1) ગ્રામ, જીલ્લા, તાલુકા કક્ષાએ સ્વાયત્ત એવા ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના
(2) ગ્રામ,જીલ્લા, તાલુકા કક્ષાએ પછાત વર્ગના ઉત્થાન માટે “સામાજિક ન્યાય સમિતિ” નું ગઠન ( કુલ પાંચ સભ્યો માંથી મહિલા અને વાલ્મીકી સમાજ માંથી એક-એક ફરજીયાત)
(3) જીલ્લા કક્ષાએ શિક્ષણ સમિતિ અને અપીલ સમિતિની રચના
(4) સ્વતંત્ર નાણાપંચ અને ચુંટણીપંચ
(5) અનુસુચિત જાતિ (વસ્તીના આધારે અનામત ) , અનુસુચિત જનજાતિ (વસ્તીના આધારે અનામત ) , સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (10 ટકા અનામત) તેમજ મહિલાઓ ( 1/3 બેઠકો અનામત જે હાલમાં 1/2 કરાયેલ છે.) માટે અનામત દ્વારા રાજકીય ભાગીદારી.
(6) રાજ્ય કક્ષાએ વિકાસ કમિશ્નર તંત્ર , જીલ્લા કક્ષાએ જીલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજનાઓના અમલીકરણ માટેનું માળખું
(7) રાજ્ય કાઉન્સિલની રચના જેમાં પંચાયત મંત્રી અધ્યક્ષ અને જીલ્લા પંચાયતના પ્રમુખો સભ્ય
(8) કર્મચારીઓની ભરતી માટે “પંચાયત સેવા પસંદગી બોર્ડ” ની રચના
(9) ધારાસભ્ય અને સંસદસભ્ય સલંગ્ન પંચાયતમાં કાયમી નિમંત્રિત સભ્ય
(10) સ્થાનિક નિધિ અને ઉપકારો નાખવાના અધિકાર
(11) ગ્રામ્ય પંચાયત માટેની મહત્તમ વસ્તી મર્યાદા 10,000 થી વધારી 15,000 કરવામાં આવી
(12) તાલુકા પંચાયતમાં 1 લાખની વસ્તી માટે 15 બેઠકો અને વધારાની 25,000 ની વસ્તી દીઠ 2 બેઠકો
(13) જીલ્લા પંચાયતમાં 4 લાખની વસ્તી માટે 17 સભ્યો અને વધારાની 1 લાખની વસ્તી દીઠ 2 બેઠકો
(14) ગ્રામ્ય કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ :સામાજિક ન્યાય સમિતિ , પાણી સમિતિ (સભ્ય સંખ્યા :5)
(13) તાલુકા કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ : કારોબારી સમિતિ , સામજિક ન્યાય સમિતિ ( સભ્ય સંખ્યા : 9)
(14) જીલ્લા કક્ષાએ બનવાની પડતી સમિતિઓ : કારોબારી સમિતિ ,શિક્ષણ સમિતિ ( સભ્ય સંખ્યા : 9); સામજિક ન્યાય સમિતિ , જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, વીસ મુદ્દા અમલીકરણ સમિતિ, ઉત્પાદન- સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાલકલ્યાણ યુવા પ્રવૃત્તિ સમિતિ ( સભ્ય સંખ્યા :5)
પંચાયતીરાજ – 1
પંચાયતીરાજ – 2
પંચાયતીરાજ – 3