ગુજરાત : ટેસ્ટ પેપર – 3

1) ઘર્ઘર, ગોધા અને પિંગા વાદ્યોનો પ્રકાર જણાવો.

અ) રણવાદ્યો બ) ધનવાદ્યો
ક) સુષીર વાદ્યો ડ) તંતુ વાદ્યો

2) નીચે આપેલા વાદ્યો પૈકી, કયા વાદ્યનો સમાવેશ સુષીર – વાદ્ય અંતર્ગત થાય છે?

અ) સુરંદો બ) શંખ
ક) ભેરી ડ) જયઘંટા

3) નીચે દર્શાવેલ વાદ્યોને તેના પ્રકાર અંતર્ગત જોડો.

ક) એકતંત્રી વીણા, પિનાકી, ચિત્રા, આલપીની — આનદ્ધ વાદ્ય
ખ) મૃદંગ, દુંદુભી, ભેરી, ડમરુ, તુમ્બડી — તંતુ વાદ્ય
ગ) જયઘંટા, કસ્ત્રા, શુક્તિ, પટ્ટ, ક્સુદ્ર — ધન વાદ્ય
ઘ) વેણુ, મુરલી, મધુકરી, તંડુકિની, ચુકડા, તુરી — સુષિર વાદ્ય

અ) ક – 1, ખ – 2 , ગ – 3 , ઘ- 4 બ) ક – 2, ખ – 1 , ગ – 3 , ઘ- 4
ક) ક – 1, ખ – 4 , ગ – 3 , ઘ- 2 ડ) ક – 1, ખ – 3 , ગ – 4 , ઘ- 2

4) વ્રજભાષાનો ખૂબજ જાણીતો ગ્રંથ કયો છે?

અ) પ્રવીણસાગર બ) મૃચ્છ-કટીકમ
ક) કાદંબરી ડ) વિકર્મોવર્ષિયમ

5) ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતું પુસ્તક ‘ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાહો’ ના લેખન નામ શું છે?

અ) હરજીવન દાફડા બ) કુન્દનિકા કાપડિયા
ક) દોલત ભટ્ટ ડ) હરકાન્ત શુક્લ

6) ગુજરાતના ‘જત’ જ્ઞાતિના કલાકારો કયું વાદ્ય સુપેરે વગાડી જાણે છે?

અ) સુરંદો, જોડિયો પાવો બ) ઢોલક
ક) મોરલી ડ) કરતાલ

7) ગુજરાતમાં પ્રચલિત લોકવાદ્યો, તેની બનાવવાની રીત, વગાડવા માટેના નિયમોની જાણકારી આપતું પુસ્તક ” ગુજરાતના લોકવાદ્યો” ના રચનાકારનું નામ શોધો.

અ) શ્રી મોરારી બાપુ બ) શ્રી ઈન્દ્રશંકર રાવળ
ક) શ્રી મકરંદ મેહતા ડ) શ્રી હરકિશન મહેતા

8) સૌરાષ્ટ્ર વિસ્તારના “ચારણ ” જ્ઞાતિનું લોકવાદ્ય નીચેના પૈકી કયું છે?

અ) રાવણહથ્થો બ) જંતર
ક) ભેરી ડ) મૃદંગ

9) અહીં આપેલ વાદ્ય અને તેની બનાવવાની રીત એકબીજા સાથે જોડો.

ક) સુષિર વાદ્ય – 1) ચામડું મઢી બનાવવામાં આવતું વાદ્ય જેમ કે તબલા, ઢોલક, ખંજરી
ખ) તંતુ વાદ્ય – 2) ફૂંક મારીને વગાડવામાં આવતું વાદ્ય જેમ કે શંખ, પાવો
ગ) અવનદ્ધ વાદ્ય – 3) તાર દ્વારા સુર રેલાવતું વાદ્ય જેમકે વીણા
ઘ) ઘન વાદ્ય – 4) અથડાવીને વગાડાતું વાદ્ય જેમકે ઝાલર

અ) ક – 2 , ખ – 1 , ગ – 4 , ઘ – 3 બ) ક – 1 , ખ – 2 , ગ – 4 , ઘ – 3
ક) ક – 2 , ખ – 3 , ગ – 1 , ઘ – 4 ડ) ક – 1 , ખ – 3 , ગ – 2 , ઘ – 4

10) ‘ડાહ્યાભાઈ ભાટ’ અને ‘ગણેશ ભરથરી’ જેવા કલાકારોનું નામ કયા વાદ્ય સાથે જોડાયેલું છે?

અ) તબલા બ) જોડિયો પાવો
ક) રાવણ હથ્થો ડ) મંજીરા

11) ‘બૂંગિયો’ , ‘ટીંટોડી’ અને ‘મટકી’ જેવા શબ્દોની વ્યુત્પતિ સાથે કયું વાજીંત્ર જોડાયેલું છે?

અ) ઢોલ વાગવાના પ્રકાર બ) કરતાલની ગોઠવણી સાથે
ક) તબલાના ઢાળ ડ) જલતરંગના દ્વારા ઉતપન્ન સંગીત

12) ગુજરાતમાં ‘સુલેમાન જુમા’ નામ કયા વાદ્ય સાથે લેવામાં આવે છે?

અ) સુરંદો બ) ડફ
ક) નોબત ડ) શરણાઈ

13) પ્રાચીન ભારતમાં ‘નગારું’ અન્ય કયા નામ સાથે પ્રચલિત હતું?

અ) નોબત બ) દુંદુભિ
ક) શિરસ્ત્રાણ ડ) નિર્ગુન્ડી

14) ‘ડફ’ એટલેકે ‘ડફલી’ સંસ્કૃતમાં અન્ય કયા નામે ઓળખાય છે?

અ) ઝલ્લરી બ) તંડુકીની
ક) તુમ્બકી ડ) તુમ્બડીયા

15) ‘ખંજરી’ કયા નામે ઓળખાતી હતી ?

અ) પિનાકી બ) મધુકરી
ક) તુરી ડ) કંજીરા

16) નીચેના પૈકી કયા વાદ્યનો ઉપયોગ ભવાઈના વેષમાં પ્રચુર માત્રામાં કરવામાં આવે છે?

અ) ભૂંગળ બ) ખંજરી
ક) પટ્ટ ડ) આલાપિની

17) યુદ્ધના સમયે વગાડવામાં આવતા વાજીંત્રોમાંથી ઓળખી બતાવો.

અ) તંડુકીની , તૂરી બ) શંખ , ભેરી
ક) ચિત્રા , વેણુ ડ) ચુકડા , તુંબડી

18) વિજય સરઘસમાં વગાડાતું વાદ્ય ગોતી બતાવો.

અ) ઝાલર , જયઘંટા, કસ્ત્રા બ) પિનાકી, નાળ, પખવાજ
ક) ભુંગળ, નિશાન -ડંકો , જયઢક્ક ડ) ડુગ્ગી, ડંકો, ડમરુ

19) ગુજરાતમાં ‘મંજીરાના માણીગર’ તરીકે કયું નામ જાણીતું છે?

અ) સાધુ વીરદાસજી બ) હાજી રમકડુ
ક) બીરજુ બારોટ ડ) જીગ્નેશ કવિરાજ

20) શંખ અને મહાભારતના પાત્રોને એકબીજા સાથે જોડો.

ક) અર્જુન 1) અનંત વિજય
ખ) કૃષ્ણ 2) સુઘોષ
ગ) યુધિષ્ઠિર 3) મણિપુષ્પ
ઘ) નકુળ 4) દેવદત્ત
ચ) સહદેવ 5) પંચજન્ય

અ) ક-4, ખ – 5, ગ- 1, ઘ-2, ચ-3 બ) ક-5, ખ – 3, ગ- 1, ઘ-2, ચ-4
ક) ક-3, ખ – 5, ગ- 2, ઘ-1, ચ-4 ડ) ક-5, ખ – 3, ગ- 4, ઘ-1, ચ-2

21) અકબરના સમયમાં સેના સાથે રાખવામાં આવતા વાજીંત્રો; જેવા કે ‘કરણા’ , ‘નફીર’ , ‘ઝાંઝ’ , ‘દમ્મામાં’ વગેરેની માહિતી આપતું પુસ્તક કયું છે?

અ) આઈને અકબરી બ) અકબરે દરબારી
ક) દિને ઇલાહી ડ) તુઝુકે બાબરી

22) ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલું વાદ્ય પીછાણો.

અ) તાડપુ બ) નરઘું
ક) બિજોરું ડ) કરતાળીયું

23) ચતુર્મુખ મૃદંગનું શિલ્પ કયાં આવેલું છે?

અ) પાટણ; રાણકી-વાવના સ્થાપત્યોમાં બ) ધૂમલીમાંથી મળી આવેલા પ્રાચીન અવષેશોમાં
ક) સોમનાથ મંદિરના સ્થાપત્યોમાં ડ) મોઢેરાના સૂર્યમંદિરના સ્થાપત્યોમાં

24) કઈ જાતક કથામાં ગુજરાતના ‘મદારીના ખેલ’ નું વર્ણન જોવા મળે છે?

અ) ભૂરિદત્ત જાતકકથા બ) વિચરતા સમુદાયોની જાતકકથા
ક) નૃપ કથાઓ ડ) સૃપ દંતકથાઓ

25) વિકલ્પોમાં દર્શાવેલી વિભિન્ન બાબતોમાંથી કઈ બાબતનો સમાવેશ ‘મદારીના ખેલ’ અંતર્ગત થતો નથી?

અ) પ્રાદેશિક સ્પર્શવાળી શબ્દોની રમત
બ) હાથની ચાલાકી
ક) શરીર સૌષ્ટવનો ખેલ
ડ) હાકલા , પડકારા અને તળપદા શબ્દોની રમૂજ

26) સમુદ્રમાં પણ તરી શકે તેવી વિશિષ્ઠ પ્રજાતિના ઊંટ, કે જે માત્ર ગુજરાતમાં ; કચ્છ પ્રદેશના બન્ની વિસ્તારમાં વિચરતા જોવા મળે છે તેને દર્શાવો.

અ) ખરાઈ ઊંટ બ) બેકટેરિયન પ્રજાતિના ઊંટ
ક) હાઈબ્રીડ ઊંટ ડ) લામા પ્રજાતિના ઊંટ

27) કચ્છના કયા ટાપુ પરથી,ધોળાવીરા નગરને ઉત્તખાણિત કરવામાં આવ્યું હતું?

અ) બેલા ટાપુ બ) ખાવડા ટાપુ
ક) ખડીર બેટ ડ) ધોરડો ટાપુ

28) અહીં દર્શાવેલા વિકલ્પમાંથી ક્યા વિકલ્પનો સમાવેશ,ધોળાવીરામાંથી મળેલા લખાણ-પાટિયામાં થતો નથી?

અ) આરાવાળું વર્તુળ બ) સમબાજુ ચતુષ્કોણ
ક) ગુણાકારનું ચિહ્ન ડ) ભાગાકારનું ચિહ્ન

29) શિલ્પીઓ માટે કામ કરતી કઈ સંસ્થા કચ્છમાં આવેલી છે?

અ) કચ્છ વિકાસ ટ્રસ્ટ બ) ખમીર
ક) હુડકો ડ) પાંજી – ધી

30) સંત શિરોમણી ‘ડાડા મેકરણ ‘ નો ઉત્સવ , કચ્છમાં કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે?

અ) ઘ્રન્ગ બ) લખપત
ક) મોડસર ડ) રુદ્રાણી

31) મધુસુદન ઢાંકી રચિત પુસ્તક કયું? તાજેતરમાં જેનું વિમોચન એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી ખાતે કરવામાં આવ્યું?

અ) મારુ-ગુર્જર ટેમ્પલ આર્કિટેક્ચર
બ) પ્રસાદા ઓફ કૉસ્મૉસ
ક) ફૂટ- પ્રિન્ટ્સ ઓફ વિશ્વ-કર્મા
ડ) પ્રનાલા ઈન ઈન્ડિયા

32) વિભિન્ન રાગ અને તેને ગાવા માટેના ઉચિત સમય સાથે સરખાવો.

ક) ભૈરવ ( ખયાલ ગાયકીને બાદ કરતાં ) 1) મધ્ય રાત્રી
ખ) બાગેશ્રી 2) સવાર
ગ) યમન 3) બપોર પછી
ઘ) ભીમપલાસી 4) કોઈપણ સમયે
ચ) પીલુ 5) સાંજ

અ) ક – 2 , ખ – 1, ગ – 5, ઘ – 3, ચ – 4 બ) ક – 1 , ખ – 2, ગ – 5, ઘ – 3, ચ – 4
ક) ક – 3 , ખ – 1, ગ – 2, ઘ – 5, ચ – 4 ડ) ક – 3 , ખ – 5, ગ – 4, ઘ – 2, ચ – 1
ઈ) ક – 2 , ખ – 3, ગ – 1, ઘ – 5, ચ – 4

33) ગુજરાતમાં ગવાતા જુદા-જુદા રાગોને ઋતુ આધારિત જોડો.

લ) હિંડોલ 1) વસંત
વ) માલકૌંસ 2) શિશીર
સ) ભૈરવ 3) શરદ
શ) શ્રી 4) હેમંત

અ) લ – 2 , વ – 4 , સ – 3 , શ – 1 બ) લ – 2 , વ – 1 , સ – 4 , શ – 3
ક) લ – 3 , વ – 1 , સ – 4 , શ – 2 ડ) લ – 1, વ – 3 , સ – 2 , શ -4

34) ગુજરાતમાં પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણના ગુણકીર્તન સ્વરૂપે ભજવાતી ‘ ઢાઢીલીલા’ ની ઉત્તપત્તિ કયા પ્રદેશમાં થઇ હતી?

ક) વ્રજભૂમિ ખ) દ્વારીકા નગરી
ગ) વટપદ્ર ભૂમિ ઘ) સારસ્વત પ્રદેશ

35) ‘લોટી ઉત્સવ’ કયા સંપ્રદાય સાથે જોડાયેલ છે?

ચ) સિંધી સંપ્રદાય છ) વૈષ્ણવ સંપ્રદાય
જ) બહાઈ સંપ્રદાય ઝ) ખોજા સંપ્રદાય

36) કયા સૂફીનો સમાવેશ ગુજરાત અંતર્ગત થતો નથી?

ટ) મખદૂમ -એ – જહાંનીયાં ઠ) મોઈનુદીન ચિસ્તી
s) બુરહાનુદ્દીન -કુત્તુબ- એ – આલમ ઢ) સૈયદ – મોહમ્મદ -શાહ -આલમ

37) ભવાઈ સાથે કઈ બાબત સંકળાયેલ નથી?

ણ) અસાઈત ઠાકર રચિત ગ્રંથ ‘હંસાઉંલી’માં ભવાઈ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે
ત) ભવાઈ ; સંગીત, નૃત્ય, સંવાદ, રસ તેમજ લોકકથાના મિશ્રણ દ્વારા સંદેશ આપે છે
થ) હિન્દુ સ્ત્રી અને મુસ્લિમ પુરુષના પ્રેમની વાર્તા; ‘જૂઠણ’ના વેશમાં ભજવવામાં આવેલ છે
દ) અસાઈત ના પુત્ર માંડણ નાયક દ્વારા ભજવાયેલ ‘ઝંડા ઝૂલણ નો વેશ’ ; દોહા, ગઝલ, કુંડળીયા, સવૈયા, ઝૂલણા સાથેની સંગીતબદ્ધ અને લોકઢાળ યુક્ત રચના છે

38) ઉત્તરપ્રદેશનું કયું નૃત્ય ગુજરાતના નૃત્ય ‘ફૂલોના ગરબા’ સાથે સામ્યતા ધરાવે છે?

ધ) સ્વાંગ ન) રામલીલા
પ) ચરકુલા ફ) ખ્યાલ

39) ભારતના વિભિન્ન રાજ્ય – નૃત્ય જોડકામાં યોગ્ય રીતે જોડો.

બ) રાઈ 1) ગુજરાત
ભ) ધમાલ 2) બુંદેલખંડ
મ) નૂપા પાલા 3) મણિપુર
ય) છાઉ નૃત્ય 4) સિક્કિમ
ર) ભૂતિયા નૃત્ય 5) ઓરિસ્સા

અ) બ – 2, ભ – 1, મ – 3, ય – 5, ર – 4 આ) બ – 4, ભ – 3, મ – 1, ય – 4, ર – 2
ઇ) બ – 5, ભ – 1, મ – 3, ય – 2, ર – 4 ઈ) બ – 3, ભ – 1, મ – 4, ય – 2, ર – 5

40) નીચેના પૈકી કયો રાગ ઠુમરી સાથે સુસંગત નથી?

લ) કાફી વ) સિંદૂરા
શ) ધાની સ) માલકૌંસ

41) ગાનશૈલીને પ્રદેશ સાથે સંકળાવો.

ષ) નાટી 1) રાજસ્થાન
હ) માંડ 2) હિમાચલ
ળ)ધમાઈલ 3) બંગાળ
ક્ષ) હીર 4) પંજાબ
જ્ઞ) કાફી 5) કચ્છ

અ) ષ -2, હ – 5, ળ – 1, ક્ષ – 3, જ્ઞ – 4 બ) ષ -2, હ – 1, ળ – 3, ક્ષ – 4, જ્ઞ – 5
ક) ષ -2, હ – 1, ળ – 5, ક્ષ – 4, જ્ઞ – 3 ડ) ષ -1, હ – 4, ળ – 5, ક્ષ – 3, જ્ઞ – 2

42) નીચેનામાંથી કઈ બાબત લોકનૃત્યો સાથે સુ-સંગત નથી?

ચ) લોકનૃત્ય નિયમ , કાયદા અને સિદ્ધાંતોથી બદ્ધ ; રાજ્યાશ્રિત હોય છે
છ) લોકનૃત્ય મોટેભાગે સામુહિક રીતે થાય છે પરંતુ તેમાં વ્યક્તિગત નૃત્ય માટેનો પણ અવકાશ હોય છે
જ) લોકનૃત્ય ઉત્સવ સાથે વણાયેલ ; સરળ પરંતુ તાલ-લય સાથે સાંસ્કૃતિક દર્શન કરાવે છે
ઝ) લોકનૃત્ય અભિનય, અંગચલન, જોમ, સ્ફૂર્તિ દ્વારા મનુષ્ય જીવનને પ્રવાહિત કરે છે

43) નીચેના ગુજરાતી નૃત્યો પૈકી કયું નૃત્ય ધીર ગંભીર પ્રકારનું છે?

ટ) હુડો ઠ) મેરાયો
ડ) ટિપ્પણી ઢ) ચાળો

44) નમન, મંડળ, ભેટિયા, સોળંગા અને દોઢિયાં શાનો પ્રકાર છે?

ણ) ગરબા ત) રાસ
થ) ટીંટોડો દ) ટીમલી

45) માંડવા નૃત્ય સાથે સંકળાયેલ ન હોય તેવા તથ્યને ઓળખી બતાવો.

ધ) માંડવા નૃત્ય ‘હોળી’ અને ‘ડાંગ દરબાર’ જેવા પ્રસંગોએ રમવામાં આવે છે જે ‘કહાડિયા’ તરીકે પણ પ્રચલિત છે
ન) માંડવા નૃત્યમાં ગીતની વિવિધતા સાથે 28 થી 30 પ્રકારના પક્ષીઓની નકલ એટલેકે ‘ચાળો’ કરવામાં આવે છે
પ) માંડવા નૃત્યમાં સ્ત્રીઓ ; પુરુષોના ખભા પર ઉભા રહી ચાર માળનો માંડવો બનાવી નૃત્યરૂપે ફરે છે
ફ) માંડવા નૃત્યમાં માદળ, ઢાંક, પાવરી, શરણાઈ, ઢોલકી વગેરે લોકવાદ્યોનો ઉપયોગ થાય છે

46) આદિવાસીના ‘ડુંગરદેવના મેળા’ સાથે કઈ બાબત ગોઠ ધરાવતી નથી?

બ) ડુંગરદેવનો મેળો દર પાંચ વર્ષે ભરાય છે જેમાં હાટ, જંગલી પેદાશોનું વેચાણ, આદિવાસી કલાકૃતિઓનું પ્રદર્શન, નૃત્ય , ગાન અને સામુહિકતાની ભાવના પ્રદર્શિત થાય છે.
ભ) ‘પાવરી વાદ્ય’ કે જે દૂધીના ખોખા, મોરના પીંછા અને પ્રાણીઓના શીંગડામાંથી બને છે તેનો વ્યાપક ઉપયોગ નાચ-ગાન વખતે કરવામાં આવે છે
મ) ડાંગ દરબાર આ દિવસે ડુંગર પર ભરાય છે
ય) ડુંગર પાર રહેતી, નભતી અને વિચારતી પ્રજા આ દિવસે તેની પૂજા – અર્ચના કરી પ્રકૃતિ સાથેના પોતાના તાદાત્મયને સાર્થક કરે છે

47) અરવલ્લીના પહાડી પ્રદેશમાં ઉજવાતા ‘ ગવરી ઉત્સવ ‘ સાથે કઈ બાબત જોડાયેલી નથી?

ર) ગૌરી ઉત્સવ વિભિન્ન જાતિઓ વચ્ચે ભાવનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક એકતા સ્થાપિત કરતો લોકઉત્સવ છે
લ) પ્રકૃતિ સાથે જોડાયેલા સમાજની ધબકતી સંસ્કૃતિ તેમજ જનમાનસના વિસ્તૃત સામાજિકીકરણના દર્શન કરાવે છે
વ) ગીત-સંગીત-સમૂહનૃત્ય – કથા- નાટકનું સંમિશ્રિત સ્વરૂપ છે
શ) વર્ષઋતુમાં શ્રાવણી પૂનમ થી કાર્તિક આઠમ સુધી ચાલતો ઉત્સવ છે

48) હઠીસિંહ અને તેમના પત્ની હરકુંવર દ્વારા નિર્માણ કરાવેલ જૈન દેરાસરનું વર્ણન એચ.જી. બ્રિગ્સના કયા પુસ્તકમાં વૈવિધ્યપૂર્ણ રીતે વાંચવા મળે છે?

ષ) ધ સિટિસ ઓફ ગુર્જરાષ્ટ્ર
સ) ગૌરવ ભૂમિ ગુજરાત
હ) ગુજરાતનો સમૃદ્ધ વાડ્મય વારસો
ળ) મરમી શબદનો મેળો

49) પુસ્તક ‘પોળોનો ઈતિહાસ’ ના લેખકનું નામ જણાવો.

હ) ચંદ્રવદન ચી.મહેતા
ળ) નંદશંકર મહેતા
ક્ષ) મકરંદ મહેતા
જ્ઞ) ચંદ્રકાન્ત મહેતા

50) પુસ્તક ‘ અમદાવાદ નો ઇતિહાસ ‘ ના લેખકનું નામ જણાવો.

ક) પ્રાણલાલ એદલજી ડોસા
ખ) મગનલાલ વખતચંદ
ગ) ઈસ્ટર ડેવિડ
ઘ) અચ્યુત યાજ્ઞિક

51) હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમો દીવો ‘ લૅમ્પ ઓફ યુનિટી’ અમદાવાદમાં છેલ્લા ત્રણસો વર્ષથી પ્રજ્વલિત છે; તે ક્યાં આવેલો છે?

ચ) સરખેજ રોઝા
છ) વસંત-રજ્જબ કબર
જ) ત્રણ દરવાજા
ઝ) માણેક ચોક

52) અમદાવાદની મોટાભાગની પોળો કઈ સદીમાં બાંધવામાં આવી હતી?

ણ) ચોથી- પાંચમી સદી
ત) ચોથી- પાંચમી સદી (ઈસુ પૂર્વે)
થ) સત્તરમી – અઢારમી સદી
દ) નવમી સદી

53) અમદાવાદમાં ‘ભારત – હોલેન્ડ’ સ્થાપત્યનો નમૂનો ક્યાં જોવા મળે છે?

ધ) ડચ કબ્રસ્તાન
ન) નગીનાવાડી
પ) સરખેજ રોઝા
ફ) સિદ્દી બશીરની મસ્જિદ

54) ‘ચબુતરો’ , ‘ચોક’ અને ‘ ચાખણું’ ક્યાંના પ્રખ્યાત છે?

બ) વડોદરા ભ) સુરત
મ) અમદાવાદ ય) બાલાસિનોર

55) નીચે જણાવેલ બાબતો પૈકી કઈ બાબત યુનેસ્કો (UNESCO)ને લાગુ પડતી નથી?

ર) મનુષ્યોમાં શિક્ષણ દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનું તેમજ વૈશ્વિક સંસ્કૃતિને સામુહિક ચેતનાના માનદંડ તરીકે જાળવી રાખવાનું કાર્ય કરે છે
લ) તેનું મુખ્ય મથક પોલેન્ડના ‘કર્કવો’ શહેરમાં છે
ષ)’ સ્ત્રી – પુરુષના મનમાં શાંતિનું નિર્માણ કરવું’ યુનેસ્કોની કેચ-લાઈન છે
સ) નેપાળનું ‘ભક્તપુર’ અને શ્રીલંકાનું ‘ગાલે’ શહેર વિશ્વ ધરોહર શહેરમાં સમાવિષ્ઠ કરવામાં આવેલ છે

56) અમદાવાદ શહેરને ‘વિશ્વ ધરોહર શહેર’ તરીકે જાહેર કરતી વખતે કઈ કઈ બાબતોને યુનેસ્કો દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નથી?

હ ) અમદાવાદમાં આવેલ સાયન્સ સીટી, હિમાલયા મોલ અને રીવર ફ્રન્ટ
ળ) અમદાવાદની લગભગ 600 જેટલી પોળોમાં આવેલ લાકડાની કોતરણીવાળા મકાનો, લાકડાની હવેલીઓ, ચબુતરા, વરસાદી પાણી સંગ્રહણપદ્ધતિ, કુદરતી પ્રકાશ માટેના જાળીયા અને ઝરુખા
ક્ષ) હિન્દુ – કાષ્ટ કોતરણી , ઈન્ડો- ઇસ્લામિક સ્થાપત્ય , જૈન દહેરાસર
જ્ઞ) અમદાવાદના સામાન્યજન કે જે અંહિંસક આંદોલનનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે, ચબુતરા, ચાટ અને પાંજરાપોળના નિર્માણ દર્શાવે છે કે અહીંના લોકો સહઅસ્તિત્વમાં મને છે

57) ગુજરાત સરકારના ‘ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત’ અંતર્ગત ચાલતા પ્રોજેક્ટ ‘હેરિટેજ વૉક’માં નીચેના પૈકી કયા સ્થળને સમાવાયેલ નથી?

ક) લખપત ખ) વડોદરા
ગ) જૂનાગઢ ઘ) શંખલપુર

58) અમદાવાદમાં બનતી કઈ સાડી વિશ્વવિખ્યાત છે?

ચ) પટોળા છ) આશાવલી
જ) પૈથની ઝ) કસાવુ

59) સિકંદર શાહનો મકબરો કયાં આવેલો છે?

ટ) હાલોલ ઠ) ગોધરા
ડ) મહેમદાવાદ ઢ) અમદાવાદ

60) ગુજરાતના ‘કલચરલ કેપીટલ’ તરીકે કયું શહેર ઓળખાય છે?

ણ) અમદાવાદ ત) રાજકોટ
થ) જામનગર દ) વડોદરા

61) યુવાનો દ્વારા હેરિટેજ વૉક માટે બનાવાયેલો કોનસેપ્ટ કયો છે?

ધ) હેરિટેજ વૉક ન) મીટ મી એટ ખાડીયા
પ) હેપ્પી સ્ટ્રીટ ફ) દાદીમાનો ઓટલો

62) માણભટ્ટ દ્વારા વગાડવામાં આવતી ‘માણ’ અન્ય કયા નામે ઓળખાય છે? નીચે આપેલા બે વિકલ્પમાંથી ઓળખી બતાવો.

બ) ઘટમ ભ) મૃદંગ

63) પ્રાચીન ગુજરાતીઓ નીચે દર્શાવેલ વાજિંત્રો પૈકી કયા વાજીંત્રથી પરિચીત ન હતા?

મ) પખવાજ ય) નાલ
ર) ડુગ્ગી લ) ગિટાર

64) અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલ પાર્શ્વનાથ દેરાસર કેજે સર્વ-ધર્મ સમભાવનું પ્રતીક છે તેને અનુલક્ષીને જોડકા જોડો.

વ) સંસ્કૃત શિલાલેખ લખનાર 1) સઈદ અને ઈસફ સલાટ
શ) દેરાસરમાં કોતરણી કરનાર 2) વિજયરામ બ્રાહ્મણ
સ) પ્રાણ પ્રતિષ્ઠા કરનાર 3) શાંતિસાગર સૂરિ
ષ) ગુજરાતીમાં પ્રશસ્તિ લેખ લખનાર 4) પુષ્ટિમાર્ગીય ગોવર્ધનદાસ
હ) અંજનશલાકા 5) હરકંવર શેઠાણી

ળ) વ – 2 , શ – 1 , સ – 3 , ષ – 4 , હ – 5 ક્ષ) વ – 2 , શ – 4 , સ – 5 , ષ – 3 , હ – 1
જ્ઞ) વ – 1 , શ – 2 , સ – 5 , ષ – 4 , હ – 3 ત્ર) વ – 1 , શ – 2 , સ – 3 , ષ – 4 , હ – 5

65) ગુજરાતમાં આવેલા વિવિધ મ્યુઝિયમ અને તેના આધારિત તથ્યો જોડો.

ક) કચ્છ મ્યુઝિયમ , ભુજ 1) વિશ્વનું એકમાત્ર કાપડ મ્યુઝિયમ
ખ) એગ્રિકલચરલ મ્યુઝિયમ 2) ગુજરાતનું સૌપ્રથમ મ્યુઝિયમ
ગ) કેલિકો મ્યઝિયમ 3) આણંદ , વડોદરા
ઘ) ગાંધી સ્મારક સંગ્રહાલય 4) ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ચ) ટ્રાયબલ મ્યુઝિયમ 5) સાબરમતી , અમદાવાદ

અ) ક – 4 , ખ – 5 , ગ – 3, ઘ – 1 , ચ – 2 બ) ક – 1 , ખ – 2 , ગ – 3, ઘ – 5 , ચ – 4
ક) ક – 2 , ખ – 3 , ગ – 1, ઘ – 5 , ચ – 4 ડ) ક – 3 , ખ – 2 , ગ – 1, ઘ – 5 , ચ – 1

66) ગુજરાતમાં આવેલા વિવિધ મ્યુઝિયમ અંતર્ગત અહીં આપેલી ત્રણ બાબતો પૈકી કઈ બાબત સાચી નથી?

ચ) ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઇતિહાસ, સંસ્કૃતિ, ઉત્પત્તિ અને માનવજીવનને દર્શાવતું મ્યુઝિયમ આવેલ છે
છ) લોથલમાં આવેલું મ્યુઝિયમ; હડ્ડપ્પાકાલીન વ્યાપાર , મુદ્રા, મણકા, પરિવહન , નગરજીવન પર પ્રકાશ પાડે છે
જ) સરદાર સ્મૃતિ સંગ્રહાલય ભાવનગરમાં, જયારે મરાઠા સંસ્કૃતિ અને શાસન વ્યવસ્થા દર્શાવતું સંગ્રહાલય; લક્ષ્મી વિલાસ પેલેસ,વડોદરામાં આવેલ છે

67) ગુજરાતના વિવિધ મ્યુઝિયમ અને તે કયા શહેરમાં આવેલા છે તેને સંલગ્ન જોડકા જોડો.

ઝ) બાર્ટન મ્યુઝિયમ 1) અમદાવાદ
ટ) વોટસન મ્યુઝિયમ 2) રાજકોટ
ઠ) લેડી વિલ્સન મ્યુઝિયમ 3) સુરત
ડ) વીંચસ્ટર મ્યુઝિયમ 4) ભાવનગર
ઢ) શ્રેયશ મ્યુઝિયમ 5) ધરમપુર

ણ) ઝ – 1 , ટ – 2, ઠ – 3, ડ – 4, ઢ – 5 ત) ઝ – 2 , ટ – 4, ઠ – 5, ડ – 3, ઢ – 1
થ) ઝ – 4 , ટ – 2, ઠ – 5, ડ – 3, ઢ – 1 દ) ઝ – 4 , ટ – 2, ઠ – 3, ડ – 5, ઢ – 1

68) તાંબા, કાંસા , સોના, રૂપા જેવી વિધ-વિધ ધાતુના પાત્રો માટેનું મ્યુઝિયમ ‘ ધાતુપાત્ર સંગ્રહાલય ‘ તેમજ પતંગ બનાવવાની કળાને ઉજાગર કરતું ‘પતંગ મ્યુઝિયમ’ કયા શહેરમાં નિર્માણ પામ્યા છે?

a) સુરત b) અમદાવાદ
c) ગાંધીનગર d) ભુજ

69) મેડિકલ ક્ષેત્રને લગતા મ્યુઝિયમ ગુજરાતના કયા બે શહેરોમાં આવેલા છે?

ધ) વડોદરા , સુરત ન) અમદાવાદ , વડોદરા
પ) સુરત , અમદાવાદ

70) ગુજરાતમાં આવેલું બાળકો માટેનું મ્યુઝિયમ ‘ધીરજબેન બાળસંગ્રહાલય’ ક્યાં સ્થિત છે?

ફ) સાપુતારા બ) વાંસદા
ભ) આહવા મ) કપડ઼વર્ણજ

71) એ જણાવો કે અહીં આપેલા ઉદેશ્યોમાંથી કયો ઉદેશ્ય મ્યુઝિયમનો નથી?

ય) સંગ્રહાલય બાળકો માટેના શિક્ષણ, પ્રેરણા અને ઇતિહાસનું પોતીકું સ્થળ છે
ર) સંગ્રહાલય દ્વારા આવનારી પેઢીને તાલીમ, કૌશલ્ય અને વ્યવસ્થાપન પ્રદાન કરવા
લ) સંગ્રહાલય દ્વારા મનુષ્યના ઐતિહાસિક વિકાસની ઝાંખી થાય છે. તે મનુષ્યને પોતાના પૂર્વજોની વિરાસત, જીવન જીવવાની પદ્ધતિ સાથે જોડે છે
વ) સાંસ્કૃતિક વારસાની જાળવણી, ક્રમિક વિકાસ તેમજ જ્ઞાનરૂપી ઝરણાને પેઢી દર પેઢી વહાવવું

72) નીચે આપેલી બાબતો પૈકી કઈ બાબત મ્યુઝિયમના વ્યવસ્થાપન સાથે સંકળાયેલી નથી?

શ) સંશોધન અને જાળવણી
સ) મરમ્મત અને નિભાવ
ષ) લાઈટિંગ અને ગોઠવણી
હ) શૈક્ષણિક અને સાંસ્કૃતિક

73) ગુજરાતના રાજકીય ઈતિહાસને દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે?

ક્ષ) સરદાર સેવા સદન ; અમદાવાદ
જ્ઞ) ગુજરાત વિધાનસભા ભવન; ગાંધીનગર
ત્ર) સત્યાગ્રહ આશ્રમ ; અમદાવાદ
ળ) મહાત્મા મંદિર ; ગાંધીનગર

74) કૅલિકો મ્યુઝિયમની પ્રેરણા અને પ્રેરકબળ આપનાર વ્યક્તિઓ શોધો.

અ) આનંદકુમાર સ્વામી , ગૌતમ સારાભાઈ
ઈ) વિક્રમ સારાભાઈ , લીનાબેન સારાભાઈ
ઉ) મૃણાલિની સારાભાઈ, લાલભાઈ દલપતરામ

75) આદિમ જાતિઓની ઉત્પત્તિ, ક્રમિક વિકાસ, ક્રમિક વિકાસ, સાંસ્કૃતિક જીવન, રહન-સહન અને ખાન-પાનની વિધ-વિધ પદ્ધતિઓની ઝાંખી કરાવતું મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

અ) ગોધરા આ) સાપુતારા
અં) છોટા ઉદેપુર ઉ) વાંસદા

76) કઈ બાબત પતંગ મ્યુઝિયમ સાથે બંધ બેસતી નથી?

ક) વિશ્વમાં આવેલા બે પતંગ મ્યુઝિયમ પૈકીનું એક અમદાવાદ ખાતે આવેલું છે
કા) ભાનુભાઈ શાહનું ત્રીસ-ચાલીશ વર્ષ જુના પતંગોનું કલેક્શન અહીં રાખવામાં આવ્યું છે
કી) ઈસ. 1270ની સાલથી બનેલા વિવિધ પ્રકારના રંગ, કાગળ અને કટિંગવાળા પતંગોનો ઈતિહાસ અને પ્રદર્શન અહીં મુકવામાં આવેલ છે
કિ) ભારતે પતંગબાજીની કળા ચીનને શીખવેલ

77) ગુજરાતના નીચે દર્શાવેલ રાજ-ઘરાના પૈકી કયા ઘરાના પાસે આજે પણ વિવિધ પ્રકારની ક્લાસિક કાર સંગ્રહિત છે?🚗

કુ) વાંકાનેર
કૂ) જેતપુર
કે) ગોંડલ
કૈ) કોટડા સાંગાણી

78) સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રાજકીય ઈતિહાસ અને માનવીય મનોજગતને સ્પર્શતું મ્યુઝિયમ કયું છે?

કો) આયના મહેલ ;ભુજ
કૌ) વોટસન મ્યુઝિયમ ; રાજકોટ
કં) ખંભાળિયા દરવાજો ; જામનગર
કઃ) ભુજૉડી ; કચ્છ

79) કઈ સંસ્કૃતિનીનો સમાવેશ સાપુતારા મ્યુઝિયમમાં કરવામાં આવ્યો નથી?

ક) વારલી ખ) કોટવાળીયા
ગ) કાથોડી ઘ) બજાણીયા

80) નીચે દર્શાવેલ જાતિ પૈકી કઈ જાતિનો સમાવેશ ‘અસુરક્ષિત આદીમ જાતિ’ માં થતો નથી?

ચ) કોટવાળીયા છ) કોલઘા
જ) બાવરી ઝ) કાથોડી

81) નીચે આપેલા જીલ્લા પૈકી કયા જિલ્લામાં ‘કાથોડી’ આદીવાસીની વસ્તી આવેલી નથી?

ટ) સુરત ઠ) ડાંગ
ડ) નર્મદા ઢ) કચ્છ

82) ગુજરાતમાં અસુરક્ષિત આદિમ જાતિઓમાં કુલ કેટલી જાતિઓનો સમાવેશ થાય છે?

ત) આઠ થ) નવ
દ) દસ ધ) સાત

83) 2011ની વસ્તી ગણતરી અનુસાર, ગુજરાતમાં આદિવાસીની કુલ કેટલી વસ્તી છે?

પ) 1 કરોડ 5 લાખ ફ) 89.17 લાખ
બ) 80 લાખ 5 હજાર ભ) 50 લાખ

84) ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં આદિવાસી વસ્તી આવેલી છે?

ર) 15 જિલ્લામાં લ) 14 જિલ્લામાં
વ) 10 જિલ્લામાં સ) 7 જિલ્લામાં

85) અહીં આપેલા નૃત્ય પૈકી કયું નૃત્ય ‘ તરણેતરના મેળાની શાન’ કહેવાય છે?

હ) મટકી નૃત્ય ળ) આલેણી – હાલેણી નૃત્ય
ક્ષ) હુડો નૃત્ય જ્ઞ) રાસ નૃત્ય

86) નીચે આપેલ પહેરવેશ પૈકી કોને ગુજરાતી પહેરવેશ ન ગણી શકાય?

ક) કાપડું ખ) શરારા
ગ) ઓઢણી ઘ) કેડિયું

87) ગુજરાતમાં જંગલી ગધેડા માટે કયું સ્થળ જાણીતું છે?

ચ) વૌઠા છ) જેનાબાદ
જ) ઢીમા ઝ) હુડકો

88) ગુજરાતનું રાજ્યપુષ્પ કયું છે?

ધ) ગુલાબ ન) ગલગોટો
પ) મોગરો ફ) ચંપો

89) ગુજરાતમાં વહાણવટા દ્વારા ચાલતા વ્યાપારનો ઇતિહાસ સૌપ્રથમ કયા પુસ્તકમાંથી મળી આવે છે?

બ) ધ પેરિપ્લસ ઓફ ઇરિથ્રિયન સી
ભ) ઇન્ડિયાસ નેવલ ટ્રેડિશન્સ
મ) ધ સીલ્ક રોડ
ય) મુસ્લિમ એડયુકેશન એન્ડ લર્નિંગ ઈન ગુજરાત

90) ગુજરાતમાં ‘હરણી એરપોર્ટ’ કયા શહેરમાં આવેલું છે?

ર) અમદાવાદ લ) સુરત
વ) વડોદરા સ) કેશોદ

91) અહીં આપેલા જીલ્લા પૈકી કયા જિલ્લામાં ‘ગીર નું જંગલ’ આવેલું નથી?

શ) જૂનાગઢ ષ) ગીર સોમનાથ
સ) અમરેલી અ) ભાવનગર

92) ગીરના સિંહ બચાવવા માટેનું અભિયાન કોના દ્વારા સૌપ્રથમ વખત ચલાવવામાં આવ્યું હતું?

અ) મોહમ્મદ બેગડા બ) સલીમ – અલી
ક) મહાબતખાન ડ) લોર્ડ કર્ઝન

93) અહીં આપેલા વૃક્ષમાંથી કયું વૃક્ષ ગીરના જંગલમાં જોવા મળતું નથી?

ક) ઉમરો ખ) ખાખરો
ગ) દેવધર ઘ) ધાવડો

94) નીચેનામાંથી કયું પંખી શિયાળા દરમિયાન ‘નળ સરોવર’ માં જોવા મળતું નથી?

હ) હેરૉન ળ) મુરહેન
ક્ષ) સ્પેરો જ્ઞ) પેલીકન

95) અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ તેમજ મુંબઈમાં ‘ગુજરાતી સભા’ ના સ્થાપક ‘એલેકઝાન્ડર કિન્લોક ફાર્બ્સ’ સાથે કઈ બાબત સંલગ્ન નથી?

અ) તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ‘મહીકાંઠા’ , ‘કાઠિયાવાડ’ , ‘સુરત’ , ‘મુંબઈ’ અને ‘ખાનદેશ’ માં જુદા જુદા હોદ્દા પાર કાર્ય કર્યું હતું.
બ) તેઓ ‘ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી’ તરીકે સાહિત્ય જગતમાં જાણીતા છે
ક) તેઓ દ્વારા 1856 માં પુસ્તક “રાસમાળા: હિન્દુ એનલ્સ ઓફ ધ પ્રોવિન્સ ઓફ ગુજરાત” પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેનું ગુજરાતીમાં ભાષાંતર ‘રણછોડલાલ ઉદયરામ દવે’ દ્વારા કરવામાં આવ્યું હતું
ડ) તેમણે દલપતરામ સાથે મળી નાટક ‘લક્ષ્મી’ અને ‘ફાર્બસ વિરહ’ રચ્યાં

96) અહીં આપેલા ધાન્ય પૈકી કયું ધાન્ય તાપી, સુરત, ડાંગ જિલ્લાના મુખ્ય ખોરાકમાં સમાવિષ્ઠ થતું નથી?

અ) કોદરો બ) નાગલી
ક) વરઈ ડ) બંટી

97) કાંસાની થાળીમાં મીણ દ્વારા ભાંગસરની લાકડીને ઉભી રાખી, તેમાંથી સંગીત ઉત્પન્ન કરી; ‘કુકના રામકથા’ કાવ્યાત્મક રીતે રજુ કરવામાં આવે છે. તે પ્રદેશને ઓળખી બતાવો.

ક) દંડકારણ્ય ગ઼) પાંચાળ પ્રદેશ
ચ) નાઘેર પ્રદેશ જ) પાટણવાડો

98) જે બાબત ‘ડાંગી નૃત્ય’ સાથે ન સંકળાયેલી હોય તે ઓળખી બતાવો.

ટ) ભીલ , કાથોડી આદિવાસી દ્વારા ‘ડાંગ દરબાર’ સમયે પ્રસ્તુત કરવાની પરંપરામાંથી આવેલ નૃત્ય
ડ) સમૂહભાવના, પ્રકૃતિ સાથેનું જોડાણ
ણ) જોમ, સ્ફૂર્તિ, તાલ, લયનું સંમિશ્રણ
થ) સ્ત્રી – પુરુષ સમાનતા, કુદરતી લાવણ્ય

99) ગુજરાતનું કાશ્મીર તરીકે કયું સ્થળ ઓળખાય છે?

ધ) નળકાંઠો પ) જુનારાજ
બ) મહાલના જંગલો મ) સાપુતારા

——————————————————————-
જવાબો

1) — અ) રણવાદ્યો
2) — બ) શંખ
3) — બ) ક – 2, ખ – 1 , ગ – 3 , ઘ- 4
4) — અ) પ્રવીણસાગર
5) — ડ) હરકાન્ત શુક્લ
​ ​6) — અ) સુરંદો, જોડિયો પાવો
7) — બ) શ્રી ઈન્દ્રશંકર રાવળ
8) — બ) જંતર
9) — ક) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4
10) — ક) રાવણ હથ્થો
11) — અ) ઢોલ વાગવાના પ્રકાર
12) — ક) નોબત
13) — બ) દુંદુભિ
14) — અ) ઝલ્લરી
15) — ડ) કંજીરા
16) — અ) ભૂંગળ
17) — બ) શંખ , ભેરી
18) — ક) ભુંગળ, નિશાન -ડંકો , જયઢક્ક
19) –અ) સાધુ વીરદાસજી
20) — અ) ક-4, ખ – 5, ગ- 1, ઘ-2, ચ-3
21) — બ) અકબરે દરબારી
22) — અ) તાડપુ
23)– ક) સોમનાથ મંદિરના સ્થાપત્યોમાં
24) — અ) ભૂરિદત્ત જાતકકથા
25) — ક) શરીર સૌષ્ટવનો ખેલ
26) — ખરાઈ ઊંટ
27) — ક) ખડીર બેટ
28) — ડ) ભાગાકારનું ચિહ્ન
29) — બ) ખમીર
30) — અ) ઘ્રન્ગ
31) — ક) ફૂટ- પ્રિન્ટ્સ ઓફ વિશ્વ-કર્મા
32) — અ) ક – 2 , ખ – 1, ગ – 5, ઘ – 3, ચ – 4
33) — ડ) લ – 1, વ – 3 , સ – 2 , શ -4
34) — ક) વ્રજભૂમિ
35) –છ) વૈષ્ણવ સંપ્રદાય
36) — ઠ) મોઈનુદીન ચિસ્તી
37) — ણ) અસાઈત ઠાકર રચિત ગ્રંથ ‘હંસાઉંલી’માં ભવાઈ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે
38) — પ) ચરકુલા
39) — અ) બ – 2, ભ – 1, મ – 3, ય – 5, ર – 4
40) — સ) માલકૌંસ
41) — ષ -2, હ – 1, ળ – 3, ક્ષ – 4, જ્ઞ – 5
42) — ચ) લોકનૃત્ય નિયમ , કાયદા અને સિદ્ધાંતોથી બદ્ધ ; રાજ્યાશ્રિત હોય છે
43) — ડ) ટિપ્પણી
44) — ત) રાસ
45) — ન) માંડવા નૃત્યમાં ગીતની વિવિધતા સાથે 28 થી 30 પ્રકારના પક્ષીઓની નકલ એટલેકે ‘ચાળો’ કરવામાં આવે છે
46) — મ) ડાંગ દરબાર આ દિવસે ડુંગર પર ભરાય છે
47) — શ) વર્ષઋતુમાં શ્રાવણી પૂનમ થી કાર્તિક આઠમ સુધી ચાલતો ઉત્સવ છે
48) — ષ) ધ સિટિસ ઓફ ગુર્જરાષ્ટ્ર
49) — ક્ષ) મકરંદ મહેતા
50) — ખ) મગનલાલ વખતચંદ
51) — જ) ત્રણ દરવાજા
52) — થ) સત્તરમી – અઢારમી સદી
53) — ધ) ડચ કબ્રસ્તાન
54) — મ) અમદાવાદ
55) — લ) તેનું મુખ્ય મથક પોલેન્ડના ‘કર્કવો’ શહેરમાં છે
56) — હ ) અમદાવાદમાં આવેલ સાયન્સ સીટી, હિમાલયા મોલ અને રીવર ફ્રન્ટ
57) — ઘ) શંખલપુર
58) — છ) આશાવલી
59) — ટ) હાલોલ
60) — દ) વડોદરા
61) — ન) મીટ મી એટ ખાડીયા
62) — બ) ઘટમ
63) — લ) ગિટાર
64) — ળ) વ – 2 , શ – 1 , સ – 3 , ષ – 4 , હ – 5
65) — ક) ક – 2 , ખ – 3 , ગ – 1, ઘ – 5 , ચ – 4
66) — ચ) ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઇતિહાસ, સંસ્કૃતિ, ઉત્પત્તિ અને માનવજીવનને દર્શાવતું મ્યુઝિયમ આવેલ છે
67) — થ) ઝ – 4 , ટ – 2, ઠ – 5, ડ – 3, ઢ – 1
68) — b) અમદાવાદ
69) — ન) અમદાવાદ , વડોદરા
70) — મ) કપડ઼વર્ણજ
71) — ર) સંગ્રહાલય દ્વારા આવનારી પેઢીને તાલીમ, કૌશલ્ય અને વ્યવસ્થાપન પ્રદાન કરવા
72) — હ) શૈક્ષણિક અને સાંસ્કૃતિક
73) — જ્ઞ) ગુજરાત વિધાનસભા ભવન; ગાંધીનગર
74) — અ) આનંદકુમાર સ્વામી , ગૌતમ સારાભાઈ
75) — આ) સાપુતારા
76) — કિ) ભારતે પતંગબાજીની કળા ચીનને શીખવેલ
77) — કે) ગોંડલ
78) — કૌ) વોટસન મ્યુઝિયમ ; રાજકોટ
79) — ઘ) બજાણીયા
80) — જ) બાવરી
81) — ઢ) કચ્છ
82) — ત) આઠ
83) — ફ) 89.17 લાખ
84) — લ) 14 જિલ્લામાં
85) — ક્ષ) હુડો નૃત્ય
86) — ખ) શરારા
87) — છ) જેનાબાદ
88) — ન) ગલગોટો
89) — બ) ધ પેરિપ્લસ ઓફ ઇરિથ્રિયન સી
90) — વ) વડોદરા
91) — અ) ભાવનગર
92) — ક) મહાબતખાન
93) — ગ) દેવધર
94) — ક્ષ) સ્પેરો
95) — ડ) તેમણે દલપતરામ સાથે મળી નાટક ‘લક્ષ્મી’ અને ‘ફાર્બસ વિરહ’ રચ્યાં
96) — ડ) બંટી
97) — ક) દંડકારણ્ય
98) — ટ) ભીલ , કાથોડી આદિવાસી દ્વારા ‘ડાંગ દરબાર’ સમયે પ્રસ્તુત કરવાની પરંપરામાંથી આવેલ નૃત્ય
99) — પ) જુનારાજ

Advertisements

ગુજરાત : ટેસ્ટ પેપર : 2​

1) સાબરમતી નદીના કિનારે આવેલા, માતૃતીર્થ અને શ્રી-સ્થળ તરીકે જાણીતા એવા સિદ્ધપુરમાં સ્થાપિત રુદ્રમહાલયના દર્શન કરતી વેળાએ તેના નિર્માણ અને પુનઃ નિર્માણ સાથે સંકળાયેલ નીચેના પૈકી કયા રાજવીઓને યાદ કરી શકાય?

અ) ચાલુક્ય મૂળરાજ અને ચાલુક્ય ભીમદેવ પ્રથમ બ) ચાલુક્ય મૂળરાજ અને સિદ્ધરાજ જયદેવ
ક) સિદ્ધરાજ જયસિંહ અને ચાલુક્ય ભીમદેવ દ્વિતીય ડ) ચાલુક્ય મૂળરાજ અને ચાલુક્ય કર્ણદેવ

2) શ્રી-સ્થળી (સિદ્ધપુર) નામની પૌરાણિક ગુર્જરનગરીનો ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે?

અ) સ્કંદ પુરાણ બ) વાયુ પુરાણ
ક) ગરુડ પુરાણ ડ) શિવ પુરાણ

3) સિદ્ધપુર માં કઈ સુપ્રસિદ્ધ વાવ આવેલી છે?

અ) માનસરોવર બ) હરિરની વાવ
ક) અમૃત વર્ષિણી વાવ ડ) જ્ઞાનવાપી વાવ

4) માતૃહત્યાના પાપ નિવારણ માટે નીચના પૈકી કોણે બિંદુ સરોવરમાં સ્નાન કર્યું હતું?

અ) નારદ મુનિ બ) મહર્ષિ અત્રિ
ક) મહર્ષિ પરશુરામ ડ) ઋષિ જમદગ્નેય

5) દેવોના સ્થપતિ તરીકે કોણ ઓળખાય છે ?

અ) વિશ્વકર્મા બ) કુબેર
ક) બ્રહ્મા ડ) વૈશંપાયન

6) રુદ્ર મહાલયના પુનઃનિર્માણના સમયે, રાજા જયસિંહદેવે; ભૂમિ ચકાસણીની વિધિ સંપન્ન કરવા માટે નીચેના પૈકી,કોને નિમંત્ર્યા હતા?

અ) મહારાજ શ્રી શીલભદ્રસૂરિજી બ) શ્રી મમ્મટ જી
ક) શ્રી ઉદ્ધડ જોષીજી ડ) આચાર્ય શ્રી હેમચંદ્રજી

7) ચાલુક્ય શાસન દરમિયાન,સિદ્ધરાજ જયસિંહદેવના રાજછત્ર તળે, સોમપુરા શિલ્પીઓ દ્વારા આનર્ત પ્રદેશમાં નીચેના પૈકી કયા બે સ્થળે ઓઘડ જોષીજીની સૂચના અનુસાર શિવપંચાયતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું?

અ) સોખડા , આસુડા દેવડા બ) વાયડ , કઠલાલ
ક) આથમેર , ખંડોસણ ડ) મોઢેરા, દાવડ

8) આનર્તપુર / આનંદપુર / ચમત્કારપુર એટલેકે વડનગરમાં,અર્જુનબારી પાસે ; નાગર બ્રાહ્મણોના કુળદેવતાનું કયું મંદિર આવેલું છે?

અ) શ્રી વિષ્ણુજીનું મંદિર બ) ભગવાન હાટકેશ્વરનું મંદિર
ક) શિવનાગરનું મંદિર ડ) ભગવાન લકુલીશનું મંદિર

9) સમેરા તળાવ નીચેના પૈકી કયા શહેરમાં આવેલું છે?

અ) પાટણ બ) સિદ્ધપુર
ક) વડનગર ડ) મહેસાણા

10) સૌરાષ્ટ્રના કયા પર્વતીય વિસ્તારમાં એંશી જેટલી પ્રાચીન ગુફાઓ આવેલી છે કે જે કાળાન્તરે બૌદ્ધ સાધુઓ દ્વારા પ્રાણાયામ માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી?

અ) સણા નો ડુંગર વિસ્તાર બ) બરડો ડુંગર વિસ્તાર
ક) સતિયાદેવ ડુંગર વિસ્તાર ડ) સરધારનો ડુંગર વિસ્તાર

11) વડનગરમાં શામળશાહની ચોરી ક્યાં આવેલ છે?

અ) બિંદુ સરોવરને કાંઠે બ) શર્મિષ્ટા તળાવને કાંઠે
ક) માનસરોવરને કાંઠે ડ) ગોપી તળાવને કાંઠે

12) સપ્તમાતૃકામાં સાત દેવીઓ પૈકીની ચાર દેવીઓ ; બ્રહ્માણી, વૈષ્ણવી, માહેશ્વરી, કૌમારી ઉપરાંત બાકીની ત્રણ દેવીઓમાં નીચેનામાંથી કઈ દેવીનો સમાવેશ પૌરાણિક કાળમાં નહતો થતો?

અ) વારાહી બ) ઈંદ્રાણી
ક) ચામુંડા ડ) અંબા

13) વિષ્ણુના દસ અવતાર, રુદ્રના અગિયાર અવતાર અને સૂર્યના બાર અવતાર ને ગુજરાતના સ્થાપત્યમાં કંડારાયેલ જોઈ શકાય છે. તેજ રીતે માતૃદેવીના કેટલા સ્વરૂપોને ગુજરાતના પથ્થરના સ્થાપત્યમાં સ્થાન મળ્યું છે?

અ) સાત બ) નવ
ક) ત્રણ ડ) પાંચ

14) લોકનૃત્ય “મટુકડી” તેમજ લોકગીત ” ગજીયો મુંજો ” ગુજરાતના કયા પ્રદેશની સંસ્કૃતિને ઉજાગર કરે છે?

અ) ભાલ પંથક બ) ગોહિલવાડ
ક) કચ્છ ડ) હાલાર પંથક

15) હિન્દુ – મુસ્લિમ એકતાનું પ્રતિક એવી કઈ દરગાહ કચ્છમાં આવેલી છે?

અ) હાજીપીરની દરગાહ બ) શાહઆલમની દરગાહ
ક) મીરાદાતારની દરગાહ ડ) વલીશાહની દરગાહ

16) કચ્છ જીલ્લાનું કયું ગામ હેરીટેજ વિલેજનો દરજ્જો પામ્યું છે?

અ) તેરા બ) બળદિયા
ક) ભુજૉડી ડ) અબડાસા

17) સેલોર વાવ ક્યાં આવેલી છે?

અ) ભુજ બ) ધોળાવીરા
ક) તેરા ડ) ભુજૉડી

18) કચ્છમાં જોવા મળતા રામાયણના પ્રસંગો પાર આધારિત ભિંતચિત્રો કઈ શૈલીમાં બનેલ છે?

અ) ભુજૉડી શૈલી બ) ક્માંગરી શૈલી
ક) રોલગોલ શૈલી ડ) મધુબની શૈલી

19) કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ પશુમેળો ભરાય છે?

અ) બળદિયા બ) ખદીર
ક) હુડકો ડ) નારાયણ સરોવર

20) ગુજરાતમાં ભેંસની કઈ જાતને , “ઈંડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલચરલ રિસર્ચ ” દ્વારા, દૂધના ઉત્પાદન માટે ઉત્તમ માનવામાં આવેલ છે?

અ) બન્ની બ) મહેસાણી
ક) જાફરાબાદી ડ) મુરા

21) કચ્છની સ્ત્રીઓ કાનમાં શું પહેરે છે?

અ) ઝોલા બ) તોડીયાં
ક) કુંડળ ડ) ગોખરુ

22) લોક-કલાકારને તેના પ્રદેશ સાથે સરખાવો.

ક) ગમન સાંથલ 1) સૌરાષ્ટ્ર
ખ) રતનશી વાઘેલા 2) ઉત્તર ગુજરાત
ગ) મણિરાજ બારોટ 3) મધ્ય ગુજરાત
ઘ) ઓસમાણ મીર 4) કચ્છ

અ) ક – 4 , ખ – 1, ગ – 2, ઘ – 2 બ) ક – 4, ખ – 3, ગ – 2, ઘ-1
ક) ક- 4 , ખ – 1 , ગ – 2 , ઘ – 4 ડ) ક- 3, ખ- 1, ગ -2, ઘ – 4

23) નીચેનામાંથી ખોટો વિકલ્પ જણાવો.

અ) અંગ્રેજ પ્રજાએ સૌ પ્રથમ વ્યાપારી મથક સુરત મુકામે સ્થાપ્યું
બ) ડચ પ્રજાએ, વ્યાપારી પ્રજા તરીકે સુરતમાં 130 વર્ષ સુધી વસવાટ કર્યો તેના વ્યાપારમાં ગળી, સુતરાઉ કાપડ અને યાર્નનો સમાવેશ થાય છે.
ક) ડચ કબ્રસ્તાન ( ડચ સમેટરી) , સુરતમાં આવેલ સ્થાપત્યનો ઉચ્ચતમ નમૂનો છે.
ડ) ડચ,અંગ્રેજ,ફ્રેંચ અને પોર્ટુગીઝ એમ ચાર યુરોપિયન પ્રજાએ સુરતમાં વ્યાપારી થાણા સ્થાપ્ય, પરંતુ આર્મેનિયમ પ્રજાએ સુરતમાં વસવાટ કર્યો ન હતો.

24) ભારતના પ્રવેશદ્વાર અને સાંસ્કૃતિક પાટનગર તરીકે કયું શહેર ઓળખાતું હતું?

અ) વડનગર બ) પાટણ
ક) સોમનાથ ડ) સુરત

25) સુરતમાં વિકસેલ ઝરી ઉધોગમાં, શાનો ઉપયોગ ઝરી બનાવવામાં થાય છે?

અ) ચાંદી, રેશમ બ) ચાંદી , પિત્તળ
ક) તાંબુ, નિકલ ડ) એલ્યુમિનિયમ , પોલીથીન

26) ગુજરાતમાં માતૃશક્તિની પૂજા કયા રાજ્ય-શાસનકાળ દરમિયાન વધારે પ્રચલિત બની હતી?

અ) ચાલુક્ય વંશીય શાસનકાળ બ) મૈત્રક વંશીય શાસનકાળ
ક) ચાપોત્કટ વંશીય શાસનકાળ ડ) ગારલુક વંશીય શાસનકાળ

27) પુસ્તક “ગુજરાતનું મૂર્તિવિધાન” ના લેખકનું નામ જણાવો.

અ) હરિલાલ ગૌદાની બ) પ્રાણલાલ એદલજી ડોસા
ક) કનૈયાલાલ માણેકલાલ મુન્શી ડ) કનૈયાલાલ ભાઈશંકર દવે

28) ગુજરાતમાં જોવા મળતા પાણીના કુંડ અને તેના પ્રકાર અનુસાર જોડકા જોડો.

ક ) ભદ્રક ( ચોરસ) 1) સૂર્યકુંડ (મોઢેરા)
ખ) સુભદ્રક ( આઠ ખૂણા) 2) શિવકુંડ (કર્પટવણજ)
ગ) નંદાખ્ય ( સોલ ખૂણા ) 3) માનસરોવર ( બહુચરાજી)
ઘ) પરીઘ (ગોળાકાર) 4) નવઘણ કુંડ ( જુનાગઢ)

અ) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4 બ) ક – 3 , ખ – 2 , ગ – 1 , ઘ – 4
ક ) ક – 4 , ખ – 3 , ગ – 2 , ઘ – 1 ડ ) ક – 2 , ખ – 4 , ગ – 3 , ઘ – 1

29) નીચેના પૈકી કયું આયુધ ભગવાન શિવ સાથે જોડાયેલું છે?

અ) ગદા બ) ચક્ર
ક) ખટવાંગ ડ) પરશુ

30) દયાશ્રયઃ ગ્રંથના રચયિતાનું નામ જણાવો.

અ) હેમચંદ્રાચાર્ય બ) મેરુતુંગ
ક) કાલિદાસ ડ) શીલગુણસૂરિ

31) જૈન વ્યાપારીઓને ખેર રાજ્પુતોના અત્યાચારમાંથી છોડાવવા કાજે મૃત્યુને ભેટનાર રુકનશાની દરગાહ ક્યાં આવેલી છે?

અ) વડનગર બ) ખેરાલુ
ક) આદિલાબાદ ડ) મુસ્તુફાબાદ

32) ગુજરાતમાં સૌથી પ્રાચીન કુંડવાવ ક્યાં આવેલી છે?

અ) આખજ બ) ઉમતા
ક) પીલુન્દ્રા ડ) શ્રી માડીવાસ , ખેરાલુ

33) નીચેના પૈકી કઈ દેવી આર્ય પરંપરામાં સૌમ્યદેવી તરીકે સ્થાન પામેલ નથી?

અ) સર્વમંગળા બ) અન્નપૂર્ણા
ક) કાલિકા ડ) સુલેશ્વરી

34) નીચેના ચાર પૈકી કયું તથ્ય મોહરીક ( મોઢેરા) ના સૂર્યમંદિર સાથે સંલગ્ન નથી?

અ) તેની બાંધણી હેલેનીક પ્રકારની છે બ) તે ધર્મારણ્ય પ્રદેશમાં પુષ્પાવતી નદીને કિનારે આવેલું છે
ક) તેના બાંધકામની તિથી સવંત 1083 છે ડ) વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા અને સૂર્યદેવની વાર્તા તેની સાથે જોડાયેલી છે

35) યક્ષરાજ ( ધનન્દ / કુબેર) નું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે?

અ) મોટપ બ) વડથલ
ક) એંઠોર ડ) અડાલજ

36) ઉત્તર-ગુજરાતની પ્રાદેશીક ઓળખાણ એવી “કુલેર” કે જે નાગપાંચમ અને શીતળા સાતમમાં વાનગી તરીકે બનાવવામાં આવે છે, તે શામાંથી બને છે?

અ) ગોળ,ઘી, ચણાનો લોટ બ) ગોળ અને તલનું મિશ્રણ
ક) ગોળ, ઘી, બાજરીના લોટનું મિશ્રણ ડ) સાત ધાનના લોટનું મિશ્રણ

37) માટીના ઢગલા પર વૃક્ષ વાવી, પ્રકૃતિના જતન કરવા માટેની પ્રેરણા પુરી પાડતું પદ્મનાભજીનું મંદિર ક્યાં આવેલું છે?

અ) પાટણ બ) મહેસાણા
ક) વિસનગર ડ) વડનગર

38) ગુજરાતના કારીગરોના કામ માટે વપરાતા પ્રાચીન અને અર્વાચીન નામ એકબીજા સાથે જોડો.

ક) સૂચીકર્મ 1) સુથારીકામ
ખ) સ્યુતીકર્મ 2) મોતીકામ
ગ) મુકતા કર્મ 3) સોયકામ
ઘ) તક્ષણ કર્મ 4) સીવણકામ

અ) ક – 4 , ખ – 1 , ગ – 3 , ઘ – 2 બ) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4
ક) ક – 1 , ખ – 2 , ગ – 4 , ઘ – 3 ખ) ક – 3 , ખ – 4 , ગ – 2 , ઘ – 1

39) શ્વભ્રમતી (સાબરમતી) નદી ખીણનું સંશોધન કોના દ્વારા થયું હતું?

અ) હસમુખ અઢિયા બ) હસમુખ પટેલ
ક) હસમુખ રૂપાણી ડ) હસમુખ સાંકળિયા

40) નીચેનામાંથી કયો પ્રદેશ કચ્છ જિલ્લામાં આવતો નથી?

અ) ચુંવાળ બ) કાંઠી
ક) ગરડો ડ) પ્રાંથળ

41) “આભીરદેશ” ( આહિરદેશ ) તરીકે નીચેના પૈકી કયો પ્રદેશ ઓળખાય છે?

અ) કચ્છ બ) વાળાંક
ક) ગોહિલવાડ ડ) પાંચાળ

42) ગુજરાતમાં, વિલાપ ગીતોની પરંપરામાં નીચેનામાંથી કયા પ્રકારનો સમાવેશ થતો નથી?

અ) મરશિયા બ) છપાખરાં
ક) છાજીયા ડ) રાજીયા

43) “સલુકા” કયા પ્રકારના ગીતો છે?

અ) વિદાય ગીતો બ) હસ્તમેળાપ સમયના ગીતો
ક) સગાઈ ગીતો ડ) વરઘોડાના ગીતો

44) સૌરાષ્ટ્ર માટે જુદા-જુદા વિદેશીઓ દ્વારા વપરાયેલ શબ્દોના જોડકા જોડો.

ક) ટોલેમી 1) સુરાષ્ટ્ર
ખ) સ્ટ્રેબો 2) ઓરેતુરઃ
ગ) પ્લિની 3) સુરાસ્થાસ
ઘ) રુદ્રદામા 4) સુરાષ્ટ્રેણ

અ) ક – 4 , ખ – 2 , ગ – 1 , ઘ – 3 બ) ક – 4 , ખ – 3 , ગ – 2 , ઘ – 1
ક) ક – 3 , ખ – 1 , ગ – 4 , ઘ – 2 ડ) ક – 1 , ખ – 4 , ગ – 2, ઘ – 3

45) ગુજરાતના વિભિન્ન પ્રદેશોને તેને સંલગ્ન વિસ્તાર સાથે જોડતા જોડકામાંથી કયું જોડકું ખોટું પડે છે તે જણાવો.

અ) માંકવાટ, પ્રાંથળ – કચ્છ
બ) બાબરીયાવાડ, સીમર, વાળંક – મધ્ય ગુજરાત
ક) ઢાંઢર, દંઢાવ્ય, ચોરાડ – ઉત્તર ગુજરાત
ડ) મહુઅણ, નિમાડ, મઠોર, બાગલાણ – દક્ષિણ ગુજરાત

46) ગુર્જરધરાને અનુલક્ષીને જણાવો કે સ્તવન, આંબા, ભેત અને ધોળ શાના પ્રકાર છે?

અ) ગુજરાતી કેરીના વિભિન્ન પ્રકાર બ) ગુજરાતના જંગલોમાં જોવા મળતા વૃક્ષના વિભિન્ન પ્રકાર
ક) ગુજરાતી વાજીંત્રોના વિભિન્ન પ્રકાર ડ) ગુજરાતી ભજનના વિભિન્ન પ્રકાર

47) “જરદોશી” શબ્દ શાના માટે પ્રયોજવામાં આવે છે?

અ) વસ્ત્રમાં કરવામાં આવતા સોનાના ભરતકામ માટે બ) ચાંદી પર ચઢાવવામાં આવતા સોનાના ઢોળ માટે
ક) કારીગરની એક જાતિ માટે ડ) પિત્તળની નક્કાશી કામ માટે

48) હાલાર પંથકમાં જોવા મળતી પાઘડી ઓળખી બતાવો.

અ) હાલારી બ) અતલસી
ક) ઝાલારી ડ) વિભાશાહી

49) છીપા, બંધારા, તુંનારા, રંગારા અને ખત્રી જેવી વિભિન્ન જ્ઞાતિ દ્વારા, ગુજરાતના કયા વારસાને આજપર્યંત જાળવી રખાયો છે?

અ) લાકડા પરનું કોતરકામ બ) કાપડ પર કુદરતી રંગો દ્વારા હસ્તકલા
ક) માટીની વિભિન્ન પ્રતિકૃતિઓ પરનું કામ ડ) તાંબા, પિત્તળના વાસણ પરનું નકશીકામ

50) ગુજરાતની ભિન્ન ભિન્ન જ્ઞાતીની સ્ત્રી સાથે જોડાયેલ પરંપરાગત પોષાક દર્શાવતો કયો વિકલ્પ ખોટો છે?

અ) નતીયો – આહીર કન્યાનો પોષાક
બ) ઢાંસીયો – મેર સ્ત્રીનો પોષાક
ક) ઢાળવા, કીડીયા, ગલેટા, ગલબકડી – ભરવાડની સ્ત્રીનો પોષાક
ડ) જિમી, થેપાડું – ચારણ સ્ત્રીઓનો પોષાક

51) ગુજરાતની સ્ત્રીઓના આભૂષણો અંતર્ગત, અલંકાર- અંગનું કયું જોડકું ખોટું છે?

અ) દામણી – માથામાં પહેરવાનું આભૂષણ
બ) વેઢ, પંખો – આંગળીમાં પહેરવાનું આભૂષણ
ક) કોકરવા, ગોખરુ, ઝોલા – નાકમાં પહેરવાના આભૂષણો
ડ) ચોરસી,ગળસવો,ટૂંપીયું, ફુલહાર -ગળામાં પહેરવાના આભૂષણો

52) નીચેની કઈ ગુજરાતી પરંપરાને ટેટુ સાથે કોઈ સમાનતા નથી?

અ) ત્રાજવડા બ) મંહેદી
ક) છૂંદણાં ડ) ફૂલકરા

53) કઈ જ્ઞાતિની, ગુજરાતી સ્ત્રીઓ સિક્કાની ગાંઠી બનાવી આભૂષણ તરીકે પહેરે છે?

અ) કુંકણા આદિવાસી સ્ત્રીઓ બ) મેર કોમની સ્ત્રીઓ
ક) દેવીપૂજક કોમની સ્ત્રીઓ ડ) ચારણ કોમની સ્ત્રીઓ

54) કઈ બે ઋતુનું મિલન ફાગણ મહિનામાં થાય છે?

અ) ગ્રીષ્મઋતુ, વર્ષાઋતુ બ) શિશિરઋતુ , વસંતઋતુ
ક) વસંતઋતુ, વર્ષાઋતુ ડ) હેમંતઋતુ, વર્ષાઋતુ

55) દશેરાના દિવસે કયા વૃક્ષની પૂજા કરવામાં આવે છે?

અ) વટ ( વડ) બ) બદરી ( બોરડી )
ક) નિમ્બ ( લીમડો) ડ) શમી ( ખીજડો)

56) “નગરા” શબ્દનો અર્થ શું થાય છે તે જણાવો.

અ) ગુજરાતમાં હડ્ડપ્પાકાલીન બંદર બ) કીડીઓનું દર માટે વપરાતો તળપદો શબ્દ
ક) શૈવ-પંચાયતન મંદિરનું નગારું ડ) પાટણના પટોળાની એક જાત

57) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અનાજની દેવી ને કયા નામ થી ઓળખવામાં આવે છે?

અ) કણસરી બ) હળોતરા દેવી
ક) લપન શ્રી ડ) પચવી

58) હોળીના ઉત્સવ પર, સુરતના આદિવાસીઓ દ્વારા ગવાતા ગીતો ક્યા નામથી ઓળખાય છે?

અ) ફાગણીયું બ) હડૂલા
ક) જળ ઝીલણી ડ) લોલ

59) ગુજરાતના લોકસાહિત્યને પુસ્તક રૂપે લાવનાર ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે?

અ) ધરતીનું ધાવણ બ) ગામઠી ખમીર
ક) કસુંબીનો રંગ ડ) સોરઠની રસધાર

60) કેરવો, ધમાર, ત્રિતાલ, દીપચંદી અને દાદરા જેવા તાલમાં શું સમાનતા જોવા મળે છે?

અ) બધાની માત્ર સમાન છે બ) લોકસંગીતમાં વધારે વપરાય છે
ક) સુગમ-સંગીત માંજ વપરાય છે ડ) આદિમ જાતિઓના તાલ છે

61) પ્રમાણમંજરી કઈ કળા વિષેની માહિતી આપતો ગુજરાતી ગ્રંથ છે?

અ) મય કળા ( કાષ્ટ કર્મ ) બ) ત્વષ્ટા કળા ( તામ્ર કર્મ )
ક) શિલ્પ કળા ( પાષાણ કર્મ) ડ) તક્ષક કળા ( સુવર્ણ કર્મ )

62) પર્યાવરણ અને પ્રકૃતિના મૂળતત્વને નિરૂપતી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે?

અ) લીલુડી ધરતી બ) વનરાવનમાં
ક) સાદ ડ) ધરતી છોરું

63) “હ્યુમન રાઇટ્સ” એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે?

અ) શેઠ સગાળશા બ) કજોડાનો વેષ
ક) ભક્ત વિદુર ડ) અછૂતનો વેષ

64) વિશલદેવ વાઘેલા, કે જે આનક સોલંકીનો ચોથી પેઢીએ વંશજ થાય ; દ્વારા વિશલકોટ ( વિસનગર) બંધાવ્યો તેનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવેલ છે?

અ) રાસમાળા બ) તારીખે ફિરોઝશાહી
ક) એન એનલ્સ ઓફ કાઠિયાવાડ ડ) એન એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ

65) ચાલુક્યશૈલીનું અષ્ટભદ્રી શિવમંદિર ગળતેશ્વર કઈ નદીને કિનારે આવેલું છે?

અ) મહાનદી બ) માઝમ નદી
ક) મહીસાગર નદી ડ) મેશ્વો

66) શેષસાઈનું શિલ્પ અને માછલીનું શિલ્પ ધરાવતી વાવ, કે જેની સાથે અપ્સરાની દંતકથા સંકળાયેલી છે; ગુજરાતમાં કયાં આવેલી છે?

અ) અડાલજ બ) પાટણ
ક) અસારવા ડ) વડથલ

67) હિન્દુ માટે અનુસાર, મનુષ્ય દેહ કુલ પાંચ તત્વોનો બનેલો છે. વાયુ અને જળ સિવાય બાકીના ત્રણ તત્વોમાં નીચેનામાંથી કયા તત્વનો સમાવેશ પંચતત્વમાં થતો નથી?

અ) આકાશ બ) પાતાળ
ક) અગ્નિ ડ) પૃથ્વી

68) ગુજરાતમાં , ખજુરાહો શૈલીના સ્થાપત્ય ક્યાં જોવા મળે છે?

અ) મહીસા : જિલ્લો ; ખેડા બ) બાવડા : જિલ્લો ; દાહોદ
ક) હાથરોલ : જિલ્લો ; સાબરકાંઠા ડ) માંકણી : જિલ્લો ;વડોદરા

69) લાકડામાંથી મૂર્તિ બનાવનાર બલુભાઈ કયા જિલ્લાના વતની છે?

અ) મહીસાગર બ) દાહોદ
ક) છોટા ઉદેપુર ડ) ગોધરા

70) આદિવાસી કળા અંગે સંશોધન કરતી સંસ્થા “ભાષાકેન્દ્ર” ક્યાં આવેલી છે?

અ) તેજપુર ; છોટા ઉદેપુર બ) લીમખેડા ; દાહોદ
ક) ગોધરા ડ) દાંતા

71) સ્થાપત્યોમાં શ્રેષ્ઠ એવો “મહાબતખાનનો મકબરો” ગુજરાતમાં ક્યાં આવેલો છે?

અ) મોરબી બ) જામનગર
ક) જુનાગઢ ડ) કચ્છ

72) દ્વિહસ્તિ મૂર્તિ ( બે હાથ વાળી મૂર્તિ ) તેમજ વાહન વગરની દેવી દેવતાઓની મૂર્તિ; કઈ મૂર્તિ શૈલીનું લક્ષણ છે?

અ) ચાલુક્ય શૈલી બ) પ્રતિહાર શૈલી
ક) માળવા શૈલી ડ) મહાગુર્જર શૈલી

73) રોઝા -રોઝીનો મકબરો ક્યાં આવેલો છે?

અ) અહમદાબાદ બ) જૂનાગઢ
ક) જામનગર ડ) મહેમદાબાદ

74) ગિરિનગર પર્વત પર કયા જૈન તીર્થંકરનું મંદિર આવેલું છે?

અ) મહાવીર બ) નેમિનાથ
ક) ઋષભદેવ ડ) અજીતનાથ

75) ખંડિયરમાંથી નવસર્જીત થયેલ ખીરસરા પેલેસ કાયા જિલ્લામાં આવેલ છે?

અ) રાજકોટ બ) કચ્છ
ક) જામનગર ડ) સુરેન્દ્રનગર

76) ગુજરાતના જુદા જુદા શહેરોના પ્રાચીન અને અર્વાચીન નામના જોડકા જોડો.

ક) દેવ પાટણ – 1) માંગરોળ
ખ) મુંગીપુર પાટણ – 2) ઉના
ગ) ઉન્નતપુર પાટણ – 3) સોમનાથ
ઘ) અણહિલપુર પાટણ – 4) પાટણ

અ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4 બ) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4
ક) ક – 3 , ખ – 2 , ગ – 1 , ઘ – 4 ડ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4

77) ગુજરાતમાં આવેલા વિભિન્ન શહેરો અને તેમાં આવેલા મહેલોને એકબીજા સાથે જોડો.

ક) નૌલખા મહેલ – 1) માંડવી
ખ) રાજવંત મહેલ – 2) વડોદરા
ગ) લક્ષ્મી વિલાશ મહેલ – 3) ગોંડલ
ઘ) વિજય વિલાશ મહેલ – 4) રાજ પીપળા

અ) ક – 3 , ખ – 4 , ગ – 2 , ઘ – 1 બ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4
ક) ક – 3 , ખ – 1 , ગ – 4 , ઘ – 2 ડ) ક – 3 , ખ – 4 , ગ – 1 , ઘ – 2

78) નીચેના મહેલો પૈકી કયો મહેલ “ગોથીક શૈલી” માં બનેલો છે?

અ) લાખોટા મહેલ બ) વાંકાનેર પેલેસ
ક) વિજય વિલાસ પેલેસ ડ) પ્રાગ મહેલ

79) રોગાન આર્ટ , કે જેની શરૂઆત ઈરાનમાં થયેલી , માટે કચ્છમાં કયું ગામ વિશ્વ વિખ્યાત બન્યું છે?

અ) નિરોણા બ) તેરા
ક) બળદિયા ડ) ભુજૉડી

80) મુસ્લિમ બિરાદરો, નમાઝ પહેલા, બાંગ પોકારવા માટે નીચેનામાંથી કયા સ્થળનો ઉપયોગ પર પૂર્વથી કરતા આવે છે.

અ) મકબરો બ) મિનારો
ક) રોઝો ડ) ટકોરખાના

81) વિવિધ ધર્મસ્થાનમાં કોતરાયેલી જાળી ને સંલગ્ન જોડકા જોડો.

ક) લાખેણાની જાળી 1) શીલવાડ, દેરોલના મંદિરોની જાળી
ખ) ઢળતી જાળી 2) સિદ્દી સૈયદ દ્વારા બનાવાયેલ જાળી
ગ) સર્વાંગ સુંદર જાળી 3) જૈન મંદિર ની જાળી
ઘ) ચંદ્રાવલોકન માટેની જાળી 4) કેરાકોટ ( કચ્છ) ની જાળી

અ) ક – 1 , ખ – 4 , ગ – 3 , ઘ – 2 બ) ક – 3 , ખ – 2 , ગ – 1 , ઘ – 4
ક) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4 ડ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4

82) અહમદાવાદમાં આવેલ આજમ – મુવાજમનો રોઝો કઈ શૈલીથી બનાવવામાં આવેલો છે?

અ) બેન્ઝેન્ટાઈન શૈલી બ) પર્શિયન શૈલી
ક) અફઘાન શૈલી ડ) મોંગોલિયન શૈલી

83) અમદાવાદમાં સારંગપુરમાં આવેલી મોહમ્મદ ઘોષની મસ્જિદમાં કેટલા ઝરૂખા વાળા મિનારા આવેલા છે?

અ) છ બ) પાંચ
ક) ત્રણ ડ) ચાર

84) દિલ્હીના કુત્તુબમિનારને મળતો મિનારો અમદાવાદમાં ક્યાં બાંધવામાં આવેલો છે?

અ) શાહ આલમની મસ્જિદ ; શાહ – આલમ બ) સિદ્દ્દી બસ્તરની મસ્જિદ ; કાલુપુર
ક) અહમદશાહની મસ્જિદ ; ભદ્ર ડ) શબ્બે બુરહાનીની મસ્જિદ ; એલિશબ્રિજ

85) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કયા ધર્મસ્થાનો ખુબજ ઓછા પ્રમાણમાં બન્યા હતા?

અ) બૌદ્ધ ધર્મસ્થાનો બ) શાક્ત ધર્મસ્થાનો
ક) જિન ધર્મસ્થાનો ડ) શૈવ ધર્મસ્થાનો

86) શ્રીનગર પૌરાણિક ગામ ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલું છે?

અ) જામનગર બ) જૂનાગઢ
ક) દેવભૂમિ દ્વારકા ડ) પોરબંદર

87) નીચે આપેલ પૈકી કઈ બાબત કલાગુરુ, રવિશંકર રાવલ સાથે સંલગ્ન નથી?

અ) કુમાર, વીસમી સદી, ગુજરાતમાં કલાના પગરણ સાથે કલાગુરુ સંકળાયેલ છે
બ) ગિજુભાઈ બધેકાને “બાલમંદિર” શબ્દની ભેટ કલાગુરૂએ આપી હતી
ક) ધૂમકેતુ રચિત “તણખા” અને ઝવેરચંદ મેઘાણી લિખિત “માણસાઈના દિવા” માટે કલાગુરૂએ ચિત્રાંકન કર્યું હતું
ડ) હાજી મોહમ્મદ અલ્લારખિયાના શિષ્ય એવા રવિશંકરે જગન મહેતા, દેસાઈ, છગનલાલ જાદવ, ચંદ્રશંકર રાવલ જેવા શિષ્યો તૈયાર કર્યા

88) કચ્છના પ્રખ્યાત “અજરક” પ્રિન્ટીંગમાં નીચેનામાંથી કયા તત્વનો ઉપયોગ થતો નથી?

અ) ગોળ બ) લોખંડ
ક) ગળી ડ) ખાંડ

89) અશોકના ત્રીજા પુત્ર “કૃણાલ”નો પુત્ર “સંપ્રતિરાજે ” કયા પ્રદેશની સુબાગીરી દરમિયાન બૌદ્ધધર્મ માંથી જૈનધર્મ તરફ પ્રયાણ કર્યું?

અ) સોરઠ બ) કલિંગ
ક) વિદિશા ડ) સિંહલદ્વીપ

90) ગિરનાર પર્વતની પરિક્રમા કયા માહમાં થાય છે?

અ) ભાદરવા બ) ફાગણ
ક) આસો ડ) જેઠ

91) દામોદર કુંડ કઈ નદી પાર આવેલો છે?

અ) સુવર્ણ-સિકતા બ) કપિલા
ક) હિરણ્ય ડ) સરસ્વતિ

92) નીચેનામાંથી કઈ બાબત ” દીવ ” બેટ સાથે સંલગ્ન નથી?

અ) જલંધરનાથ ( નાથ સંપ્રદાય ) નું સ્થાનક અહીં આવેલું છે
બ) અહીંના ખારવા સમાજ જાલંધરનાથ, ભર્તુહરિ, મત્સ્યેન્દ્રનાથ, મેનાવતી,ગોપીચંદ અને ગોરખનાથ સાથે ભજનો દ્વારા માનસિક જોડાણ કરે છે
ક) દીવ ગુજરાતનું હડપ્પા સમયનું ધીકતું બંદર છે
ડ) હાથીદાંતના રમકડાં માટે દીવ વખણાતું હતું

93) લકુલીશ સંપ્રદાયને લગતી નીચે આપેલી બાબતોમાંથી કઈ બાબત સત્યથી વેગળી છે?

અ) લકુલીશની જન્મભૂમિ વડોદરા જિલ્લાનું ” કારવણ ” છે જયારે કર્મભૂમિ ” અવાખલ ” છે
બ) મથુરાના મ્યુઝિયમ માં રાખવામાં આવેલ શૈવ સ્તંભ, રાજસ્થાનના એકલિંગજી મંદિરના શિલાલેખ તેમજ પેશાવરના કૃષ્ણવંશી રાજાઓના સિક્કાઓ પરથી લકુલીશ સંપ્રદાયની માહિતી સાંપડે છે
ક) સોલંકી શાસનકાળમાં સોમનાથ પાટણ અને મંડલીગામ શૈવતીર્થ હતા
ડ) લકુલીશે પોતાના શિષ્ય “કુશાક” ને ‘મથુરા’, “ગાર્ગ્ય” ને ‘કાશી’ , “કૌરુષ્ય” ને ‘મધ્ય – ભારત’ તેમજ “મૈત્રેય” ને ‘ દક્ષિણ- ભારત’ ધર્મ પ્રચારાર્થે મોકલ્યા હતા

94) કયા યુગને ગુજરાતના શિલ્પ કળાના સોનેરી યુગ તરીકે ઓળખાવી શકાય?

અ) સોલંકી યુગ બ) સલ્તનત યુગ
ક) સોલંકી યુગ અને સલ્તનત યુગ ડ) ફિરંગી યુગ

95) સંસ્કૃતના કયા શબ્દ પરથી ” પોળ ” ( પ્રવેશ દ્વાર ) શબ્દ અસ્તિત્વમાં આવ્યો ?

અ) પ્રતોલી બ) પ્રોધન
ક) પ્રહરતલી ડ) પ્રાંતોદ્વાર

96) ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે સૂર્યમંદિર મળી આવેલ નથી?

અ) ઢાંક બ) દ્વારામતી
ક) ગોરલ ડ) બાંકોર

97) સાબરકાંઠા જિલ્લાના ‘ દાવડ ‘ મુકામે તળાવનું નિર્માણ કરાવનાર હંસલાદેવી કોના પત્ની હતા?

અ) ભીમદેવ સોલંકી બ) કર્ણદેવ સોલંકી
ક) સિદ્ધરાજ જયદેવ ડ) વિશલ – દે – વાઘેલા

98) ગુજરાતની કઈ વાવમાંથી મગરનું શિલ્પ મળી આવ્યું છે?

અ) બાખોરની વાવ બ) બારોટની વાવ
ક) બોખલી વાવ ડ) આંકોલની વાવ

99) નીચેનામાંથી કયું તથ્ય ‘સંસ્કાર કેન્દ્ર , પાલડી ‘ ને લાગુ પડતું નથી?

અ) પાયો 1954 નાખવામાં આવ્યો, સ્થપતિ લા’ કર્બુઝિયર હતા
બ) ગુજરાત રાજ્યના પ્રથમ સ્પીકર ‘ ગણેશ વાસુદેવ માવલંકર ‘ નું નામ સંસ્કાર કેન્દ્રના નામ સાથે જોડવામાં આવ્યું છે
ક) ‘અમદાવાદ શહેરનો ઇતિહાસ’ તેમજ ‘ સ્વતંત્રતા ચળવળનો ઇતિહાસ’ આધારભૂત રીતે અહીં જાણવા મળે છે
ડ) ‘એલિસબ્રિજ નો સ્થાપના લેખ’ , ‘વિશ્વની સૌથી મોટી અગરબત્તી ‘, ‘વિક્ટોરિયાની મૂર્તિ’ વગેરે અહીં જોવા મળે છે

100) પુસ્તક ” મહાગુજરાતના શિલ્પ અને સ્થાપત્ય ” ના લેખકનું નામ જણાવો

અ) મધુસુદન ઢાંકી બ) હરિલાલ આર. ગૌદાની
ક) હરકાંત શુક્લ ડ) હરિલાલ ઉપાધ્યાય

 

પ્રશ્ન ક્રમાંક 1 થી 100 ના જ્ઞાતા દ્વારા તૈયાર કરાયેલા શક્ય જવાબો ​

1 : બ) ચાલુક્ય મૂળરાજ અને સિદ્ધરાજ જયદેવ
2 : અ) સ્કંદ પુરાણ
3 : ડ) જ્ઞાનવાપી વાવ
4 : ક) મહર્ષિ પરશુરામ
5 : અ) વિશ્વકર્મા
6 : ડ) આચાર્ય શ્રી હેમચંદ્રજી
7 : બ) વાયડ , કઠલાલ
8 : બ) ભગવાન હાટકેશ્વરનું મંદિર
9 : ક) વડનગર
10 : અ) સણા નો ડુંગર વિસ્તાર
11 : બ) શર્મિષ્ટા તળાવને કાંઠે
12 : ડ) અંબા
13 : અ) સાત
14 : ક) કચ્છ
15 : અ) હાજીપીરની દરગાહ
16 : અ) તેરા
17 : ક) તેરા
18 : બ) ક્માંગરી શૈલી
19 : ક) હુડકો
20 : અ) બન્ની
21 : બ) તોડીયાં
22 : બ) ક – 4, ખ – 3, ગ – 2, ઘ-1
23 : ડ) ડચ,અંગ્રેજ,ફ્રેંચ અને પોર્ટુગીઝ એમ ચાર યુરોપિયન પ્રજાએ સુરતમાં વ્યાપારી થાણા સ્થાપ્ય, પરંતુ આર્મેનિયમ પ્રજાએ સુરતમાં વસવાટ કર્યો ન હતો.
24 : ડ) સુરત
25: અ) ચાંદી, રેશમ
26: બ) મૈત્રક વંશીય શાસનકાળ
27: ડ) કનૈયાલાલ ભાઈશંકર દવે
28: બ) ક – 3 , ખ – 2 , ગ – 1 , ઘ – 4
29: ક) ખટવાંગ
30: અ) હેમચંદ્રાચાર્ય
31: બ) ખેરાલુ
32: બ) ઉમતા
33: ક) કાલિકા
34: અ) તેની બાંધણી હેલેનીક પ્રકારની છે
35: અ) મોટપ
36: ક) ગોળ, ઘી, બાજરીના લોટનું મિશ્રણ
37: અ) પાટણ
38: ખ) ક – 3 , ખ – 4 , ગ – 2 , ઘ – 1
39: ડ) હસમુખ સાંકળિયા
40: અ) ચુંવાળ
41: અ) કચ્છ
42: બ) છપાખરાં
43: ડ) વરઘોડાના ગીતો
44: બ) ક – 4 , ખ – 3 , ગ – 2 , ઘ – 1
45: બ) બાબરીયાવાડ, સીમર, વાળંક – મધ્ય ગુજરાત
46: ડ) ગુજરાતી ભજનના વિભિન્ન પ્રકાર
47: અ) વસ્ત્રમાં કરવામાં આવતા સોનાના ભરતકામ માટે
48: ડ) વિભાશાહી
49: બ) કાપડ પર કુદરતી રંગો દ્વારા હસ્તકલા
50: અ) નતીયો – આહીર કન્યાનો પોષાક
51: ક) કોકરવા, ગોખરુ, ઝોલા – નાકમાં પહેરવાના આભૂષણો
52: ડ) ફૂલકરા
53: અ) કુંકણા આદિવાસી સ્ત્રીઓ
54: બ) શિશિરઋતુ , વસંતઋતુ
55: ડ) શમી ( ખીજડો)
56: બ) કીડીઓનું દર માટે વપરાતો તળપદો શબ્દ
57: અ) કણસરી
58: ડ) લોલ
59: અ) ધરતીનું ધાવણ
60: બ) લોકસંગીતમાં વધારે વપરાય છે
61: અ) મય કળા ( કાષ્ટ કર્મ )
62: ક) સાદ
63: ડ) અછૂતનો વેષ
64: અ) રાસમાળા
65: ક) મહીસાગર નદી
66: ડ) વડથલ
67: બ) પાતાળ
68: બ) બાવડા : જિલ્લો ; દાહોદ
69: ક) છોટા ઉદેપુર
70: અ) તેજપુર ; છોટા ઉદેપુર
71: ક) જુનાગઢ
72: બ) પ્રતિહાર શૈલી
73: ડ) મહેમદાબાદ
74: બ) નેમિનાથ
75: અ) રાજકોટ
76: ડ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4
77: અ) ક – 3 , ખ – 4 , ગ – 2 , ઘ – 1
78: ક) વિજય વિલાસ પેલેસ
79: અ) નિરોણા
80: બ) મિનારો
81: ડ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4
82: ક) અફઘાન શૈલી
83: બ) પાંચ
84: ડ) શબ્બે બુરહાનીની મસ્જિદ ; એલિશબ્રિજ
85: અ) બૌદ્ધ ધર્મસ્થાનો
86: ડ) પોરબંદર
87: ક) ધૂમકેતુ રચિત “તણખા” અને ઝવેરચંદ મેઘાણી લિખિત “માણસાઈના દિવા” માટે કલાગુરૂએ ચિત્રાંકન કર્યું હતું
88: ડ) ખાંડ
89: અ) સોરઠ
90: ક) આસો
91: અ) સુવર્ણ-સિકતા
92: ક) દીવ ગુજરાતનું હડપ્પા સમયનું ધીકતું બંદર છે
93: અ) લકુલીશની જન્મભૂમિ વડોદરા જિલ્લાનું ” કારવણ ” છે જયારે કર્મભૂમિ ” અવાખલ ” છે
94: ક) સોલંકી યુગ અને સલ્તનત યુગ
95: અ) પ્રતોલી
96: બ) દ્વારામતી
97: ક) સિદ્ધરાજ જયદેવ
98: ડ) આંકોલની વાવ
99: બ) ગુજરાત રાજ્યના પ્રથમ સ્પીકર ‘ ગણેશ વાસુદેવ માવલંકર ‘ નું નામ સંસ્કાર કેન્દ્રના નામ સાથે જોડવામાં આવ્યું છે
100: બ) હરિલાલ આર. ગૌદાની

ગુજરાત : ટેસ્ટ પેપર : 1

ગુજરાત : ટેસ્ટ પેપર: -1

1)   ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની જાણકારી માટે નીચેનામાંથી કઈ બાબત અગત્યની છે?

અ)   મુઘલ કાલીન સિક્કાઓ, તવારીખો, શાહી ફરમાનો, અખબારાત, ખતપત્રો

બ)   અરબી- ફારસી, સંસ્કૃત-ગુજરાતી  અભિલેખો

ક)    સિક્કાઓ, દાનપત્રો, વાવલેખો, તામ્રપત્રો, પાળીયાલેખો, પૂર્તલેખો

ડ)    અ ,બ અને ક

2)   વાવના પ્રવેશમાર્ગ ( મુખ) ની સંખ્યાના આધારે તેનો પ્રકાર બાબતે કયું જોડકું ખોટું છે?

અ)    નંદા   –   એક મુખ                             બ)    ભદ્રા  –    બે મુખ
ક)    ત્રિજયા –  ત્રણ મુખ                             ડ)    વિજ્યા  – ચારમુખ

3)   મધ્યકાલીન ગુજરાતના  તોલમાપની અગત્યની માહિતી આપતું પુસ્તક કયું છે?

અ) બાલાવબોધ       બ)   મુખ્તસર તારીખ ગુજરાત
ક)  હંસાઉલી            ડ)    કાન્હડ-દે-પ્રબંધ

4)   વિદેશી લેખક; ગુજરાત સંદર્ભમાં લખેલી કઈ બાબત સાચી નથી?

અ)   આફ્રિકન પ્રવાસી ઈબ્ન – બતુતા                – ખંભાતની સમૃદ્ધિ

બ)   પોર્ટુગીઝ પ્રવાસી દુ-આર્ટે બારબોસા           – ગુજરાતની    રાજકીયસ્થિતિ

ક)    જર્મન પ્રવાસી મેન્ડેલ્સલો                             – ગુજરાતમાં પારસીઓની સામાજિકસ્થિતિ

ડ)    ઈરાકી પ્રવાસી અલ- મસુદી                         – ગુજરાતની  ભૌગોલિકસ્થિતિ

5)  સરહદનું રક્ષણ, કાયદાનો અમલ,લશ્કરની જાળવણી તેમજ મહેસુલ ઉઘરાવવા જેવા કાર્ય કરનાર અધિકારી કે જે સલ્તનત કાળમાં નાઝીમ તરીકે ઓળખાતા તેમને વેતન પેટે જાગીર આપવાને બદલે રોકડ આપવાની શરૂઆત કોના સમયમાં થઈ?     

અ)   અલાઉદ્દીન ખીલજી      બ)   મુઘલ કાળ

ક)    ફિરોઝશાહ તુઘલક       ડ)    ફહર્તુલ મુલ્ક

6)  સલ્તનતકાળમાં ગુજરાતના જુદાજુદા અધિકારી અને તેના અંતર્ગત થતા કાર્યોના જોડકામાંથી ખોટું જોડકું ઓળખી બતાવો

અ)  કાનુનગો  –  ખેતી વિષયક બાબતો સાથે સંકળાયેલ

બ)   આમીલ  – વહીવટી બાબતો સાથે સંકળાયેલ

ક)   શિકદાર   – ન્યાયની બાબતો સાથે સંકળાયેલ

ડ)   મુશરિફ   – કર ઉઘરાવવાની બાબતો સાથે સંકળાયેલ

 7)   સલ્તનતકાળમાં ગુજરાતમાં કઈ પદ્ધતિ દ્વારા જમીનની વહેંચણી કરવામાં આવી હતી?

અ)   વાંટા પદ્ધતિ      બ)   સાટા પદ્ધતિ

ક)    સૂંઢલ પદ્ધતિ      ડ)    ભાગીયા પદ્ધતિ

8)   અમદાવાદ અને અહમદનગર (હિંમતનગર)માં ટંકશાળની શરૂઆત કોના સમયમાં થઈ?

અ)   અહમદશાહ        બ)   અલ્પખાન

ક)    મુહમ્મદ બેગડા     ડ)    મુઝ્ઝફરશાહ

9)   ગુજરાતના સુલ્તાન બહાદુરશાહે દિલ્હીના કયા મોંગોલ શાસક સાથે સંઘર્ષ કર્યો હતો?

અ)  બાબર          બ)     અકબર

ક)   હુમાયુ           ડ)      જહાંગીર

10)   નીચેની કઈ બાબત ગીતકાર બૈજુબાવરાને લાગુ પડતી નથી?

અ)   તેનું મુળનામ “મંજુ” હતું

બ)   તેને બહાદુરશાહ ના દરબારમાં ખુબ પ્રસિદ્ધિ મેળવી હતી

ક)    તેને હુમાયુને ખુશ કરી માળવાની કતલ અટકાવી હતી

ડ)    તેનું સ્મારક બૈજનાથ મુકામે આવેલ છે

11)   શિકદાર,તહેસીલદાર, આમીલ, મુશરિફ,મુહહસીલ, ગુમાસ્તા, સરહંગ વગેરે સલ્તનતકાલીન પદો કઈ બાબત સાથે મુખ્યરૂપે સંકળાયેલ છે?

અ)  લશ્કરી    બ)   વિદેશી

ક)   મહેસુલ    ડ)   મનોરંજન

12) ગુજરાતમાં  ઢોરદીઠ ઉઘરાવાતો કર સલ્તનતકાળમાં કયા નામે ઓળખાતો હતો?

અ) પૂંછી    બ)  દાણ

ક)  ઘોટક   ડ)  અલહણ

13)  શાહેબુલબરિદ  અને મલેકુલબરિદ  નામના અમલદારોના હોદ્દાકયા ખાતા સાથે સંકળાયેલ હતા?

અ)  ખેતી-પશુપાલન     બ)   સંદેશાવ્યવહાર

ક)   જાશૂસી                ડ)    ખાન-પાન

14)   નીચેનામાંથી કઈ બાબત સલ્તનતકાલીન ગુજરાતના સિક્કાઓ સાથે સંકળાયેલ નથી?

અ)   સિક્કા પર હિજરી સવંત, ખલિફા નું નામ , સુલ્તાનનું નામ, ટંકશાળનુંનામ    અને ચિન્હ, સિક્કો પાડયા ના વર્ષનો ઉલ્લેખ ફારસી ભાષામાં

બ)   સિક્કા દીનાર, ટંકા, મહેમુદી, મુઝ્ઝફરશાહી નામે ઓળખાતા

ક)    સિક્કા દિલ્હીની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા

ડ)    નકલી સિક્કા બનતા રોકવા માટેની તકનીકનો ઉપયોગ કરવામાં આવતો હતો

15)   અમદાવાદમાં કઈ પોળ સૌ પ્રથમ  બની હતી?

અ)   પતાસાની પોળ

બ)   મુહરતની પોળ

ક)    રતન પોળ

ડ)    માંડવીની પોળ

16)  નીચેની કઈ બાબત ગુજરાતી ખાનપાન પદ્ધતિ સાથે સંકળાયેલ નથી?

અ)   પરિધાનવિધિ, ભોજન વિચ્છતિ, વીરભોજન વર્ણક, અહોશ્યાલક બોલી વગેરે ગ્રંથોમાં પંદર થી સત્તરમી સદી દરમિયાનની ખાનપાન પદ્ધતિઓનો
ઉલ્લેખ કરવામાં આવેલ છે

બ)    લાડુની 36 જાતો, 52 જાતની ભાજી, 27 જાતના ઢોકળા, અનેકવિધ અથાણાં, તાંબુલ, સુકામેવા- લીલામેવા, પાપડ, ચટણી, કચુંબર, મિષ્ટાન
ફળો વગેરે ખાનપાનમાં સમાવિષ્ઠ હતાં

ક)    દરેક ભોજમાં, બ્રહ્મભોજન બાદજ સામાન્ય જન ભોજન ગ્રહણ કરી શકતા.

ડ)    ગાદી, ચાકળા, ચુડીયા, ચોકીપટ વગેરેનો ઉપયોગ શણગાર માટે તેમજ ત્રાટ, વાટાં, કચોલાંનો ઉપયોગ વાનગી પીરસવામાં કરવામાં આવતો.

17) પડાવ, નાયડા, કોટીયા,બતેલા, બગલા અને ગંજા શાના નામ છે?

અ) કચ્છમાં બનાવવામાં આવતા વિવિધ પ્રકારના વહાણો

બ) નળ-સરોવરમાં આવતા વિવિધ પક્ષીઓની જાત

ક) માટીના વાસણોના વિવિધ નામ

ડ) ખેતીનો સરંજામ

18) ગુજરાતમાં પહેરવામાં આવતી ટોપીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?

અ)   અધોતરી   બ)   અતલસ

ક)    કલહી       ડ)    જમાવાડી

19)   નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.

અ)  જીતલ                                            –  ગુજરાતી ચલણનું નામ

બ)  ગરભી, મંજુડી, ગુલમાર                              –  ખંભાત માંથી આફ્રિકાના દેશોમાં નિકાસ થતી કાપડની વિવિધ જાત

ક)   કિનખાબ, છીંટ, તારકસબ                         – ગુજરાતમાંથી નિકાસ થતી ગળીના પ્રકારો

ડ)   પ્રબંધ, પ્રશસ્તિ, આગમ,રાસ,ચરિત્ર           – જૈન સાહિત્યના વિવિધ પ્રકારો

20) નીચેનામાંથી કઈ બાબત પારસી ધર્મ ( જરથોસ્તી)  સાથે સંલગ્ન નથી?

અ) પક્ષીઓ માટે શબને માખણ લગાડી “દોખમા” માં ખુલ્લું મૂકી દેતા

બ)  સ્વચ્છતા, સાદાઈ અને શાંતિપ્રિયતા નો સંદેશ પારસી ધર્મ આપે છે.

ક) અહુરબાની ની પારસીઓ પૂજા કરે છે.

ડ) સંજાણ, નવસારી,ભરૂચ,ગોદાવરી અને ખંભાત એ પારસીઓના પાંચ ભૌગોલિક વિભાગ પાડવામાં આવ્યા હતા.

21) મુસ્લિમ ધર્મના સાંસ્કૃતિક પ્રભાવ બાબતે કઈ બાબત સાચી નથી?

અ) જલેબી,ગુલાબજાંબુ અને વિવિધ પ્રકારના શરબતો

બ) સૂકોમેવો, બદામ,અનાર,અંજીર,તરબૂચનો ઉપયોગ

ક) ભૌમિતિક આકારો, ફૂલછોડ, વેલી વગેરનો સ્થાપત્યમાં ઉપયોગ

ડ) વહાણો દ્વારા વ્યાપાર માટેની સ્પર્ધા

22) “ગુજરાતી પર અરબીફારસી ની અસરપુસ્તકના લેખકનું નામ જણાવો.

અ) ડૉ. છોટુભાઈ નાયક   બ)   શિવલાલ ગૌદાની

ક) ડૉ. બર્જેશ                 ડ)    ડૉ. હરગોવન શાસ્ત્રી

23)  અમદાવાદ ના કિલ્લામાં 139 બુરજો, 18 દરવાજા, 6709 કાંગરા આવેલ છે તેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા પુસ્તકમાં કરવામાં આવ્યો છે?

અ) મિરાતે અહમદી     બ)   સલાતીને ગુજરાત

ક)   મુઝફ્ફરશાહી       ડ)   તવારીખે ગુજરાત

24)  નીચેનામાંથી ખોટો વિકલ્પ શોધો.

અ) ગવાક્ષ, ગર્ભગૃહ, અંતરાલ, શૃંગારચોકી, મંડોવર,પીઠ, શીખર     – મંદિર

બ) લિવાન, મેહરાબ, મિનારો                                                           – મસ્જિદ

ક)  નેવ , ચોઈર , એપ્સ, એલ્ટર                                                         – ચર્ચ

ડ) બિમાહ, રબી-સીટ ,તોરાહ                                                       – અગિયારી

25)  મુસ્લિમ આર્કિટેક્ચર ઓફ અહમદાબાદ ના લેખક કોણ છે?

અ)  બર્જેસ            બ)   બારબોસા

ક)   કર્નલ ટોડ       ડ)    મેન્ડેલ

26) ગોમતીપુરમાં આવેલ ઝૂલતા મિનારા કઈ મસ્જિદમાં આવેલ છે?

અ) રાણી સિપ્રીની મસ્જિદ           બ) બીબીજીની મસ્જિદ

ક)  રાણી રૂપમતીની મસ્જિદ       ડ)  બાઈ હરિરની મસ્જિદ

27) ગુજરાતમાં મહેસુલી સુધારા કોના દ્વારા દાખલ કરવામાં આવ્યા?

અ) રહીમખાન    બ) ટોડરમલ

ક)  ઇતમાદખાન  ડ) બહેરામખાન

28) ગુજરાતના સંદર્ભમાં, જહાંગીરના ફરમાનોમાંથી કયું ફરમાન લાગુ પડતું હતું?

અ) રાજ્યમાં દારૂબંધી, જહાંગીરના જન્મદિવસે અને રાજ્યારોહણના દિવસે માંસાહારનો ત્યાગ

બ)  તળાવ, વાવ, ધર્મશાળા અને દવાખાનાઓનું નિર્માણ, વેઠપ્રથાની નાબુદી

ક) જઝિયાવેરો, જળમાર્ગ પર મહેસુલ તેમજ રાહદારી વેરો ઉઘરાવવો

ડ) ઘરવેરાની નાબુદી, બિનવારસી મિલકતોનો ઉપયોગ જાહેર બાંધકામ માટે

29) ગુજરાતમાં પડેલાસત્યાશિયાદુષ્કાળનું વર્ણન કયા પુસ્તકમાં જોવા મળે છે?

અ) મિરાતે સિકંદરી   બ) મિરાતે અહમદી

ક) તારીખે જહાંગીરી  ડ) તુઝુકે બાબરી

30) અધિકારી અને તેના કાર્યને અનુલક્ષીને કયું જોડકું ખોટું છે તે જણાવો.

અ) બક્ષી             – પોલીસદળનો વડો અધિકારી

બ) મુહતસીબ      – દારુ,ભાંગ, જુગાર, વેશ્યાગમન જેવા દુષણો પર નિયંત્રણ રાખવાનું કાર્ય કરતો

ક) વાકિયાનવીસ – પ્રાંતોના સમાચાર શાહી દરબારમાં મોકલવાનું કાર્ય કરતો

ડ) કાઝી              – ન્યાય ખાતાનો વડો કહેવાતો

31) નીચેનામાંથી કયું ખાતું મોંગોલ શાસન દરમિયાન અસ્તિત્વમાં હતું?

અ) હરડે- મુરબ્બા ખાતું  બ) નોબત અને ઘડિયાળ ખાતું

ક)  ઘોડા હાજરી ખાતું    ડ)  ગ્રામીણ વિકાસ ખાતું

32) મોંગોલકાલીન સિક્કા બાબતે નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

અ)  જહાંગીરના શાસન દરમિયાન બાર રાશિ અનુસાર બાર જુદા-જુદા પ્રકારના સિક્કા ચલણમાં આવ્યા હતા

બ) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલતા ચલણી સિક્કા “કોરી” ભુજની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા

ક) અકબરી રૂપિયો, મોહમદી રૂપિયો સૌરાષ્ટમાં લાંબા સમય સુધી ચલણમાં હતો

ડ) મહોરના નામે ઓળખાતા ચાંદીના સિક્કા અજમેરની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા

33) સાંકળી, પૈયાર,ઝૂમણાં, કાંકલી,હાંસડી અને ટૂંપીયો જેવા ઘરેણાં સ્ત્રીના કયા અંગ સાથે સંલગ્ન છે?

અ) નાક- કાન    બ)  હાથ

ક) ગળું          ડ)   આંગળી

34) અકબર દ્વારા કઈ સવંતની શરૂઆત કરવામાં આવી હતી?

અ) દીને ઈલાહી સવંત     બ)   હિજરી  સવંત

ક)  અકબરી સવંત     ડ)    ચિશ્તી સવંત

35) દરિયાપુરમાં રેશમ ધોવા માટેના કુવા કયા નામે ઓળખાતા હતા?

અ) રેશકુવા         બ) મશરુકુવા

ક) પાતાળ કુવા     ડ) ધોબી કુવા

36) ગુજરાતના સલ્તનતકાલીન તોલમાપ બાબતે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.

અ) માટ  – સૌરાષ્ટ્રમાં ચાલતું તોલમાપ

બ) ખાંડી – વહાણમાં માલ ચડાવવા ઉપયોગમાં લેવામાં આવતું માપ

ક) ગજ – અનાજ માટેનું તોલમાપ

ડ) કાંટરા – ડાંગર માટે વપરાતું તોલમાપ

37) અકબર દ્વારા પર્યુષણના બાર દિવસ, સોફિયાન, ઈદ, સંક્રાંતિની તિથિ, બાદશાહનો જન્મદિવસ, નવરોઝ, મોહરમ વગેરે મળી, કુલ માસ અને દિવસ જીવ હિંસાની મનાઈ માટેનું ફરમાન, કયા જૈન સાધુની પ્રેરણા દ્વારા બહાર પાડવામાં આવ્યું?

અ) હીરવિજય સુરી     બ)  મેરુતુંગ

ક)  વિજયસેન         ડ)  સમય સુંદર

38) કોના પ્રભાવ હેઠળ ઔરંગઝેબે પારસીઓ પરનો જજિયાવેરો દૂર કર્યો?

અ) આતશજી બેહરામજી       બ) ફારૂકજી કેસરજી

ક) રુસ્તમ માણેકશા            ડ) દસ્તુરજી મેહરજી

39)  પારસીઓ અગ્નિને કયા નામથી સંબોધિત કરે છે?

અ) આતશ બેહરામ   બ) અહૂર-મઝદા

ક)  નવરોઝ         ડ)  અષો-જરથોસ્ત

40)  કયા સુલતાન દ્વારા જૈનોનું અમારીવ્રત અપનાવાયું હતું?

અ) શાહજહાં       બ) જહાંગીર

ક)  અકબર        ડ)  હુમાયૂં

41) નીચેનામાંથી કઈ રચના કવિ અખા સાથે સુસંગત નથી?

અ) કૈવલ્યગીતા       બ)  જ્ઞાનગીતા

ક)  સંતપ્રિયા         ડ)   પંચીકરણ

42)  સમકાલીન સમાજમાં બદીઓને દૂર કરવા માટેની રચનાઓમાં વલ્લભ મેવાડા સાથે નીચેનામાંથી કઈ રચના સુસંગત નથી?

અ)  આંખમીંચામણી     બ) સત્યભામાનું રૂસણું

ક)  જ્ઞાનકક્કો           ડ)  દેવિચરિત

43)  જહાંગીર દ્વારા , “કોરીનામના સિક્કા કઈ ટંકશાળમાં બનાવવા માટે છૂટ આપવામાં આવી હતી?

અ) મુસ્તુફાબાદ      બ)  ભુજ

ક)  અહમદાબાદ     ડ)   નવાનગર

44) શેઠ શાંતિદાસ ઝવેરી દ્વારા બઁધાવાયેલ ચિંતામણી પાર્શ્વનાથના જૈન દેરાસરની મુલાકાતની નોંધ કયા જર્મન મુસાફરે પોતાના પુસ્તકમાં કરી છે?

અ) મેન્ડેલ સ્લો     બ) ટ્રેવેનિઅર

ક) બર્જેસ          ડ) બારબોસા

45) નીચેનામાંથી કયો સંપ્રદાય વૈષ્ણવ ધર્મ અંતર્ગત નથી?

અ)  પુષ્ટિ સંપ્રદાય            બ) નિમ્બાર્ક સંપ્રદાય

ક)   રામાનુજ સંપ્રદાય       ડ)  કાનફટ્ટા સંપ્રદાય

46)  જામનગરના  દરબારી કવિ શ્રીકંઠ દ્વારા રચાયેલ ગ્રંથ  રસકૌમુદી  કઈ કળા સાથે સંકળાયેલ છે ?

અ)  નૃત્યકળા      બ)  સંગીતકળા

ક)   નાટ્યકળા     ડ)  યુદ્ધકળા

47) ગુજરાતમાંથી ચૌથ અને સરદેશમુખી કોના દ્વારા ઉઘરાવવામાં આવતી હતી?

અ)  મોંગોલ શાસકો     બ)  મરાઠા શાસકો

ક)  રાજપૂત શાસકો      ડ)  બહમની શાસકો

48) ગુજરાતમાં સર્વોપરિતા માટે કયા મરાઠા સરદારો વચ્ચે હરીફાઈ રહેતી હતી?

અ) પેશ્વા અને ગાયકવાડ  વચ્ચે      બ) ભોંસલે અને ગાયકવાડ વચ્ચે

ક)  ગાયકવાડ અને સિંધિયા વચ્ચે   ડ) હોલ્કર અને પેશ્વા વચ્ચે

49) નાણાં વિભાગ સાથે જોડાયેલ અધિકારી મરાઠા શાસન  દરમિયાન કયા નામે ઓળખાતો ?

અ) કામવિસદાર   બ)   ફડણવીસ

ક)  પાટીલ           ડ)    કુલકર્ણી

50)  બજાર વિનાના ગામને મરાઠા શાસન અંતર્ગત કયા નામે ઓળખવામાં આવતું હતું?

અ)   મહાલ       બ)   સૂબો

ક)    મૌજ         ડ)    પરગણું

51)  ગોકુળદાસ તેજપાલ કયાંના હતા?

અ) ઉત્તર ગુજરાત   બ) અમદાવાદ

ક)  સુરત              ડ) કચ્છ

52)  નીચેનામાંથી કઈ કઈ  બાબતોમાં પારસીઓનો ફાળો રહેલો છે?

અ) મુંબઇનો જહાજ ઉધોગ   બ) મુદ્રણકળા

ક)  નાટ્યકળા                    ડ)   અ , બ , ક ત્રણેય બાબતોમાં

 53)  કાળુપુર સ્વામિનારાયણ મંદિર માટે જગ્યાની સંમતિ આપનાર અંગ્રેજ ગવર્નર કોણ હતા?

અ) ટોમસ રૉ     બ)   માલ્કમ

ક)  હેન્રી બર્ટેલ   ડ) જ્યોર્જ લોઈડ

54) મરાઠા શાસનકાળમાં ધર્માધિકારીની કઈ ફરજ હતી?

અ) મંદિરના પુજારીની પગાર આપી નિમણૂંક કરવી         બ) સંસ્કૃત પાઠશાળાઓ ચલાવવી

ક) હિન્દુ ધર્મ માટે લવાદ બનવું                                    ડ) અ ,બ, ક ત્રણેય

55) અદ્વેતવાદના પદો કોના દ્વારા લખાયા છે?

અ) મીરાબાઈ     બ) ગવરીબાઈ

ક) પાનબાઈ       ડ)  કુંવરબાઈ

56) તારીખે સોરઠહાલાર ના લેખક કોણ છે?

અ) ખુશાલદાસ            બ) મુન્શી જશવંતરાય

ક) રણછોડજી અમરજી   ડ) શોભરામ

57) સરસ્વતિ નદી બાબતે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?

અ) ભારતમાં કુલ છ નદીઓ સરસ્વતી નદી તરીકે ઓળખાય છે.

બ) ગુજરાતમાં બનાસકાંઠા,પાટણ અને મહેસાણા માંથી વહેતી સરસ્વતી નદી કચ્છના રણમાં સમાઈ જાય છે.

ક) હિમાલયમાંથી નીકળી, કુરુક્ષેત્ર અને પશ્ચિમી રાજસ્થાનમાંથી વહેતી સરસ્વતી નદી વેદકાળમાં ધરતીકંપને પરિણામે લુપ્ત થઈ હોવાનું અનુમાન છે.

ડ) ચોમાસામાં જ વહેતી નદી, ગ્રામ્ય પ્રદેશમાં કુમારિકાના નામે ઓળખાય છે.

58)  નીચેનામાંથી કઈ બાબત ભારતીય સમાજમાં સ્ત્રીસશક્તિકરણની સાક્ષી પુરે છે?

અ)  માતૃ-શ્રાદ્ધ              બ) સ્વયંવર

ક)   શાક્ત સંપ્રદાય         ડ) અ ,બ ક  ત્રણેય

59)  ગુજરાતના પારસીઓ વિષેનું કયું તથ્ય સાચું નથી?

અ) પારસીઓનું ઇરાનમાંથી ગુજરાતમાં પ્રથમ દીવ અને ત્યારબાદ સંજાણ મુકામે આગમન થયું ત્યારે “જદી રાણા” નું શાસન પ્રવર્તતું હતું.

બ) પારસીઓના અગત્યના ધાર્મિક સ્થળ જેવાકે નવસારી અને ઉદવાડા મુકામે ઈરાનશા આતશ બહેરામ ( અગ્નિ)ની પુજા થાય છે.

ક)  પારસીઓનું ગુજરાતમાં આગમન પાંચમી સદીમાં થયુ.

ડ)પારસીઓની પ્રાર્થના પુસ્તક “ખોરદા અવેસ્તા” છે. તેમજ તેમની લીપી “ઝર્થુસ્ત્ર” છે.

60) હ્યુયુનત્સંગ નામનો ચીની મુસાફરે ગુજરાતમાં વિશ્વ વિખ્યાત વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત કયા રાજ્યશાસન દરમિયાન લીધી હતી?

અ) મૈત્રક શાસન               બ)  રાષ્ટ્રકૂટ શાસન

ક)  ગુર્જર પ્રતિહાર શાસન   ડ)  નંદ શાસન

61) ગુજરાતની રાજધાની બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

અ) પાટણ ; ચાવડા, સોલંકી અને વાઘેલા વંશની રાજધાની બની તેના પહેલા ભિન્નમાળ ગુજરાતની રાજધાની હતી.

બ) કુશસ્થળી( દ્વારકા), રૈવતગિરિ( જૂનાગઢ) તેમજ વલભી જેવા નગરો ગુજરાતની રાજધાની તરીકે ગણી શકાય.

ક) વનરાજ ચાવડાએ રાજધાની પંચાસર થી પાટણ જયારે કરણસિંહે રાજધાની પાટણથી કર્ણાવતી મુકામે બદલી હતી.

ડ) મીનળદેવીના સમયમાં ગુજરાતની રાજધાની ધોળકા બની હતી.

62) અહમદાબાદ બાબતે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?

અ) સુલતાન અહમદશાહ,  ગુરુ શેખ અહમદશાહ  ખટ્ટુ , તેમજ કાઝી અહેમદ અને મલિક અહેમદ એમ કુલ ચાર અહેમદ નામના વ્યક્તિઓ દ્વારા તેનો
પાયો નંખાયો.

બ) અહમદાબાદ સાથે જોડાયેલા અન્ય નામોમાં “કર્ણાવતી” , “આશાવળી”  પણ છે.

ક) 25 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદાબાદનો પાયો નંખાયો.

ડ) જહાંગીરે અહમદાબાદ ને ગર્દ-આબાદ એટલેકે ધૂળિયું શહેર કહીને ઓળખાવ્યું હતું.

63) નીચેનામાંથી કયું નિર્માણ અહમદશાહ-1 ના સમયમાં થયેલ નથી?

અ)  માણેક બુર્જ       બ) હૌજે-કુતુબ (કાંકરિયું)

ક)   ભદ્રનો કિલ્લો     ડ)  જામા મસ્જિદ

 64) થોમસરો  દ્વારા વ્યાપારની છૂટ મેળવવા માટે જહાંગીરની મુલાકાત કાયા શહેરમાં થઇ હતી?

અ) સુરત             બ) ભરૂચ

ક) અહમદાબાદ   ડ) મુંબઈ

65) કયા મુઘલ સૂબાના સમયમાં અહમદાબાદમાંમોતીશાહી મહેલનું નિર્માણ કરવામાં આવ્યું?

અ) શાહજહાં      બ) ખુર્રમ

ક) ખાન ખાના    ડ) સૈયદ મુર્તુઝા

66) કયા અંગ્રેજ મુસાફરે અહમદાબાદને ગુજરાતની મહાનગરી ગણાવી હતી ( .. 1626 ) ?

અ) થોમસ હર્બર્ટ     બ) થોમસ રો

ક) કર્નલ ટોડ           ડ)  ટ્રેવેનિઅર

67) પ્રથમ એંગ્લોમરાઠા વિગ્રહ સમયે કોના દ્વારા ભદ્રના કિલ્લા પાર આક્રમણ કરવામાં આવ્યું હતું?

અ) ફિલિપ જોશ     બ) થોમસ ગોડાર્ડ

ક)   કપ્તાન હ્યુ રોઝ   ડ)  થોમસ કુક

68) પ્રથમ એંગ્લોમરાઠા વિગ્રહ બાદ કઈ સંધિ અનુસાર અહમદાબાદની સત્તા પેશ્વાઓને મળી?

અ) સુરતની સંધિ      બ)  ગોવાની સંધિ

ક) સલબાઈની સંધિ   ડ)   વડોદરાની સંધિ

69) કઈ સંધિ બાદ મરાઠાઓ પાસે અમદાવાદમાં માત્ર ગાયકવાડની હવેલી બાકી રહી?

અ) સુરતની સંધિ      બ)  પુનાની સંધિ

ક) સલબાઈની સંધિ   ડ)   વડોદરાની સંધિ

70) બ્રિટિશ શાસનકાળમાં અહમદાબાદના વિકાસ માટે કઈ વસ્તુ પર સેસ નાખવામાં આવી હતી?

અ) ગળી     બ) ઘી

ક)  ફળો      ડ) ધાન્ય

71) ગુજરાતમાં પર્શિયન પ્રકારના બગીચા નિર્માણની પ્રથા કોના સમયમાં શરુ થઈ  તેવું કહી શકાય.

અ) અહમદશાહ       બ) મોહમ્મદ બેગડો

ક) મુઝફ્ફર શાહ       ડ) કુતુબશાહ

72) સિદ્દી સૈયદની જાળીનું નિર્માણ કરનાર સિદ્દી સૈયદ કયાંનો વતની હતો?

અ) પર્સીયા            બ) બગદાદ

ક) એબિસિનિયા     ડ)  અંકારા

73) જૂનાગઢના ઉપરકોટનું નવનિર્માણ કયા સૂબા દ્વારા કરવવામાં આવ્યું હતું?

અ) ઈશરતખાન       બ) રસુલખાન

ક)  જહાનશાહ         ડ) મહોબતખાન

74) નીચેનામાંથી કઈ બાબત જૂનાગઢ સંલગ્ન ખોટી છે?

અ) જૂનાગઢમાં  ઉપરકોટ ઉગ્રસેન ગઢ, જિર્ણદુર્ગ, જહાંપનાહ  વગેરે નામે ઓળખાતો હતો

બ) કાલયવનથી બચવા માટે યાદવોએ જૂનાગઢના ઉપરકોટમાં આશ્રય લીધો હતો

ક) સિધ્ધરાજ જયસિંહ, મોહમ્મદ બેગડા દ્વારા જુદા જુદા સમયે જૂનાગઢ પાર આક્રમણ કરવામાં આવ્યા હતા.

ડ)  જૂનાગઢમાં છેલ્લો સુલતાન મોહમ્મદ બેગડો હતો.

75) કોના સમયમાં સોમનાથ મંદિરનું નિર્માણ કઈ રીતે થયું હતું તેના અંતર્ગત કયું જોડકું ખોટું છે

અ) સુવર્ણ  –  સોમરાજ

બ) ચાંદી  –   રાવણ

ક) લાકડું  –  રા’નવઘણ

ડ) પથ્થર – ભીમદેવ

 76) અશોકના ગિરિનગરના શિલાલેખ અંતર્ગત નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.

અ) અશોક દ્વારા સુદર્શન તળાવના નિર્માણ સમયે આ રાજઆજ્ઞાઓ મુકવામાં આવી હતી.

બ) અશોકનો શિલાલેખ 75 ફૂટના ઘેરાવામાં આવેલ છે જેમાં 14 જેટલી રાજઆજ્ઞાઓ આપેલી છે.

ક) તેમાં ભાષા પ્રાકૃત અને લીપી બ્રાહ્મી છે.જેમ્સ પ્રિન્સેપ દ્વારા આ લીપી ઉકેલવામાં આવી હતી.

ડ) મુખ્ય બાબતોમાં અહિંસા, કર્તવ્યપાલન, બિનસાંપ્રદાયિકતા,સહભાગિતા,જ્ઞાન, સ્ત્રી-દાક્ષિણ્ય, વૃક્ષારોપણનો સમાવેશ થાય છે.

77) ગુજરાતમાં હેલિકલ સ્ટેપવેલ કયાં આવેલ છે?

અ) જૂનાગઢ   બ) પાટણ

ક) મોઢેરા       ડ) ચાંપાનેર

78) નીચેનામાંથી કઈ મસ્જિદ ચાંપાનેરમાં આવેલી નથી ?

અ) કેવડા મસ્જિદ,      બ) રાની સિપ્રીની મસ્જિદ

ક)  નગીના મસ્જિદ     ડ) ખજૂરી મસ્જિદ

79) બાબા પ્યારેની ગુફાઓ ક્યાં આવેલી છે?

અ) જૂનાગઢ     બ) કચ્છ

ક) દીવ           ડ) સાબરકાંઠા

80) ટપકેશ્વરીનું મંદિર આવેલ છે?

અ) જામનગર   બ) જૂનાગઢ

ક) ભુજ           ડ)  વડોદરા

81) લખપત માટે નીચેનામાંથી કયું કથન સત્ય નથી?

અ) લખપત શહેરનું નિર્માણ રાવ લાખા દ્વારા થયું હોય તેનું નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે.

બ)  દરરોજના એક લાખ યાત્રાળુઓ અહીંથી નીકળતા હોવાથી નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે.

ક) દરરોજનો એક લાખ કોરીનો વ્યાપાર થતો હોવાથી લખપત નામ પડ્યું

ડ) મોહમ્મદ કાબાની દરગાહ લખપતમાં આવેલી છે.

82) કયા મોંગોલ શાસકના સમયમાં સુરતમાં, સ્થાપત્યના વારસા સમાન મુઘલ સરાઈ ( મુસાફરખાના) નું નિર્માણ થયું હતું?

અ) અકબર        બ) જહાંગીર

ક) બહાદુરશાહ   ડ) શાહ જહાન

83) નીચેનામાંથી કયું ઐતિહાસિક સ્મારક મેહમદાવાદમાં આવેલ નથી?

અ) ચાંદા સુરજનો મહેલ      બ) રોઝા રોઝી

ક) ભમ્મરિયો કુવો               ડ) કેવડા મસ્જિદ

84) ખટ્ટુ ગંજબક્ષ ની યાદમાં બંધાયેલ સરખેજ રોઝાના સ્થપતિ કોણ હતા?

અ) આઝમ અને મુવાઝમ       બ) રાજાબાઈ

ક)  બાઈ હરિર                     ડ)  મુન્નવર

85)  પ્રાગમહેલ, આઈનામહેલ અને રાણીનોઝરૂખો કયાં આવેલા છે?

અ) અંજાર                        બ) ભુજ

ક)  લખપત                       ડ) ધોળાવીરા

86) નીચેનામાંથી કયું તથ્ય મોઢેરાના સૂર્યમંદિર સાથે સંલગ્ન નથી?

અ) સૂર્યમંદિર મારુ-ગુર્જર પદ્ધતિ દ્વારા બનાવાયું છે.

બ) સૂર્યમંદિર વિક્રમ સંવંત 1083 માં ભીમદેવ-1 ના સમય માં બાંધવામાં આવ્યું હતું.

ક) સિધ્ધરાજ જયસિંહના સમયથી મોઢેરાના સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે.

ડ) ગર્ભગૃહ, કુંભ, કુંડ, ગૂઢમંડપ, મંડોવર, મંડપ, સભામંડપ, તોરણ, કીર્તિમુખ જેવા વિધ-વિધ શબ્દો સુર્યમંદિરના ભાગો નિદર્શિત કરે છે.

87) પંચમહાલના પેરિસ તરીકે ઓળખાતું સ્થળ જણાવો.

અ) ગોધરા      બ) મોરવા હડફ

ક) જાંબુઘોડા   ડ)  દેવગઢ બારીયા

88) દુધમતી નદી, ઔરંગઝેબનું જન્મસ્થળ ( ગઢીનો કિલ્લો) ,  છાબ તળાવ જે જીલ્લામાં આવેલ છે તે જીલ્લો જણાવો.

અ) ડાંગ         બ) દાહોદ

ક) તાપી         ડ) નર્મદા

89) પિથોરા કળા બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે.

અ) પિથોરા કળા રાઠવા અને ભીલ આદિવાસી સાથે સંકળાયેલી ધાર્મિક-ચિત્ર કળા છે.

બ)  મુખ્ય ભુવાને બડવા કહેવામાં આવે છે જે માનતા પૂર્ણ થતા ધાર્મિક વિધિ પૂર્ણ કરાવે છે.

ક)  પિથોરા કળા દાહોદ જિલ્લામાં પ્રચલિત છે.

ડ) પિથોરા કળામાં પ્રકૃતિ અને પ્રાણીઓનું નિરુપણ કરવામાં આવે છે.

90) ફળદ્રુપતાની દેવી નું નિરૂપણ કઈ ચિત્રકળામાં જોવા મળે છે.

અ) પિથોરા       બ) વારલી ચિત્રકળા

ક) ડાંગી કળા     ડ)  મૈથિલી કળા

91) રૂપગઢનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે?

અ) ડાંગ     બ) તાપી

ક) નર્મદા    ડ) છોટા ઉદેપુર

92) આદિવાસી પરંપરા, વેશભૂષા, સંગીત અને નૃત્યના સંગમ સાથેનો હોળી પર્વ નિમિત્તેનો ઘેરનો મેળો ક્યાં ભરાય છે?

અ) કવાંટ         બ)  ભવનાથ

ક) દુધરેજ          ડ)  તરણેતર

93) શામળાજીમાં , મેશ્વો નદીને કાંઠે ભરાતા ભીલ અને ગરાસિયા આદિવાસીના મેળો ક્યારે ભરાય છે?

અ) ચૈત્ર  સુદ પૂનમ     બ) આસો વદ  અમાસ

ક) કાર્તિક પૂર્ણિમા      ડ)  ભાઈ બીજ

 94) ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ગુજરાતના જિલ્લામાં આવેલું છે?

અ) છોટા ઉદેપુર       બ) કચ્છ

ક)  વડોદરા              ડ) રાજકોટ

95)  નીચેનામાંથી  વિકલ્પ સાચો છે?

અ) બાર્ટન મ્યુઝિયમ -રાજકોટ

બ)  વોટસન મ્યુઝિયમ – ભાવનગર

ક) અ અને બ બન્ને વિકલ્પમાં શહેરોના નામ અરસપરસ બદલાવી દેવામાં આવે તો બન્ને જવાબ સાચા બને

ડ) બન્ને વિકલ્પ સાચા છે

96) સાબરકાંઠા જિલ્લાના, ગુણભાંખરી નામના સ્થળે સાબરમતી નદીના તટમાં કયો મેળો ભરાય છે?

અ) ઘેરનો મેળો     બ) ચિત્ર-વિચિત્ર મેળો

ક) ચુલનો મેળો      ડ)  ગોળ-ગધેડાનો મેળો

97) મંજીરા નૃત્યથી જાણીતા , નળકાંઠાના પઢારોની,  નીચેનામાંથી કઈ બાબત સત્યથી વેગળી છે?

અ) માછીમારી, ખેતમજૂરી અને નળસરોવરમાં નૌકા ચલાવવા સાથે સંકળાયેલ પધારો નળ સરોવરની આજુબાજુના ગામોમાં રહે છે.

બ) સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ બંન્ને જિલ્લાની સરહદોમાં પઢાર જાતિના ગામડાઓ આવેલા છે.

ક)  આનંદપુરના પઢારોએ દિલ્હીમાં ગણતંત્રદિવસના સમારોહમાં રાસ પ્રસ્તુત કર્યો હતો.

ડ)  સિંધ પ્રાંત માંથી આવેલા પઢારો દોરડા વણવાની અને જાળી ગૂંથવાની કળાના જાણકાર છે.

98) નીચેનામાંથી કઈ નૃત્ય કળા સૌરાષ્ટ્ર પ્રદેશ સાથે સઁકળાયેલ નથી?

અ) કાન-ગોપી     બ) રામામંડળ

ક) ગોફનૃત્ય         ડ)  મેરાયો

99) નીચેના પૈકી કયું વાજીંત્ર ભવાઈમાં વગાડવામાં આવતું નથી?

અ) નરઘુ        બ) સારંગી

ક) ભૂંગળ        ડ) કાંસીજોડા

100) નીચેના પૈકી કયું વાજીંત્ર ભજન સાથે જોડાયેલું નથી?

અ) જીવારી અને ભોણીયો       બ) કરતાલ

ક) નગારું                             ડ)  મંજીરા

…………………………………………………………………………………………………………………………………………………………………

                                                                                પ્રશ્ન ક્રમાંક 1 થી 100 ની પ્રોવિઝનલ આન્સર કી  

 1.  ડ)  : અ ,બ અને ક ત્રણેય સાચા
 2.  ક) : ત્રિજ્યા – ત્રણ મુખ
 3.  અ) : બાલાવબોધ
 4.  ક)  :  જર્મન પ્રવાસી મેન્ડેલ્સલો– ગુજરાતમાં પારસીઓની સામાજિકસ્થિતિ
 5.  અ) : અલ્લાઉદ્દીન ખીલજી
 6.  ક)  : શિકદાર   – ન્યાયની બાબતો સાથે સંકળાયેલ
 7.  અ)   વાંટા પદ્ધતિ
 8.  અ)   અહમદશાહ
 9.  ક)   હુમાયુ
 10.  ડ)    તેનું સ્મારક બૈજનાથ મુકામે આવેલ છે
 11.  ક)   મહેસુલ
 12.  અ) પૂંછી
 13. બ)   સંદેશાવ્યવહાર
 14. ક)    સિક્કા દિલ્હીની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા
 15. બ)   મુહરતની પોળ
 16. ક)    દરેક ભોજમાં, બ્રહ્મભોજન બાદજ સામાન્ય જન ભોજન ગ્રહણ કરી શકતા.
 17. અ) કચ્છમાં બનાવવામાં આવતા વિવિધ પ્રકારના વહાણો
 18. ક)    કલહી
 19. ક)   કિનખાબ, છીંટ, તારકસબ – ગુજરાતમાંથી નિકાસ થતી ગળીના પ્રકારો
 20. ક) અહુરબાની ની પારસીઓ પૂજા કરે છે
 21. ડ) વહાણો દ્વારા વ્યાપાર માટેની સ્પર્ધા
 22. અ) ડૉ. છોટુભાઈ નાયક
 23. અ) મિરાતે અહમદી
 24. ડ) બિમાહ, રબી-સીટ ,તોરાહ – અગિયારી
 25. અ)  બર્જેસ
 26.  બ) બીબીજીની મસ્જિદ
 27. બ) ટોડરમલ
 28. ક) જઝિયાવેરો, જળમાર્ગ પર મહેસુલ તેમજ રાહદારી વેરો ઉઘરાવવો
 29. બ) મિરાતે અહમદી
 30. અ) બક્ષી
 31. ડ)  ગ્રામીણ વિકાસ ખાતું
 32. ડ) મહોરના નામે ઓળખાતા ચાંદીના સિક્કા અજમેરની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા
 33. ક) ગળું
 34. અ) દીને ઈલાહી સવંત
 35. બ) મશરુકુવા
 36. ક) ગજ – અનાજ માટેનું તોલમાપ
 37. અ) હીરવિજય સુરી
 38. ક) રુસ્તમ માણેકશા
 39. અ) આતશ બેહરામ
 40. ક)  અકબર
 41. બ)  જ્ઞાનગીતા
 42. ડ)  દેવિચરિત
 43. બ)  ભુજ
 44. અ) મેન્ડેલ સ્લો
 45. ડ)  કાનફટ્ટા સંપ્રદાય
 46. અ)  નૃત્યકળા
 47. બ)  મરાઠા શાસકો
 48. અ) પેશ્વા અને ગાયકવાડ  વચ્ચે
 49. બ)   ફડણવીસ
 50. ક)    મૌજ
 51. ડ) કચ્છ
 52. ડ)   અ , બ , ક ત્રણેય બાબતોમાં
 53. બ)   માલ્કમ
 54. અ) મંદિરના પુજારીની પગાર આપી નિમણૂંક કરવી
 55. બ) ગવરીબાઈ
 56. ક) રણછોડજી અમરજી
 57. ડ) ચોમાસામાં જ વહેતી નદી, ગ્રામ્ય પ્રદેશમાં કુમારિકાના નામે ઓળખાય છે.
 58. ડ) અ ,બ ક  ત્રણેય
 59. ક)  પારસીઓનું ગુજરાતમાં આગમન પાંચમી સદીમાં થયુ.
 60. અ) મૈત્રક શાસન
 61. ડ) મીનળદેવીના સમયમાં ગુજરાતની રાજધાની ધોળકા બની હતી.
 62. ક) 25 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદાબાદનો પાયો નંખાયો.
 63. બ) હૌજે-કુતુબ (કાંકરિયું)
 64. ક) અહમદાબાદ
 65. બ) ખુર્રમ
 66. અ) થોમસ હર્બર્ટ
 67. બ) થોમસ ગોડાર્ડ
 68. ક) સલબાઈની સંધિ
 69. બ)  પુનાની સંધિ
 70. બ) ઘી
 71. બ) મોહમ્મદ બેગડો
 72. ક) એબિસિનિયા
 73. અ) ઈશરતખાન
 74. ડ)  જૂનાગઢમાં છેલ્લો સુલતાન મોહમ્મદ બેગડો હતો.
 75. ક) લાકડું  –  રા’નવઘણ
 76. અ) અશોક દ્વારા સુદર્શન તળાવના નિર્માણ સમયે આ રાજઆજ્ઞાઓ મુકવામાં આવી હતી
 77. ડ) ચાંપાનેર
 78. બ) રાની સિપ્રીની મસ્જિદ
 79. અ) જૂનાગઢ
 80. ક) ભુજ
 81. બ)  દરરોજના એક લાખ યાત્રાળુઓ અહીંથી નીકળતા હોવાથી નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે.
 82. ડ) શાહ જહાન
 83. ડ) કેવડા મસ્જિદ
 84. અ) આઝમ અને મુવાઝમ
 85. બ) ભુજ
 86. ક) સિધ્ધરાજ જયસિંહના સમયથી મોઢેરાના સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે.
 87. ડ)  દેવગઢ બારીયા
 88. બ) દાહોદ
 89. ક)  પિથોરા કળા દાહોદ જિલ્લામાં પ્રચલિત છે.
 90. બ) વારલી ચિત્રકળા
 91. અ) ડાંગ
 92. અ) કવાંટ
 93. ક) કાર્તિક પૂર્ણિમા
 94. બ) કચ્છ
 95. ક) અ અને બ બન્ને વિકલ્પમાં શહેરોના નામ અરસપરસ બદલાવી દેવામાં આવે તો બન્ને જવાબ સાચા બને
 96. બ) ચિત્ર-વિચિત્ર મેળો
 97. ક)  આનંદપુરના પઢારોએ દિલ્હીમાં ગણતંત્રદિવસના સમારોહમાં રાસ પ્રસ્તુત કર્યો હતો.
 98. ડ)  મેરાયો
 99. બ) સારંગી
 100. ક) નગારું

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 2

The States

The States

જામનગરના જામસાહેબ ખુબ જ મહત્વકાંક્ષી હતા, જામસાહેબ દ્વારા જામ-જૂથ યોજના અમલમાં મુકવામાં આવી. જામ જૂથ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના પચાસ રજવાડા જોડાઈને એક ફેડરલ ફ્રન્ટ (જામ જૂથ) બનાવવાની કોશિશ કરાઈ.સરદાર પટેલ અને ઉછરંગરાય ઢેબર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જામસાહેબની યોજના આ રજવાડાઓને સંગઠિત કરી એક સાર્વભૌમ સત્તા બનાવવાની હતી પરંતુ માઉન્ટ બેટન દ્વારા પ્રતિસાદ ન મળ્યો જેથી પડતી મૂકી અંતે ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.
સૌરાષ્ટ્રના આ નાના મોટા રજવાડાઓને ભેગા કરી 15 ફેબ્રુઆરી 1948 ના દિવસે જામનગર ના લાલ બંગલામાં એક સંઘ બનાવવામાં આવ્યો જેને નામ અપાયું ” યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કાઠીયાવાડ” જે પછી થી ઓળખાયું “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર” . આમ સૌરાષ્ટ્રને ભારતીય સંઘ માં 15 એપ્રિલ 1948 ના દિવસે ભેળવી દેવામાં આવ્યું અને તેને B પ્રકારનું રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ બનાવવામાં આવી અને તેના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું ઉછરંગરાય ઢેબરે. બળવંતરાય મેહતા સૌરાષ્ટ્ર રાજ્યના ઉપ-મુખ્યમંત્રી હતા. જામનગરના રાજવી દિગ્વિજયસિંહને રાજપ્રમુખ અને ભાવનગરના રાજવીને ઉપરાજ પ્રમુખ બનાવવામાં આવ્યા.

સૌરાષ્ટ્ર ના પાંચ જીલ્લા હતા, ( અમરેલી મુંબઈ રાજ્યમાં આવતું હતું)

1) હાલાર ( અત્યારનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લો )
2) ઝાલાવાડ ( સુરેન્દ્રનગર જીલ્લો)
3) સોરઠ ( અત્યારનો જુનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લો)
4) ગોહિલવાડ ( ભાવનગર જીલ્લો)
5) મધ્ય સૌરાષ્ટ્ર ( અત્યારનો રાજકોટ અને મોરબી જીલ્લો)

આમ , 1948 થી 1956 સુધી સૌરાષ્ટ્ર એક અલગ રાજ્ય તરીકે પ્રસ્થાપિત રહ્યું, 1956 થી 1960 સુધી તે બૃહદ મુંબઈ અંતર્ગત આવ્યું અને 1960 થી ગુજરાત રાજ્યનું અભિન્ન અંગ બન્યું।

9 નવેમ્બર 1947 જુનાગઢ ભારતીય સંઘમાં જોડાયું
15 જાન્યુઆરી 1948 ભાવનગર ભારતીય સંઘમાં જોડાયું
15 એપ્રિલ 1948 ના દિવસે જુનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, પાલીતાણા, વાંકાનેર, વાડિયા, ધાંગધ્રા, લાઠી, કોટડા-સાંગાણી જેવા રાજ્યો સાથેનો સંઘ ભારતીય સંઘમાં જોડાઈ “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર ” બને છે.

કચ્છના ભારતીય સંઘ સાથેના જોડાણ વિષે વાત કરીએ તો 4 મે 1948 ના દિવસે કચ્છનું જોડાણ મહારાવ મદનસિંહ દ્વારા ભારતમાં કરવામાં આવ્યું। કચ્છને ભારતીય સંઘ માં C રાજ્યનો(કેન્દ્ર શાસિત પ્રદેશ) દરજ્જો આપવામાં આવ્યો. 1956 માં કચ્છને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું અને 1960 માં તે ગુજરાતનું અભિન્ન અંગ બન્યું.

હવે જોઈએ વડોદરા રાજ્યનો ભારતીય સંઘ સાથેના વિલીનીકરણનો ઈતિહાસ
વડોદરા રાજ્યમાં ગાયકવાડ રાજવીઓ દ્વારા શાસન કરવામાં આવતું હતું, ભારતની સ્વતંત્રતા સમયે વડોદરામાં રાજ્યશાસનની ધુરા પ્રતાપસિંહરાવ ગાયકવાડ પાસે હતી. વડોદરામાં પ્રજામંડળની આગેવાની જીવરાજ મેહતા દ્વારા લેવામાં આવી હતી. 1 મે 1949 ના દિવસે પ્રતાપસિંહ રાવ દ્વારા વડોદરા રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવા માટેની સંમતિ આપવામાં આવી. વડોદરા રાજ્યને આજ દિવસે મુંબઈ પ્રાંતમાં ભેળવવામાં આવ્યું, 1 મે 1960ના દિવસે વડોદરા ગુજરાત રાજ્યનું એક અભિન્ન અંગ બન્યું.

આમ સૌરાષ્ટ્ર B પ્રકારનું રાજ્ય બન્યું , કચ્છ C પ્રકારનું રાજ્ય બન્યું અને બાકીનું ગુજરાત મુંબઈ પ્રાંતનો ભાગ બન્યુ. 1956માં બધાજ પ્રાંતોને દ્વિભાષી મુંબઈ પ્રાંતમાં ભેળવી દેવામાં આવ્યા જે 1960 સુધી મુંબઈનો ભાગ બની રહ્યા.

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 1

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 1

ગુજરાતનો રાજકીય ઈતિહાસ ખુબ જ રસપ્રદ અને આરોહ અવરોહવાળો છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં બીલીપત્રના ત્રણ પાંદડાનો સમાવેશ થાય છે જે છે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ અને આ ત્રણેય પર્ણનો રાજકીય ઈતિહાસ સમજવા માટે આપણે થોડાક વધારે ઊંડા ઉતરવું પડશે. પહેલા ગુજરાતના રાજકીય ઈતિહાસને આપણે વિભિન્ન ભાગમાં વહેંચી નાખીએ

" Courtyard of Nawab of Junagadh"

” Courtyard of Nawab of Junagadh”

1) રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત ( 1948 થી 1956 )
2) બૃહદ મુંબઈ અંતર્ગત સમગ્ર ગુજરાત ( 1 નવેમ્બર 1956 થી 30 એપ્રિલ 1960           સુધી)
3) મહાગુજરાતનું આંદોલન અને વર્તમાન ગુજરાતની રચના ( 1 મે 1960 ભાષા             આધારિત)

 

 

 

 

તો હવે આપણે જોઈએ આઝાદીના સમયે ગુજરાતની રાજકીય સ્થિતિ.15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતે આઝાદી મેળવી અને ત્યારે ગુજરાત વહેંચાયેલું હતું નીચે પ્રમાણે ,

સૌરાષ્ટ્ર અને તેમાં આવેલા નાના મોટા 222 રજવાડા (ગુજરાતમાં કુલ 350 રજવાડા)
કૃષ્ણકુમારસિંહજીના શાસન તળે ભાવનગર રાજ્ય
મહોબતખાનના શાસન તળે જુનાગઢ રાજ્ય
પ્રતાપસિંહ ગાયકવાડ ના શાસન તળે વડોદરા રાજ્ય
મહારાવના શાસન તળે કચ્છ
દિગ્વીજયસિંહના શાસન તળે જામનગર
મયુરધ્વજસિંહના શાસન તળે ધાંગધ્રા
રસુખખાનના શાસન તળે પાલનપુર
(ભારતના રજવાડાના એકત્રીકરણ નું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ, વી.પી. મેનન અને વી. શંકર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.)

કૃષ્ણકુમારર્સિંહજીએ ભાવનગરમાં સ્વતંત્ર રાજ્યની રચના કરી અને તેના મુખ્યમંત્રી બન્યા બળવંતરાય મહેતા ( 15 જાન્યુઆરી 1948) એજ પ્રમાણે પ્રતાપસિંહરાવ વડોદરા છોડી બ્રિટન ચાલ્યા જતા જીવરાજ મહેતા વડોદરાના મુખ્યમંત્રી બન્યા. સમગ્ર સૌરાષ્ટ્રના નાનામોટા રાજ્યોનું એકત્રીકરણ કરવામાં આવ્યું. જોકે વડોદરા જુન 1949 થીજ મુંબઈ રાજ્યનો એક ભાગ બની જાય છે. સૌરાષ્ટ્ર મુખ્યત્વે પાંચ જીલ્લામાં વહેંચાયેલું હતું જેમકે 1) હાલાર 2) ઝાલાવાડ 3) સોરઠ 4)ગોહિલવાડ 5) મધ્ય સૌરાષ્ટ્ર, આમ સમગ્ર સૌરાષ્ટ્ર ને એકત્રિત કરી B રાજ્ય અંતર્ગત મુકવામાં આવ્યું . સૌરાષ્ટ્રનો એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકાર 15 ફેબ્રુઆરી 1948 ના રોજ કરવામાં આવ્યો. રાજધાની તરીકે રાજકોટ હતી અને મુખ્યમંત્રી તરીકે ઉછરંગરાય ઢેબર દ્વારા શપથ લેવાયા. મહારાવ ના શાસન તળેનું રાજ્ય કચ્છ, 4 મે 1948 ના રોજ મહારાવની માંગણીને ધ્યાને લઇ કેન્દ્રશાસિત પ્રદેશ ( C પ્રકારનું રાજ્ય) ઘોષિત કરવામાં આવ્યું. જુનાગઢનો સમાવેશ જાન્યુઆરી 1949 માં સૌરાષ્ટ્ર અંતર્ગત કરવામાં આવ્યો.

સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી તરીકે 1956 સુધી બે વ્યક્તિઓ સેવા આપે છે ઉછરંગરાય ઢેબર અને રસિકલાલ પરીખ. આમ ગુજરાતનો રાજકીય ઈતિહાસ સમજવા માટે થોડુંક ઊંડું ઉતરવું પડે તેમ છે.સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના નાના મોટા રજવાડાઓનું એકત્રીકરણ કેવી રીતે થયું તેના વિષેની વાત કરીએ. સૌરાષ્ટ્રના રજવાડાઓમાં કેટલાક રજવાડા ખુબજ પ્રગતિશીલ હતા જેમકે ભાવનગર રાજ્ય કે જેમા કૃષ્ણકુમારસિંહજી રાજા હતા અને પ્રભાશંકર પટ્ટણી જેવા દિવાન હતા. આ રાજ્યમાં 1941 થી ધારાસભા હતી. રાજકોટ, પાલીતાણા, વાંકાનેર, લાઠી, કોટડા-સાંગાણી જેવા રાજ્યોમાં પ્રતિનિધિસભા પણ હતી. જુનાગઢમાં નવાબ મહોબતખાન શાસન કરતા હતા તેના વજીર શાહનવાઝખાન ભુટ્ટો હતા. ભારતના એકીકરણ વખતે મુખ્યત્વે ત્રણ રાજ્યોનો પ્રશ્ન ઉદભવ્યો હતો તેમાં જમ્મુ-કશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. જુનાગઢમાં બહુમતી પ્રજાની ઈચ્છા ભારત સાથે જોડાવાની હતી તેને અવગણીને મહોબતખાન દ્વારા તેનું જોડાણ પાકિસ્તાન સાથે કરી દેવામાં આવ્યુ. જૂનાગઢની સાથે સાથે માણાવદર દ્વારા પણ પાકિસ્તાન સાથે જોડાવાનો પોતાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો.
જુનાગઢ તાબાના બાબરીયાવાડ અને માંગરોળ દ્વારા ભારત સરકાર સાથે કરાર કરવામાં આવ્યા. જૂનાગઢની પ્રજાના રક્ષણ માટે મુંબઈમાં માધવબાગ ખાતે કાઠીયાવાડ રાજકીય પરિષદ મળી જેના દ્વારા આરઝી હુકુમતની સ્થાપના કરવામાં આવી અને 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે જુનાગઢ હાઉસનો કબ્જો લેવાયો. આરઝી હુકુમત અંતર્ગત જૂનાગઢનો વહીવટ રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવ્યો ( જુનાગઢ હાઉસમાંથી). આરઝી હુકુમત અંતર્ગત જુનાગઢના સરનશીન ( વડાપ્રધાન ) તરીકે શામળદાસ ગાંધી ને અને કમાન્ડર ઇન ચીફ તરીકે રતુભાઈ અદાણીને ઘોષિત કરવામાં આવ્યા. જુનાગઢનો નવાબ પાકિસ્તાન ભાગી જતા શાહનવાઝ ભુટ્ટો દ્વારા સૌરાષ્ટ્રના કમિશનર એન. એમ. બુચને પત્ર લખી જૂનાગઢનો કબ્જો લેવા માટે કહેવામાં આવ્યું. નવેમ્બરમાં જૂનાગઢનો કબ્જો લેવાયો, ત્યારબાદ તેને ભારતમાં ભળવા માટેનો પ્રજામત લેવામાં આવ્યો જેના અનુસાર 1,90,870 જેટલા લોકોએ ભારત સાથેના જોડાણને સ્વીકાર્યું અને માત્ર 91 મત પાકિસ્તાનની તરફેણમાં પડ્યા. આમ જુનાગઢ, બાબરીયાવાડ, બાંટવા, માંગરોળ વગેરેને ભારતસંઘમાં ભેળવવામાં આવ્યા.આરઝીહુકુમતની રચનાથી માંડી જુનાગઢના ભારત સાથેના જોડાણની સમગ્ર પ્રક્રિયાને ઓપ આપનાર ગુજરાતીઓમાં સમાવિષ્ઠ થાય છે શામળદાસ ગાંધી, દુર્લભજી ખેતાણી, રતુભાઈ અદાણી, બળવંતરાય મેહતા, સુરગભાઇ વરુ, મણીલાલ દોશી વગેરે.

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 2

મહિલાઓની સેવા માટે ‘સેવા’ ના સ્થાપક : ઇલાબેન ભટ્ટ

સ્વાશ્રયી મહિલા સેવા સંઘ એટલેકે SEWA ( Self Employed Women Association) ના સ્થાપક ઇલાબેન ભટ્ટ; મેગ્સેસે એવોર્ડ ( 1977) અને રાઇટ લાઇવલી હુડ ( 1984) જેવા અંતરાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત પદ્મશ્રી ( 1985) અને પદ્મભૂષણ ( 1986) જેવા સન્માનો પણ મેળવી ચુક્યા છે. ઇલાબેન માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશનું ગૌરવ છે.

gujarati woman

Founder of SEWA for Women’s seva

અંગ્રેજી વિષય સાથે બી.એ. તેમજ એલ.એલ.બી. થયેલ ઇલાબેન, મજુર મહાજન સંઘ માં પ્રવૃત્તિ દરમિયાન ગુજરાતની શ્રમજીવી મહિલાઓની સમસ્યાઓથી પરિચિત થયા અને નિર્માણ થયું એક વ્યવસાયિક મહિલાઓના સંગઠનનું જેનું નામ છે “સેવા”. સમયની સાથે સેવાની પ્રવૃત્તિ દેશભરમાં વિસ્તરી અને દક્ષિણ આફ્રિકામાં તેની ભગીની સંસ્થા “સેવુ” નો જન્મ થયો. સેવામાં અંદાજીત દશ લાખથી પણ વધારે મહિલા સભ્યો છે અને તે દેશનું સૌથી મોટું કામદાર મંડળ છે.
ઇલાબેને ‘વિશ્વ મહિલા બેંક’ , ‘વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’ માં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ, નાતાલ અને સયાજીરાવ ગાયકવાડ જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનીવર્સીટી દ્વારા ઇલાબેનને ડોકટરેટની માનદ ઉપાધી એનાયત કરવામાં આવેલ છે. ઇલાબેનના કેટલાક પુસ્તકો જેવાકે ‘શ્રમ શક્તિ ‘, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’ , અને ‘વી આર પુઅર બટ સો મેની’ માં તેમની વૈચારિક પરિપક્વતા અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નારી સશક્તિકરણ માટેના પ્રયત્નો દ્રષ્ટિગોચર થાય છે.
સેવામાં ‘વિડીઓ સેવા’ અને ‘કોમ્યુનીટી રેડીઓ (રુડીનો રેડીઓ)’ દ્વારા મહિલાઓ ને કામ કરવાના પ્રશિક્ષણ ઉપરાંત જીવનના એક અલગજ આયામનું માર્ગદર્શન આપવામાં આવે છે જે મહિલાઓના વ્યક્તિત્વ વિકાસ માં યોગ્ય ભૂમિકા ભજવે છે. નેલ્સન મંડેલા દ્વારા સ્થાપિત ‘ ધ એલ્ડરસ’ સાથે ઇલાબેન ભટ્ટ જોડાયા અને બાળ લગ્ન અટકાવવાની ઝુંબેશ ને પ્રોત્સાહન આપ્યું. વર્તમાનમાં ઇલાબેન ગાંધી વિદ્યાપીઠમાં પોતાની સેવા આપી રહ્યા છે.

ચંદાબહેન શ્રોફ

પંચાયતી રાજ વ્યવસ્થા – 4

મિત્રો આપણે આગળના અભ્યાસમાં જોયુંકે ભારતના પરિપ્રેક્ષમાં પંચાયતીરાજ શું છે? તેનું ઐતિહાસિક મહત્વ શું છે? ગ્રામ્ય સંસ્કૃતિ એક સ્વાયત્ત એકમ તરીકે ભારતીય સામાજીક-આર્થિક વ્યવાસ્થામાં કેવી રીતે ધબકે છે? અને ખરેખરા અર્થમાં ગ્રામ્ય વ્યવસ્થા પોતાની રીતે જ પોતાના પ્રશ્નોને હલ કરતી આવેલ છે તેને થોડાક સુધારા-વધારા સાથે આપણે પંચાયતીરાજ વ્યવસ્થા અંતર્ગત કેવી રીતે મનુષ્ય વિકાસના માધ્યમ તરીકે નવપલ્લવિત કરી.

અહીં બંધારણના 73માં સુધારાની ( 1992) મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરવો અનિવાર્ય બની જાય છે.

(1) ગ્રામ, જીલ્લા, તાલુકા કક્ષાએ સ્વાયત્ત એવા ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના
(2) ગ્રામ,જીલ્લા, તાલુકા કક્ષાએ પછાત વર્ગના ઉત્થાન માટે “સામાજિક ન્યાય સમિતિ” નું ગઠન ( કુલ પાંચ સભ્યો માંથી મહિલા અને    વાલ્મીકી સમાજ માંથી એક-એક ફરજીયાત)
(3) જીલ્લા કક્ષાએ શિક્ષણ સમિતિ અને અપીલ સમિતિની રચના
(4) સ્વતંત્ર નાણાપંચ અને ચુંટણીપંચ
(5) અનુસુચિત જાતિ (વસ્તીના આધારે અનામત ) , અનુસુચિત જનજાતિ (વસ્તીના આધારે અનામત ) , સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (10 ટકા અનામત) તેમજ મહિલાઓ ( 1/3 બેઠકો અનામત જે હાલમાં 1/2 કરાયેલ છે.) માટે અનામત દ્વારા રાજકીય ભાગીદારી.
(6) રાજ્ય કક્ષાએ વિકાસ કમિશ્નર તંત્ર , જીલ્લા કક્ષાએ જીલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજનાઓના અમલીકરણ માટેનું માળખું
(7) રાજ્ય કાઉન્સિલની રચના જેમાં પંચાયત મંત્રી અધ્યક્ષ અને જીલ્લા પંચાયતના પ્રમુખો સભ્ય
(8) કર્મચારીઓની ભરતી માટે “પંચાયત સેવા પસંદગી બોર્ડ” ની રચના
(9) ધારાસભ્ય અને સંસદસભ્ય સલંગ્ન પંચાયતમાં કાયમી નિમંત્રિત સભ્ય
(10) સ્થાનિક નિધિ અને ઉપકારો નાખવાના અધિકાર
(11) ગ્રામ્ય પંચાયત માટેની મહત્તમ વસ્તી મર્યાદા 10,000 થી વધારી 15,000 કરવામાં આવી
(12) તાલુકા પંચાયતમાં 1 લાખની વસ્તી માટે 15 બેઠકો અને વધારાની 25,000 ની વસ્તી દીઠ 2 બેઠકો
(13) જીલ્લા પંચાયતમાં 4 લાખની વસ્તી માટે 17 સભ્યો અને વધારાની 1 લાખની વસ્તી દીઠ 2 બેઠકો
(14) ગ્રામ્ય કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ :સામાજિક ન્યાય સમિતિ , પાણી સમિતિ (સભ્ય સંખ્યા :5)
(13) તાલુકા કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ : કારોબારી સમિતિ , સામજિક ન્યાય સમિતિ ( સભ્ય સંખ્યા : 9)
(14) જીલ્લા કક્ષાએ બનવાની પડતી સમિતિઓ : કારોબારી સમિતિ ,શિક્ષણ સમિતિ ( સભ્ય સંખ્યા : 9); સામજિક ન્યાય સમિતિ , જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, વીસ મુદ્દા અમલીકરણ સમિતિ, ઉત્પાદન- સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાલકલ્યાણ યુવા પ્રવૃત્તિ સમિતિ ( સભ્ય સંખ્યા :5)

પંચાયતીરાજ – 1
પંચાયતીરાજ – 2
પંચાયતીરાજ – 3