ગુજરાત : ટેસ્ટ પેપર : 2​

1) સાબરમતી નદીના કિનારે આવેલા, માતૃતીર્થ અને શ્રી-સ્થળ તરીકે જાણીતા એવા સિદ્ધપુરમાં સ્થાપિત રુદ્રમહાલયના દર્શન કરતી વેળાએ તેના નિર્માણ અને પુનઃ નિર્માણ સાથે સંકળાયેલ નીચેના પૈકી કયા રાજવીઓને યાદ કરી શકાય?

અ) ચાલુક્ય મૂળરાજ અને ચાલુક્ય ભીમદેવ પ્રથમ બ) ચાલુક્ય મૂળરાજ અને સિદ્ધરાજ જયદેવ
ક) સિદ્ધરાજ જયસિંહ અને ચાલુક્ય ભીમદેવ દ્વિતીય ડ) ચાલુક્ય મૂળરાજ અને ચાલુક્ય કર્ણદેવ

2) શ્રી-સ્થળી (સિદ્ધપુર) નામની પૌરાણિક ગુર્જરનગરીનો ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે?

અ) સ્કંદ પુરાણ બ) વાયુ પુરાણ
ક) ગરુડ પુરાણ ડ) શિવ પુરાણ

3) સિદ્ધપુર માં કઈ સુપ્રસિદ્ધ વાવ આવેલી છે?

અ) માનસરોવર બ) હરિરની વાવ
ક) અમૃત વર્ષિણી વાવ ડ) જ્ઞાનવાપી વાવ

4) માતૃહત્યાના પાપ નિવારણ માટે નીચના પૈકી કોણે બિંદુ સરોવરમાં સ્નાન કર્યું હતું?

અ) નારદ મુનિ બ) મહર્ષિ અત્રિ
ક) મહર્ષિ પરશુરામ ડ) ઋષિ જમદગ્નેય

5) દેવોના સ્થપતિ તરીકે કોણ ઓળખાય છે ?

અ) વિશ્વકર્મા બ) કુબેર
ક) બ્રહ્મા ડ) વૈશંપાયન

6) રુદ્ર મહાલયના પુનઃનિર્માણના સમયે, રાજા જયસિંહદેવે; ભૂમિ ચકાસણીની વિધિ સંપન્ન કરવા માટે નીચેના પૈકી,કોને નિમંત્ર્યા હતા?

અ) મહારાજ શ્રી શીલભદ્રસૂરિજી બ) શ્રી મમ્મટ જી
ક) શ્રી ઉદ્ધડ જોષીજી ડ) આચાર્ય શ્રી હેમચંદ્રજી

7) ચાલુક્ય શાસન દરમિયાન,સિદ્ધરાજ જયસિંહદેવના રાજછત્ર તળે, સોમપુરા શિલ્પીઓ દ્વારા આનર્ત પ્રદેશમાં નીચેના પૈકી કયા બે સ્થળે ઓઘડ જોષીજીની સૂચના અનુસાર શિવપંચાયતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું?

અ) સોખડા , આસુડા દેવડા બ) વાયડ , કઠલાલ
ક) આથમેર , ખંડોસણ ડ) મોઢેરા, દાવડ

8) આનર્તપુર / આનંદપુર / ચમત્કારપુર એટલેકે વડનગરમાં,અર્જુનબારી પાસે ; નાગર બ્રાહ્મણોના કુળદેવતાનું કયું મંદિર આવેલું છે?

અ) શ્રી વિષ્ણુજીનું મંદિર બ) ભગવાન હાટકેશ્વરનું મંદિર
ક) શિવનાગરનું મંદિર ડ) ભગવાન લકુલીશનું મંદિર

9) સમેરા તળાવ નીચેના પૈકી કયા શહેરમાં આવેલું છે?

અ) પાટણ બ) સિદ્ધપુર
ક) વડનગર ડ) મહેસાણા

10) સૌરાષ્ટ્રના કયા પર્વતીય વિસ્તારમાં એંશી જેટલી પ્રાચીન ગુફાઓ આવેલી છે કે જે કાળાન્તરે બૌદ્ધ સાધુઓ દ્વારા પ્રાણાયામ માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી?

અ) સણા નો ડુંગર વિસ્તાર બ) બરડો ડુંગર વિસ્તાર
ક) સતિયાદેવ ડુંગર વિસ્તાર ડ) સરધારનો ડુંગર વિસ્તાર

11) વડનગરમાં શામળશાહની ચોરી ક્યાં આવેલ છે?

અ) બિંદુ સરોવરને કાંઠે બ) શર્મિષ્ટા તળાવને કાંઠે
ક) માનસરોવરને કાંઠે ડ) ગોપી તળાવને કાંઠે

12) સપ્તમાતૃકામાં સાત દેવીઓ પૈકીની ચાર દેવીઓ ; બ્રહ્માણી, વૈષ્ણવી, માહેશ્વરી, કૌમારી ઉપરાંત બાકીની ત્રણ દેવીઓમાં નીચેનામાંથી કઈ દેવીનો સમાવેશ પૌરાણિક કાળમાં નહતો થતો?

અ) વારાહી બ) ઈંદ્રાણી
ક) ચામુંડા ડ) અંબા

13) વિષ્ણુના દસ અવતાર, રુદ્રના અગિયાર અવતાર અને સૂર્યના બાર અવતાર ને ગુજરાતના સ્થાપત્યમાં કંડારાયેલ જોઈ શકાય છે. તેજ રીતે માતૃદેવીના કેટલા સ્વરૂપોને ગુજરાતના પથ્થરના સ્થાપત્યમાં સ્થાન મળ્યું છે?

અ) સાત બ) નવ
ક) ત્રણ ડ) પાંચ

14) લોકનૃત્ય “મટુકડી” તેમજ લોકગીત ” ગજીયો મુંજો ” ગુજરાતના કયા પ્રદેશની સંસ્કૃતિને ઉજાગર કરે છે?

અ) ભાલ પંથક બ) ગોહિલવાડ
ક) કચ્છ ડ) હાલાર પંથક

15) હિન્દુ – મુસ્લિમ એકતાનું પ્રતિક એવી કઈ દરગાહ કચ્છમાં આવેલી છે?

અ) હાજીપીરની દરગાહ બ) શાહઆલમની દરગાહ
ક) મીરાદાતારની દરગાહ ડ) વલીશાહની દરગાહ

16) કચ્છ જીલ્લાનું કયું ગામ હેરીટેજ વિલેજનો દરજ્જો પામ્યું છે?

અ) તેરા બ) બળદિયા
ક) ભુજૉડી ડ) અબડાસા

17) સેલોર વાવ ક્યાં આવેલી છે?

અ) ભુજ બ) ધોળાવીરા
ક) તેરા ડ) ભુજૉડી

18) કચ્છમાં જોવા મળતા રામાયણના પ્રસંગો પાર આધારિત ભિંતચિત્રો કઈ શૈલીમાં બનેલ છે?

અ) ભુજૉડી શૈલી બ) ક્માંગરી શૈલી
ક) રોલગોલ શૈલી ડ) મધુબની શૈલી

19) કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ પશુમેળો ભરાય છે?

અ) બળદિયા બ) ખદીર
ક) હુડકો ડ) નારાયણ સરોવર

20) ગુજરાતમાં ભેંસની કઈ જાતને , “ઈંડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલચરલ રિસર્ચ ” દ્વારા, દૂધના ઉત્પાદન માટે ઉત્તમ માનવામાં આવેલ છે?

અ) બન્ની બ) મહેસાણી
ક) જાફરાબાદી ડ) મુરા

21) કચ્છની સ્ત્રીઓ કાનમાં શું પહેરે છે?

અ) ઝોલા બ) તોડીયાં
ક) કુંડળ ડ) ગોખરુ

22) લોક-કલાકારને તેના પ્રદેશ સાથે સરખાવો.

ક) ગમન સાંથલ 1) સૌરાષ્ટ્ર
ખ) રતનશી વાઘેલા 2) ઉત્તર ગુજરાત
ગ) મણિરાજ બારોટ 3) મધ્ય ગુજરાત
ઘ) ઓસમાણ મીર 4) કચ્છ

અ) ક – 4 , ખ – 1, ગ – 2, ઘ – 2 બ) ક – 4, ખ – 3, ગ – 2, ઘ-1
ક) ક- 4 , ખ – 1 , ગ – 2 , ઘ – 4 ડ) ક- 3, ખ- 1, ગ -2, ઘ – 4

23) નીચેનામાંથી ખોટો વિકલ્પ જણાવો.

અ) અંગ્રેજ પ્રજાએ સૌ પ્રથમ વ્યાપારી મથક સુરત મુકામે સ્થાપ્યું
બ) ડચ પ્રજાએ, વ્યાપારી પ્રજા તરીકે સુરતમાં 130 વર્ષ સુધી વસવાટ કર્યો તેના વ્યાપારમાં ગળી, સુતરાઉ કાપડ અને યાર્નનો સમાવેશ થાય છે.
ક) ડચ કબ્રસ્તાન ( ડચ સમેટરી) , સુરતમાં આવેલ સ્થાપત્યનો ઉચ્ચતમ નમૂનો છે.
ડ) ડચ,અંગ્રેજ,ફ્રેંચ અને પોર્ટુગીઝ એમ ચાર યુરોપિયન પ્રજાએ સુરતમાં વ્યાપારી થાણા સ્થાપ્ય, પરંતુ આર્મેનિયમ પ્રજાએ સુરતમાં વસવાટ કર્યો ન હતો.

24) ભારતના પ્રવેશદ્વાર અને સાંસ્કૃતિક પાટનગર તરીકે કયું શહેર ઓળખાતું હતું?

અ) વડનગર બ) પાટણ
ક) સોમનાથ ડ) સુરત

25) સુરતમાં વિકસેલ ઝરી ઉધોગમાં, શાનો ઉપયોગ ઝરી બનાવવામાં થાય છે?

અ) ચાંદી, રેશમ બ) ચાંદી , પિત્તળ
ક) તાંબુ, નિકલ ડ) એલ્યુમિનિયમ , પોલીથીન

26) ગુજરાતમાં માતૃશક્તિની પૂજા કયા રાજ્ય-શાસનકાળ દરમિયાન વધારે પ્રચલિત બની હતી?

અ) ચાલુક્ય વંશીય શાસનકાળ બ) મૈત્રક વંશીય શાસનકાળ
ક) ચાપોત્કટ વંશીય શાસનકાળ ડ) ગારલુક વંશીય શાસનકાળ

27) પુસ્તક “ગુજરાતનું મૂર્તિવિધાન” ના લેખકનું નામ જણાવો.

અ) હરિલાલ ગૌદાની બ) પ્રાણલાલ એદલજી ડોસા
ક) કનૈયાલાલ માણેકલાલ મુન્શી ડ) કનૈયાલાલ ભાઈશંકર દવે

28) ગુજરાતમાં જોવા મળતા પાણીના કુંડ અને તેના પ્રકાર અનુસાર જોડકા જોડો.

ક ) ભદ્રક ( ચોરસ) 1) સૂર્યકુંડ (મોઢેરા)
ખ) સુભદ્રક ( આઠ ખૂણા) 2) શિવકુંડ (કર્પટવણજ)
ગ) નંદાખ્ય ( સોલ ખૂણા ) 3) માનસરોવર ( બહુચરાજી)
ઘ) પરીઘ (ગોળાકાર) 4) નવઘણ કુંડ ( જુનાગઢ)

અ) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4 બ) ક – 3 , ખ – 2 , ગ – 1 , ઘ – 4
ક ) ક – 4 , ખ – 3 , ગ – 2 , ઘ – 1 ડ ) ક – 2 , ખ – 4 , ગ – 3 , ઘ – 1

29) નીચેના પૈકી કયું આયુધ ભગવાન શિવ સાથે જોડાયેલું છે?

અ) ગદા બ) ચક્ર
ક) ખટવાંગ ડ) પરશુ

30) દયાશ્રયઃ ગ્રંથના રચયિતાનું નામ જણાવો.

અ) હેમચંદ્રાચાર્ય બ) મેરુતુંગ
ક) કાલિદાસ ડ) શીલગુણસૂરિ

31) જૈન વ્યાપારીઓને ખેર રાજ્પુતોના અત્યાચારમાંથી છોડાવવા કાજે મૃત્યુને ભેટનાર રુકનશાની દરગાહ ક્યાં આવેલી છે?

અ) વડનગર બ) ખેરાલુ
ક) આદિલાબાદ ડ) મુસ્તુફાબાદ

32) ગુજરાતમાં સૌથી પ્રાચીન કુંડવાવ ક્યાં આવેલી છે?

અ) આખજ બ) ઉમતા
ક) પીલુન્દ્રા ડ) શ્રી માડીવાસ , ખેરાલુ

33) નીચેના પૈકી કઈ દેવી આર્ય પરંપરામાં સૌમ્યદેવી તરીકે સ્થાન પામેલ નથી?

અ) સર્વમંગળા બ) અન્નપૂર્ણા
ક) કાલિકા ડ) સુલેશ્વરી

34) નીચેના ચાર પૈકી કયું તથ્ય મોહરીક ( મોઢેરા) ના સૂર્યમંદિર સાથે સંલગ્ન નથી?

અ) તેની બાંધણી હેલેનીક પ્રકારની છે બ) તે ધર્મારણ્ય પ્રદેશમાં પુષ્પાવતી નદીને કિનારે આવેલું છે
ક) તેના બાંધકામની તિથી સવંત 1083 છે ડ) વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા અને સૂર્યદેવની વાર્તા તેની સાથે જોડાયેલી છે

35) યક્ષરાજ ( ધનન્દ / કુબેર) નું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે?

અ) મોટપ બ) વડથલ
ક) એંઠોર ડ) અડાલજ

36) ઉત્તર-ગુજરાતની પ્રાદેશીક ઓળખાણ એવી “કુલેર” કે જે નાગપાંચમ અને શીતળા સાતમમાં વાનગી તરીકે બનાવવામાં આવે છે, તે શામાંથી બને છે?

અ) ગોળ,ઘી, ચણાનો લોટ બ) ગોળ અને તલનું મિશ્રણ
ક) ગોળ, ઘી, બાજરીના લોટનું મિશ્રણ ડ) સાત ધાનના લોટનું મિશ્રણ

37) માટીના ઢગલા પર વૃક્ષ વાવી, પ્રકૃતિના જતન કરવા માટેની પ્રેરણા પુરી પાડતું પદ્મનાભજીનું મંદિર ક્યાં આવેલું છે?

અ) પાટણ બ) મહેસાણા
ક) વિસનગર ડ) વડનગર

38) ગુજરાતના કારીગરોના કામ માટે વપરાતા પ્રાચીન અને અર્વાચીન નામ એકબીજા સાથે જોડો.

ક) સૂચીકર્મ 1) સુથારીકામ
ખ) સ્યુતીકર્મ 2) મોતીકામ
ગ) મુકતા કર્મ 3) સોયકામ
ઘ) તક્ષણ કર્મ 4) સીવણકામ

અ) ક – 4 , ખ – 1 , ગ – 3 , ઘ – 2 બ) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4
ક) ક – 1 , ખ – 2 , ગ – 4 , ઘ – 3 ખ) ક – 3 , ખ – 4 , ગ – 2 , ઘ – 1

39) શ્વભ્રમતી (સાબરમતી) નદી ખીણનું સંશોધન કોના દ્વારા થયું હતું?

અ) હસમુખ અઢિયા બ) હસમુખ પટેલ
ક) હસમુખ રૂપાણી ડ) હસમુખ સાંકળિયા

40) નીચેનામાંથી કયો પ્રદેશ કચ્છ જિલ્લામાં આવતો નથી?

અ) ચુંવાળ બ) કાંઠી
ક) ગરડો ડ) પ્રાંથળ

41) “આભીરદેશ” ( આહિરદેશ ) તરીકે નીચેના પૈકી કયો પ્રદેશ ઓળખાય છે?

અ) કચ્છ બ) વાળાંક
ક) ગોહિલવાડ ડ) પાંચાળ

42) ગુજરાતમાં, વિલાપ ગીતોની પરંપરામાં નીચેનામાંથી કયા પ્રકારનો સમાવેશ થતો નથી?

અ) મરશિયા બ) છપાખરાં
ક) છાજીયા ડ) રાજીયા

43) “સલુકા” કયા પ્રકારના ગીતો છે?

અ) વિદાય ગીતો બ) હસ્તમેળાપ સમયના ગીતો
ક) સગાઈ ગીતો ડ) વરઘોડાના ગીતો

44) સૌરાષ્ટ્ર માટે જુદા-જુદા વિદેશીઓ દ્વારા વપરાયેલ શબ્દોના જોડકા જોડો.

ક) ટોલેમી 1) સુરાષ્ટ્ર
ખ) સ્ટ્રેબો 2) ઓરેતુરઃ
ગ) પ્લિની 3) સુરાસ્થાસ
ઘ) રુદ્રદામા 4) સુરાષ્ટ્રેણ

અ) ક – 4 , ખ – 2 , ગ – 1 , ઘ – 3 બ) ક – 4 , ખ – 3 , ગ – 2 , ઘ – 1
ક) ક – 3 , ખ – 1 , ગ – 4 , ઘ – 2 ડ) ક – 1 , ખ – 4 , ગ – 2, ઘ – 3

45) ગુજરાતના વિભિન્ન પ્રદેશોને તેને સંલગ્ન વિસ્તાર સાથે જોડતા જોડકામાંથી કયું જોડકું ખોટું પડે છે તે જણાવો.

અ) માંકવાટ, પ્રાંથળ – કચ્છ
બ) બાબરીયાવાડ, સીમર, વાળંક – મધ્ય ગુજરાત
ક) ઢાંઢર, દંઢાવ્ય, ચોરાડ – ઉત્તર ગુજરાત
ડ) મહુઅણ, નિમાડ, મઠોર, બાગલાણ – દક્ષિણ ગુજરાત

46) ગુર્જરધરાને અનુલક્ષીને જણાવો કે સ્તવન, આંબા, ભેત અને ધોળ શાના પ્રકાર છે?

અ) ગુજરાતી કેરીના વિભિન્ન પ્રકાર બ) ગુજરાતના જંગલોમાં જોવા મળતા વૃક્ષના વિભિન્ન પ્રકાર
ક) ગુજરાતી વાજીંત્રોના વિભિન્ન પ્રકાર ડ) ગુજરાતી ભજનના વિભિન્ન પ્રકાર

47) “જરદોશી” શબ્દ શાના માટે પ્રયોજવામાં આવે છે?

અ) વસ્ત્રમાં કરવામાં આવતા સોનાના ભરતકામ માટે બ) ચાંદી પર ચઢાવવામાં આવતા સોનાના ઢોળ માટે
ક) કારીગરની એક જાતિ માટે ડ) પિત્તળની નક્કાશી કામ માટે

48) હાલાર પંથકમાં જોવા મળતી પાઘડી ઓળખી બતાવો.

અ) હાલારી બ) અતલસી
ક) ઝાલારી ડ) વિભાશાહી

49) છીપા, બંધારા, તુંનારા, રંગારા અને ખત્રી જેવી વિભિન્ન જ્ઞાતિ દ્વારા, ગુજરાતના કયા વારસાને આજપર્યંત જાળવી રખાયો છે?

અ) લાકડા પરનું કોતરકામ બ) કાપડ પર કુદરતી રંગો દ્વારા હસ્તકલા
ક) માટીની વિભિન્ન પ્રતિકૃતિઓ પરનું કામ ડ) તાંબા, પિત્તળના વાસણ પરનું નકશીકામ

50) ગુજરાતની ભિન્ન ભિન્ન જ્ઞાતીની સ્ત્રી સાથે જોડાયેલ પરંપરાગત પોષાક દર્શાવતો કયો વિકલ્પ ખોટો છે?

અ) નતીયો – આહીર કન્યાનો પોષાક
બ) ઢાંસીયો – મેર સ્ત્રીનો પોષાક
ક) ઢાળવા, કીડીયા, ગલેટા, ગલબકડી – ભરવાડની સ્ત્રીનો પોષાક
ડ) જિમી, થેપાડું – ચારણ સ્ત્રીઓનો પોષાક

51) ગુજરાતની સ્ત્રીઓના આભૂષણો અંતર્ગત, અલંકાર- અંગનું કયું જોડકું ખોટું છે?

અ) દામણી – માથામાં પહેરવાનું આભૂષણ
બ) વેઢ, પંખો – આંગળીમાં પહેરવાનું આભૂષણ
ક) કોકરવા, ગોખરુ, ઝોલા – નાકમાં પહેરવાના આભૂષણો
ડ) ચોરસી,ગળસવો,ટૂંપીયું, ફુલહાર -ગળામાં પહેરવાના આભૂષણો

52) નીચેની કઈ ગુજરાતી પરંપરાને ટેટુ સાથે કોઈ સમાનતા નથી?

અ) ત્રાજવડા બ) મંહેદી
ક) છૂંદણાં ડ) ફૂલકરા

53) કઈ જ્ઞાતિની, ગુજરાતી સ્ત્રીઓ સિક્કાની ગાંઠી બનાવી આભૂષણ તરીકે પહેરે છે?

અ) કુંકણા આદિવાસી સ્ત્રીઓ બ) મેર કોમની સ્ત્રીઓ
ક) દેવીપૂજક કોમની સ્ત્રીઓ ડ) ચારણ કોમની સ્ત્રીઓ

54) કઈ બે ઋતુનું મિલન ફાગણ મહિનામાં થાય છે?

અ) ગ્રીષ્મઋતુ, વર્ષાઋતુ બ) શિશિરઋતુ , વસંતઋતુ
ક) વસંતઋતુ, વર્ષાઋતુ ડ) હેમંતઋતુ, વર્ષાઋતુ

55) દશેરાના દિવસે કયા વૃક્ષની પૂજા કરવામાં આવે છે?

અ) વટ ( વડ) બ) બદરી ( બોરડી )
ક) નિમ્બ ( લીમડો) ડ) શમી ( ખીજડો)

56) “નગરા” શબ્દનો અર્થ શું થાય છે તે જણાવો.

અ) ગુજરાતમાં હડ્ડપ્પાકાલીન બંદર બ) કીડીઓનું દર માટે વપરાતો તળપદો શબ્દ
ક) શૈવ-પંચાયતન મંદિરનું નગારું ડ) પાટણના પટોળાની એક જાત

57) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અનાજની દેવી ને કયા નામ થી ઓળખવામાં આવે છે?

અ) કણસરી બ) હળોતરા દેવી
ક) લપન શ્રી ડ) પચવી

58) હોળીના ઉત્સવ પર, સુરતના આદિવાસીઓ દ્વારા ગવાતા ગીતો ક્યા નામથી ઓળખાય છે?

અ) ફાગણીયું બ) હડૂલા
ક) જળ ઝીલણી ડ) લોલ

59) ગુજરાતના લોકસાહિત્યને પુસ્તક રૂપે લાવનાર ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે?

અ) ધરતીનું ધાવણ બ) ગામઠી ખમીર
ક) કસુંબીનો રંગ ડ) સોરઠની રસધાર

60) કેરવો, ધમાર, ત્રિતાલ, દીપચંદી અને દાદરા જેવા તાલમાં શું સમાનતા જોવા મળે છે?

અ) બધાની માત્ર સમાન છે બ) લોકસંગીતમાં વધારે વપરાય છે
ક) સુગમ-સંગીત માંજ વપરાય છે ડ) આદિમ જાતિઓના તાલ છે

61) પ્રમાણમંજરી કઈ કળા વિષેની માહિતી આપતો ગુજરાતી ગ્રંથ છે?

અ) મય કળા ( કાષ્ટ કર્મ ) બ) ત્વષ્ટા કળા ( તામ્ર કર્મ )
ક) શિલ્પ કળા ( પાષાણ કર્મ) ડ) તક્ષક કળા ( સુવર્ણ કર્મ )

62) પર્યાવરણ અને પ્રકૃતિના મૂળતત્વને નિરૂપતી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે?

અ) લીલુડી ધરતી બ) વનરાવનમાં
ક) સાદ ડ) ધરતી છોરું

63) “હ્યુમન રાઇટ્સ” એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે?

અ) શેઠ સગાળશા બ) કજોડાનો વેષ
ક) ભક્ત વિદુર ડ) અછૂતનો વેષ

64) વિશલદેવ વાઘેલા, કે જે આનક સોલંકીનો ચોથી પેઢીએ વંશજ થાય ; દ્વારા વિશલકોટ ( વિસનગર) બંધાવ્યો તેનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવેલ છે?

અ) રાસમાળા બ) તારીખે ફિરોઝશાહી
ક) એન એનલ્સ ઓફ કાઠિયાવાડ ડ) એન એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ

65) ચાલુક્યશૈલીનું અષ્ટભદ્રી શિવમંદિર ગળતેશ્વર કઈ નદીને કિનારે આવેલું છે?

અ) મહાનદી બ) માઝમ નદી
ક) મહીસાગર નદી ડ) મેશ્વો

66) શેષસાઈનું શિલ્પ અને માછલીનું શિલ્પ ધરાવતી વાવ, કે જેની સાથે અપ્સરાની દંતકથા સંકળાયેલી છે; ગુજરાતમાં કયાં આવેલી છે?

અ) અડાલજ બ) પાટણ
ક) અસારવા ડ) વડથલ

67) હિન્દુ માટે અનુસાર, મનુષ્ય દેહ કુલ પાંચ તત્વોનો બનેલો છે. વાયુ અને જળ સિવાય બાકીના ત્રણ તત્વોમાં નીચેનામાંથી કયા તત્વનો સમાવેશ પંચતત્વમાં થતો નથી?

અ) આકાશ બ) પાતાળ
ક) અગ્નિ ડ) પૃથ્વી

68) ગુજરાતમાં , ખજુરાહો શૈલીના સ્થાપત્ય ક્યાં જોવા મળે છે?

અ) મહીસા : જિલ્લો ; ખેડા બ) બાવડા : જિલ્લો ; દાહોદ
ક) હાથરોલ : જિલ્લો ; સાબરકાંઠા ડ) માંકણી : જિલ્લો ;વડોદરા

69) લાકડામાંથી મૂર્તિ બનાવનાર બલુભાઈ કયા જિલ્લાના વતની છે?

અ) મહીસાગર બ) દાહોદ
ક) છોટા ઉદેપુર ડ) ગોધરા

70) આદિવાસી કળા અંગે સંશોધન કરતી સંસ્થા “ભાષાકેન્દ્ર” ક્યાં આવેલી છે?

અ) તેજપુર ; છોટા ઉદેપુર બ) લીમખેડા ; દાહોદ
ક) ગોધરા ડ) દાંતા

71) સ્થાપત્યોમાં શ્રેષ્ઠ એવો “મહાબતખાનનો મકબરો” ગુજરાતમાં ક્યાં આવેલો છે?

અ) મોરબી બ) જામનગર
ક) જુનાગઢ ડ) કચ્છ

72) દ્વિહસ્તિ મૂર્તિ ( બે હાથ વાળી મૂર્તિ ) તેમજ વાહન વગરની દેવી દેવતાઓની મૂર્તિ; કઈ મૂર્તિ શૈલીનું લક્ષણ છે?

અ) ચાલુક્ય શૈલી બ) પ્રતિહાર શૈલી
ક) માળવા શૈલી ડ) મહાગુર્જર શૈલી

73) રોઝા -રોઝીનો મકબરો ક્યાં આવેલો છે?

અ) અહમદાબાદ બ) જૂનાગઢ
ક) જામનગર ડ) મહેમદાબાદ

74) ગિરિનગર પર્વત પર કયા જૈન તીર્થંકરનું મંદિર આવેલું છે?

અ) મહાવીર બ) નેમિનાથ
ક) ઋષભદેવ ડ) અજીતનાથ

75) ખંડિયરમાંથી નવસર્જીત થયેલ ખીરસરા પેલેસ કાયા જિલ્લામાં આવેલ છે?

અ) રાજકોટ બ) કચ્છ
ક) જામનગર ડ) સુરેન્દ્રનગર

76) ગુજરાતના જુદા જુદા શહેરોના પ્રાચીન અને અર્વાચીન નામના જોડકા જોડો.

ક) દેવ પાટણ – 1) માંગરોળ
ખ) મુંગીપુર પાટણ – 2) ઉના
ગ) ઉન્નતપુર પાટણ – 3) સોમનાથ
ઘ) અણહિલપુર પાટણ – 4) પાટણ

અ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4 બ) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4
ક) ક – 3 , ખ – 2 , ગ – 1 , ઘ – 4 ડ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4

77) ગુજરાતમાં આવેલા વિભિન્ન શહેરો અને તેમાં આવેલા મહેલોને એકબીજા સાથે જોડો.

ક) નૌલખા મહેલ – 1) માંડવી
ખ) રાજવંત મહેલ – 2) વડોદરા
ગ) લક્ષ્મી વિલાશ મહેલ – 3) ગોંડલ
ઘ) વિજય વિલાશ મહેલ – 4) રાજ પીપળા

અ) ક – 3 , ખ – 4 , ગ – 2 , ઘ – 1 બ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4
ક) ક – 3 , ખ – 1 , ગ – 4 , ઘ – 2 ડ) ક – 3 , ખ – 4 , ગ – 1 , ઘ – 2

78) નીચેના મહેલો પૈકી કયો મહેલ “ગોથીક શૈલી” માં બનેલો છે?

અ) લાખોટા મહેલ બ) વાંકાનેર પેલેસ
ક) વિજય વિલાસ પેલેસ ડ) પ્રાગ મહેલ

79) રોગાન આર્ટ , કે જેની શરૂઆત ઈરાનમાં થયેલી , માટે કચ્છમાં કયું ગામ વિશ્વ વિખ્યાત બન્યું છે?

અ) નિરોણા બ) તેરા
ક) બળદિયા ડ) ભુજૉડી

80) મુસ્લિમ બિરાદરો, નમાઝ પહેલા, બાંગ પોકારવા માટે નીચેનામાંથી કયા સ્થળનો ઉપયોગ પર પૂર્વથી કરતા આવે છે.

અ) મકબરો બ) મિનારો
ક) રોઝો ડ) ટકોરખાના

81) વિવિધ ધર્મસ્થાનમાં કોતરાયેલી જાળી ને સંલગ્ન જોડકા જોડો.

ક) લાખેણાની જાળી 1) શીલવાડ, દેરોલના મંદિરોની જાળી
ખ) ઢળતી જાળી 2) સિદ્દી સૈયદ દ્વારા બનાવાયેલ જાળી
ગ) સર્વાંગ સુંદર જાળી 3) જૈન મંદિર ની જાળી
ઘ) ચંદ્રાવલોકન માટેની જાળી 4) કેરાકોટ ( કચ્છ) ની જાળી

અ) ક – 1 , ખ – 4 , ગ – 3 , ઘ – 2 બ) ક – 3 , ખ – 2 , ગ – 1 , ઘ – 4
ક) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4 ડ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4

82) અહમદાવાદમાં આવેલ આજમ – મુવાજમનો રોઝો કઈ શૈલીથી બનાવવામાં આવેલો છે?

અ) બેન્ઝેન્ટાઈન શૈલી બ) પર્શિયન શૈલી
ક) અફઘાન શૈલી ડ) મોંગોલિયન શૈલી

83) અમદાવાદમાં સારંગપુરમાં આવેલી મોહમ્મદ ઘોષની મસ્જિદમાં કેટલા ઝરૂખા વાળા મિનારા આવેલા છે?

અ) છ બ) પાંચ
ક) ત્રણ ડ) ચાર

84) દિલ્હીના કુત્તુબમિનારને મળતો મિનારો અમદાવાદમાં ક્યાં બાંધવામાં આવેલો છે?

અ) શાહ આલમની મસ્જિદ ; શાહ – આલમ બ) સિદ્દ્દી બસ્તરની મસ્જિદ ; કાલુપુર
ક) અહમદશાહની મસ્જિદ ; ભદ્ર ડ) શબ્બે બુરહાનીની મસ્જિદ ; એલિશબ્રિજ

85) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કયા ધર્મસ્થાનો ખુબજ ઓછા પ્રમાણમાં બન્યા હતા?

અ) બૌદ્ધ ધર્મસ્થાનો બ) શાક્ત ધર્મસ્થાનો
ક) જિન ધર્મસ્થાનો ડ) શૈવ ધર્મસ્થાનો

86) શ્રીનગર પૌરાણિક ગામ ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલું છે?

અ) જામનગર બ) જૂનાગઢ
ક) દેવભૂમિ દ્વારકા ડ) પોરબંદર

87) નીચે આપેલ પૈકી કઈ બાબત કલાગુરુ, રવિશંકર રાવલ સાથે સંલગ્ન નથી?

અ) કુમાર, વીસમી સદી, ગુજરાતમાં કલાના પગરણ સાથે કલાગુરુ સંકળાયેલ છે
બ) ગિજુભાઈ બધેકાને “બાલમંદિર” શબ્દની ભેટ કલાગુરૂએ આપી હતી
ક) ધૂમકેતુ રચિત “તણખા” અને ઝવેરચંદ મેઘાણી લિખિત “માણસાઈના દિવા” માટે કલાગુરૂએ ચિત્રાંકન કર્યું હતું
ડ) હાજી મોહમ્મદ અલ્લારખિયાના શિષ્ય એવા રવિશંકરે જગન મહેતા, દેસાઈ, છગનલાલ જાદવ, ચંદ્રશંકર રાવલ જેવા શિષ્યો તૈયાર કર્યા

88) કચ્છના પ્રખ્યાત “અજરક” પ્રિન્ટીંગમાં નીચેનામાંથી કયા તત્વનો ઉપયોગ થતો નથી?

અ) ગોળ બ) લોખંડ
ક) ગળી ડ) ખાંડ

89) અશોકના ત્રીજા પુત્ર “કૃણાલ”નો પુત્ર “સંપ્રતિરાજે ” કયા પ્રદેશની સુબાગીરી દરમિયાન બૌદ્ધધર્મ માંથી જૈનધર્મ તરફ પ્રયાણ કર્યું?

અ) સોરઠ બ) કલિંગ
ક) વિદિશા ડ) સિંહલદ્વીપ

90) ગિરનાર પર્વતની પરિક્રમા કયા માહમાં થાય છે?

અ) ભાદરવા બ) ફાગણ
ક) આસો ડ) જેઠ

91) દામોદર કુંડ કઈ નદી પાર આવેલો છે?

અ) સુવર્ણ-સિકતા બ) કપિલા
ક) હિરણ્ય ડ) સરસ્વતિ

92) નીચેનામાંથી કઈ બાબત ” દીવ ” બેટ સાથે સંલગ્ન નથી?

અ) જલંધરનાથ ( નાથ સંપ્રદાય ) નું સ્થાનક અહીં આવેલું છે
બ) અહીંના ખારવા સમાજ જાલંધરનાથ, ભર્તુહરિ, મત્સ્યેન્દ્રનાથ, મેનાવતી,ગોપીચંદ અને ગોરખનાથ સાથે ભજનો દ્વારા માનસિક જોડાણ કરે છે
ક) દીવ ગુજરાતનું હડપ્પા સમયનું ધીકતું બંદર છે
ડ) હાથીદાંતના રમકડાં માટે દીવ વખણાતું હતું

93) લકુલીશ સંપ્રદાયને લગતી નીચે આપેલી બાબતોમાંથી કઈ બાબત સત્યથી વેગળી છે?

અ) લકુલીશની જન્મભૂમિ વડોદરા જિલ્લાનું ” કારવણ ” છે જયારે કર્મભૂમિ ” અવાખલ ” છે
બ) મથુરાના મ્યુઝિયમ માં રાખવામાં આવેલ શૈવ સ્તંભ, રાજસ્થાનના એકલિંગજી મંદિરના શિલાલેખ તેમજ પેશાવરના કૃષ્ણવંશી રાજાઓના સિક્કાઓ પરથી લકુલીશ સંપ્રદાયની માહિતી સાંપડે છે
ક) સોલંકી શાસનકાળમાં સોમનાથ પાટણ અને મંડલીગામ શૈવતીર્થ હતા
ડ) લકુલીશે પોતાના શિષ્ય “કુશાક” ને ‘મથુરા’, “ગાર્ગ્ય” ને ‘કાશી’ , “કૌરુષ્ય” ને ‘મધ્ય – ભારત’ તેમજ “મૈત્રેય” ને ‘ દક્ષિણ- ભારત’ ધર્મ પ્રચારાર્થે મોકલ્યા હતા

94) કયા યુગને ગુજરાતના શિલ્પ કળાના સોનેરી યુગ તરીકે ઓળખાવી શકાય?

અ) સોલંકી યુગ બ) સલ્તનત યુગ
ક) સોલંકી યુગ અને સલ્તનત યુગ ડ) ફિરંગી યુગ

95) સંસ્કૃતના કયા શબ્દ પરથી ” પોળ ” ( પ્રવેશ દ્વાર ) શબ્દ અસ્તિત્વમાં આવ્યો ?

અ) પ્રતોલી બ) પ્રોધન
ક) પ્રહરતલી ડ) પ્રાંતોદ્વાર

96) ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે સૂર્યમંદિર મળી આવેલ નથી?

અ) ઢાંક બ) દ્વારામતી
ક) ગોરલ ડ) બાંકોર

97) સાબરકાંઠા જિલ્લાના ‘ દાવડ ‘ મુકામે તળાવનું નિર્માણ કરાવનાર હંસલાદેવી કોના પત્ની હતા?

અ) ભીમદેવ સોલંકી બ) કર્ણદેવ સોલંકી
ક) સિદ્ધરાજ જયદેવ ડ) વિશલ – દે – વાઘેલા

98) ગુજરાતની કઈ વાવમાંથી મગરનું શિલ્પ મળી આવ્યું છે?

અ) બાખોરની વાવ બ) બારોટની વાવ
ક) બોખલી વાવ ડ) આંકોલની વાવ

99) નીચેનામાંથી કયું તથ્ય ‘સંસ્કાર કેન્દ્ર , પાલડી ‘ ને લાગુ પડતું નથી?

અ) પાયો 1954 નાખવામાં આવ્યો, સ્થપતિ લા’ કર્બુઝિયર હતા
બ) ગુજરાત રાજ્યના પ્રથમ સ્પીકર ‘ ગણેશ વાસુદેવ માવલંકર ‘ નું નામ સંસ્કાર કેન્દ્રના નામ સાથે જોડવામાં આવ્યું છે
ક) ‘અમદાવાદ શહેરનો ઇતિહાસ’ તેમજ ‘ સ્વતંત્રતા ચળવળનો ઇતિહાસ’ આધારભૂત રીતે અહીં જાણવા મળે છે
ડ) ‘એલિસબ્રિજ નો સ્થાપના લેખ’ , ‘વિશ્વની સૌથી મોટી અગરબત્તી ‘, ‘વિક્ટોરિયાની મૂર્તિ’ વગેરે અહીં જોવા મળે છે

100) પુસ્તક ” મહાગુજરાતના શિલ્પ અને સ્થાપત્ય ” ના લેખકનું નામ જણાવો

અ) મધુસુદન ઢાંકી બ) હરિલાલ આર. ગૌદાની
ક) હરકાંત શુક્લ ડ) હરિલાલ ઉપાધ્યાય

 

પ્રશ્ન ક્રમાંક 1 થી 100 ના જ્ઞાતા દ્વારા તૈયાર કરાયેલા શક્ય જવાબો ​

1 : બ) ચાલુક્ય મૂળરાજ અને સિદ્ધરાજ જયદેવ
2 : અ) સ્કંદ પુરાણ
3 : ડ) જ્ઞાનવાપી વાવ
4 : ક) મહર્ષિ પરશુરામ
5 : અ) વિશ્વકર્મા
6 : ડ) આચાર્ય શ્રી હેમચંદ્રજી
7 : બ) વાયડ , કઠલાલ
8 : બ) ભગવાન હાટકેશ્વરનું મંદિર
9 : ક) વડનગર
10 : અ) સણા નો ડુંગર વિસ્તાર
11 : બ) શર્મિષ્ટા તળાવને કાંઠે
12 : ડ) અંબા
13 : અ) સાત
14 : ક) કચ્છ
15 : અ) હાજીપીરની દરગાહ
16 : અ) તેરા
17 : ક) તેરા
18 : બ) ક્માંગરી શૈલી
19 : ક) હુડકો
20 : અ) બન્ની
21 : બ) તોડીયાં
22 : બ) ક – 4, ખ – 3, ગ – 2, ઘ-1
23 : ડ) ડચ,અંગ્રેજ,ફ્રેંચ અને પોર્ટુગીઝ એમ ચાર યુરોપિયન પ્રજાએ સુરતમાં વ્યાપારી થાણા સ્થાપ્ય, પરંતુ આર્મેનિયમ પ્રજાએ સુરતમાં વસવાટ કર્યો ન હતો.
24 : ડ) સુરત
25: અ) ચાંદી, રેશમ
26: બ) મૈત્રક વંશીય શાસનકાળ
27: ડ) કનૈયાલાલ ભાઈશંકર દવે
28: બ) ક – 3 , ખ – 2 , ગ – 1 , ઘ – 4
29: ક) ખટવાંગ
30: અ) હેમચંદ્રાચાર્ય
31: બ) ખેરાલુ
32: બ) ઉમતા
33: ક) કાલિકા
34: અ) તેની બાંધણી હેલેનીક પ્રકારની છે
35: અ) મોટપ
36: ક) ગોળ, ઘી, બાજરીના લોટનું મિશ્રણ
37: અ) પાટણ
38: ખ) ક – 3 , ખ – 4 , ગ – 2 , ઘ – 1
39: ડ) હસમુખ સાંકળિયા
40: અ) ચુંવાળ
41: અ) કચ્છ
42: બ) છપાખરાં
43: ડ) વરઘોડાના ગીતો
44: બ) ક – 4 , ખ – 3 , ગ – 2 , ઘ – 1
45: બ) બાબરીયાવાડ, સીમર, વાળંક – મધ્ય ગુજરાત
46: ડ) ગુજરાતી ભજનના વિભિન્ન પ્રકાર
47: અ) વસ્ત્રમાં કરવામાં આવતા સોનાના ભરતકામ માટે
48: ડ) વિભાશાહી
49: બ) કાપડ પર કુદરતી રંગો દ્વારા હસ્તકલા
50: અ) નતીયો – આહીર કન્યાનો પોષાક
51: ક) કોકરવા, ગોખરુ, ઝોલા – નાકમાં પહેરવાના આભૂષણો
52: ડ) ફૂલકરા
53: અ) કુંકણા આદિવાસી સ્ત્રીઓ
54: બ) શિશિરઋતુ , વસંતઋતુ
55: ડ) શમી ( ખીજડો)
56: બ) કીડીઓનું દર માટે વપરાતો તળપદો શબ્દ
57: અ) કણસરી
58: ડ) લોલ
59: અ) ધરતીનું ધાવણ
60: બ) લોકસંગીતમાં વધારે વપરાય છે
61: અ) મય કળા ( કાષ્ટ કર્મ )
62: ક) સાદ
63: ડ) અછૂતનો વેષ
64: અ) રાસમાળા
65: ક) મહીસાગર નદી
66: ડ) વડથલ
67: બ) પાતાળ
68: બ) બાવડા : જિલ્લો ; દાહોદ
69: ક) છોટા ઉદેપુર
70: અ) તેજપુર ; છોટા ઉદેપુર
71: ક) જુનાગઢ
72: બ) પ્રતિહાર શૈલી
73: ડ) મહેમદાબાદ
74: બ) નેમિનાથ
75: અ) રાજકોટ
76: ડ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4
77: અ) ક – 3 , ખ – 4 , ગ – 2 , ઘ – 1
78: ક) વિજય વિલાસ પેલેસ
79: અ) નિરોણા
80: બ) મિનારો
81: ડ) ક – 3 , ખ – 1 , ગ – 2 , ઘ – 4
82: ક) અફઘાન શૈલી
83: બ) પાંચ
84: ડ) શબ્બે બુરહાનીની મસ્જિદ ; એલિશબ્રિજ
85: અ) બૌદ્ધ ધર્મસ્થાનો
86: ડ) પોરબંદર
87: ક) ધૂમકેતુ રચિત “તણખા” અને ઝવેરચંદ મેઘાણી લિખિત “માણસાઈના દિવા” માટે કલાગુરૂએ ચિત્રાંકન કર્યું હતું
88: ડ) ખાંડ
89: અ) સોરઠ
90: ક) આસો
91: અ) સુવર્ણ-સિકતા
92: ક) દીવ ગુજરાતનું હડપ્પા સમયનું ધીકતું બંદર છે
93: અ) લકુલીશની જન્મભૂમિ વડોદરા જિલ્લાનું ” કારવણ ” છે જયારે કર્મભૂમિ ” અવાખલ ” છે
94: ક) સોલંકી યુગ અને સલ્તનત યુગ
95: અ) પ્રતોલી
96: બ) દ્વારામતી
97: ક) સિદ્ધરાજ જયદેવ
98: ડ) આંકોલની વાવ
99: બ) ગુજરાત રાજ્યના પ્રથમ સ્પીકર ‘ ગણેશ વાસુદેવ માવલંકર ‘ નું નામ સંસ્કાર કેન્દ્રના નામ સાથે જોડવામાં આવ્યું છે
100: બ) હરિલાલ આર. ગૌદાની

ગુજરાત : ટેસ્ટ પેપર : 1