મોક ટેસ્ટ નંબર : 4

  કૃષિ અને પશુપાલન
1)  વેબ-પોર્ટલ  ‘ i khedut ‘ અંતર્ગત કઈ બાબત સંલગ્ન નથી?
અ) કૃષિ યોજનાઓ , કૃષિ ધિરાણ, જમીન – જળ સંરક્ષણ, મત્સ્ય પાલન, પશુપાલન માટેની યોજનાઓ તેમજ બાગાયતી યોજનાઓ માટેની માહિતી આપતું પોર્ટલ; કૃષિ વિભાગ , ભારત સરકાર અંતર્ગત આવે છે.
બ) વેબ-પોર્ટલ ‘ i khedut ‘  પરથી વિવિધ કૃષિ ઉત્પાદનોના ભાવ અને હવામાનની માહિતી મળે છે.
ક) વેબ-પોર્ટલ ‘ i khedut ‘   અંતર્ગત કૃષિ ધિરાણ આપતી સંસ્થાઓ, કૃષિ ધિરાણ દર, કૃષિ ઓજારો માટેની યોજનાઓ, કૃષિ ઉત્પાદનને સંગ્રહણ કરવા માટેની યોજનાઓ વગેરેની માહિતી મળે છે.
ડ) વેબ-પોર્ટલ ‘ i khedut ‘  પરથી ‘રાષ્ટ્રીય કૃષિ બજાર યોજના’ અંતર્ગત ખેડૂત ભારતની કોઈપણ કૃષિમંડીમાં પોતાના ઉત્પાદનને વેચાણ માટે રજીસ્ટર કરી શકે છે.
2) ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચરલ  રિસર્ચ ( ICAR) દ્વારા જારી કરેલ ખેડૂત હેલ્પ લાઈન નંબર જણાવો.
 અ) 1800 180 1555
 બ) 1800 180 1550
 ક)  1800 180 1551
 ડ)  1800 180 1515
3) ખેત પેદાશ ઉત્પન્ન બજાર વિશેની માહિતી પરસ્પર જોડો.
અ) ખેત પેદાશ બજાર કાયદો (બોડેલી)              1) 1963
બ) એગ્રિકલચર પ્રોડયુસ માર્કેટ એક્ટ; ગુજરાત    2) 1937
ક) બોડેલીમાં પ્રથમ કૃષિ બજાર                         3) 1954
ડ)  ખેત પેદાશ ઉત્પન્ન કાયદો; સૌરાષ્ટ્ર                4) 1939
ક) અ – 1, બ – 4, ક – 3 , ડ – 2          ખ) અ – 3, બ – 2, ક – 1 , ડ – 4
ગ) અ – 2, બ – 1, ક – 4 , ડ – 3          ઘ) અ – 4, બ – 1, ક – 2 , ડ – 3
4) કૃષિ ઉત્પન્ન વેચાણ માટેના માર્કેટયાર્ડની સમિતિને  લાગુ પડતી બાબતને ઓળખી કાઢો.
અ) માર્કેટયાર્ડ માટેની સમિતિમાં આઠ ખેડૂત પ્રતિનિધિ, ચાર વ્યાપારી પ્રતિનિધિ, લોકલ એગ્રિકલચર કો-ઓપરેટીવ માર્કેટિંગ સોસાયટીના બે પ્રતિનિધિ, રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બે પ્રતિનિધિ, લોકલ ઑથોરિટી દ્વારા નિયુક્ત બે પ્રતિનિધિ હોય છે.
આ) માર્કેટ યાર્ડ સમિતિ; બજેટ બહાલી, સ્ટાફની નિમણુંક, પાક ખરીદદારી માટેના લાઈસન્સની જોગવાઈ તેમજ સેક્રેટરીની નિમણુંક જેવા કાર્યો કરે છે.
ઈ)માર્કેટ યાર્ડ સમિતિ; પ્રદેશ અનુસાર ઉત્પાદિત, વિશિષ્ઠ કૃષિ પેદાશોનું અન્ય જિલ્લાઓમાં પ્રદર્શન અને નિદર્શન દ્વારા વેચાણ, ઈ- કોમર્સ દ્વારા નિદર્શન અને વેચાણ, ખેતપેદાશના વેચાણ માટેની વિવિધ કંપનીઓ સાથે ખેડૂતોનું સીધું જોડાણ, સુપરમોલ સાથેના કરાર જેવા કાર્યો દ્વારા ખેડૂત સમૃદ્ધિ માટેનું કાર્ય કરે છે.
ય) ગુજરાતના વિવિધ તાલુકાઓમાં કુલ 207 જેટલી માર્કેટયાર્ડ સમિતિ કાર્યરત છે.
5) એ.પી.એમ.સી. એક્ટ કઈ યાદી અંતર્ગત આવે છે?
ક) રાજ્ય યાદી      ખ) કેન્દ્ર યાદી
ગ) સંયુક્ત યાદી
6) E – NAM ( E – National Agriculture Market) યોજનામાં કઈ બાબત બંધ બેસતી નથી?
ઘ) E – NAM  દેશના કોઈપણ ખૂણેથી, કૃષિ ઉપજના વેચાણ માટેની બાંહેધરી આપે છે.
ચ) E – NAM  ખેડૂતોને ખેત-બજાર  સાથે સીધા જોડી, કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ આપવા માટેની યોજના છે.
છ) E – NAM યોજના અંતર્ગત; કૃષિ ઉત્પાદનની ગુણવત્તા ચકાસણી, ઈન્ટરનેટના માધ્યમથી હરરાજી તેમજ ઉત્પાદનના સંગ્રહણ માટેની વ્યવસ્થા પુરી પાડનાર એકમ જે તે પ્રદેશનું ‘પ્રાદેશિક માર્કેટયાર્ડ’ છે.
જ) સોઈલ હેલ્થ કાર્ડ, કૃષિ પાક વીમો, કૃષિ ધિરાણ, પશુપાલન માટેની સહાય, ટપક સિંચાઈ માટેની સહાય, સોલાર પેનલ દ્વારા વીજળી માટેની સહાયનો સમાવેશ E – NAM યોજના અંતર્ગત થાય છે.
7) Gujarat Organic Products Certification Agency ( GOPCA ) સાથે સંલગ્નતા ધરાવતી બાબતોની યથાર્થતા ચકાસો.
અ) GOPCA ; ઓર્ગેનિક પ્રોડક્ટ માટેનું સર્ટિફિકેટ એનાયત કરતી સ્વાયત્ત સંસ્થા છે.
બ)  GOPCA ; NPOP ( National Program for Organic Production ) ના ધારાધોરણોને અનુસરે છે.
ક)  GOPCA ; ગુજરાતમાં એપિક્લચર દ્વારા અડીખમ કૃષિવિકાસ માટેની એકમાત્ર સંસ્થા છે.
ડ)  GOPCA દ્વારા એનાયત કરવામાં આવતું ; ઓર્ગેનિક ખેતી માટેનું પ્રમાણપત્ર એકવર્ષ માટેની માન્યતા ધરાવે છે.
ચ) ‘અ’ , ‘બ’, ‘ડ’ યથાર્થ વિકલ્પો છે       છ) ચારેય વિકલ્પો GOPCA સાથે યથાર્થ છે
જ) ‘અ’ અને ‘બ’ યથાર્થ વિકલ્પો છે      ઝ) ‘અ’ સંપૂર્ણ યથાર્થ છે જયારે ‘ક’ અર્ધપૂર્ણ યથાર્થ છે
8) વિધવિધ કૃષિ સંસ્થા અને તેના કાર્યને એકબીજા સાથે જોડો.
a)  agri x change / APEDA        1) આંતરાષ્ટ્રીય સ્તરે ખેત-પેદાશોની ખરીદ – વેચાણ
b)  E- NAM                                2) રાષ્ટ્રીય સ્તરે ખેત પેદાશોની ખરીદ – વેચાણ
c)  E- mandi                              3) તાલુકા સ્તરે ખેત પેદાશ ખરીદ – વેચાણ
d)  gurabini                               4)  જમીનની ગુણવત્તા સાથે અનુકૂળ બિયારણોની જાણકારી માટે
 અ) a – 2, b – 4 , c – 1 , d – 4                                                  બ) a – 1 , b – 2 , c – 3 , d – 4
 ક)  a – 2 , b – 1 , c – 4 , d – 3                                                  ડ) a – 1 , b – 4 , c – 2 , d – 3
9) ભારત; ‘કુદરતી મધ’ ની નિકાસ કયા દેશમાં સૌથી વધારે કરે છે?
અ) ચીન    બ) જાપાન
ક) શ્રીલંકા  ડ) અમેરિકા
10) ગુજરાતના વિવિધ કૃષિ-પાક અને તેની વિવિધ જાત અંગેના જોડકા જોડો.
ક)  નર્મદા  મોતી                  1) મકાઈ
ખ) કુફરી બાદશાહ              2) ડાંગર
ગ) દાંડી, ગુર્જરી                   3) મગફળી
ઘ) નવ બહાર                      4) ગુવાર
ચ) સાંઢિયો                         5) બટાટા
અ) ક – 2, ખ – 4, ગ – 1, ઘ – 3, ચ – 5    બ) ક – 1, ખ – 5, ગ – 2, ઘ – 4, ચ – 3
11) ભારત સરકારના કયા મંત્રાલયની દેખરેખમાં  Cotton Corporation of India ( CCI )   કામગીરી બજાવે છે?
ટ) ઉદ્યોગ મંત્રાલય      ઠ) કૃષિ મંત્રાલય
ડ) કાપડ મંત્રાલય        ઢ) કુટિર ઉદ્યોગ મંત્રાલય
12) ગુજરાતમાં; Cotton Corporation of India ( CCI ) ના મુખ્ય ખરીદ કેન્દ્રો  કયા શહેરોમાં આવેલા છે?
ત) રાજકોટ , જૂનાગઢ      થ) રાજકોટ , અમરેલી
દ)  ભુજ , અમદાવાદ        ધ) અહમદાબાદ, રાજકોટ
13) ભારતમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
પ) આંધ્ર-પ્રદેશ     ફ) ગુજરાત
બ) પંજાબ           ભ) મહારાષ્ટ્ર
14) બી. ટી. કપાસનું પુરુ નામ શું છે?
અ) બ્રાઉન થોરિયમ  કોટન             બ) બ્રોમીન થાયમીન કોટન
ક)  બેસીલસ થુરીનજીનસીસ કોટન   ડ) બ્રાઈટ થીનેમાઇટ કોટન
15) ભારતમાં ; બી.ટી. કોટનની વિવિધ જાતને કોના દ્વારા વાવેતર માટેની પરવાનગી આપવામાં આવે છે ?
ક) જીનેટિક એન્જીનીયરીંગ એપ્રુવલ કમિટી ( GEAC)    ખ) કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( CCI)
ગ) કેબિનેટ કમિટી  ઓન એગ્રીકલ્ચર અફેર્સ                 ઘ)  ટેક્સટાઈલ મિનિસ્ટ્રી ; ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા
16) ટેક્સટાઈલ એક્સપો-2017 કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો હતો?
ચ) મુંબઈ      છ) ગાંધીનગર
જ) બેંગ્લોર    ઝ) વિશાખાપટ્ટનમ
17) કયા ઉત્પાદનને ‘ટેકનિકલ ટેક્સટાઈલ’ તરીકે ન લઈ શકાય?
અ) ફીલ્ટર            બ) સ્પાઈડર નેટ
ક) હાથ રૂમાલ      ડ) ધનુષ્ય પણછ
18)  ભારત સરકારના કયા મંત્રાલય અંતર્ગત ; જીનેટિક એન્જીનીયરીંગ એપ્રુવલ કમિટી ( GEAC) કાર્ય છે?
ગ) કાપડ મંત્રાલય      ઘ) કૃષિ મંત્રાલય
ચ) વિદેશ મંત્રાલય     છ) પર્યાવરણ અને જંગલ વિભાગ
19) KCC ( કિશાન ક્રેડિટ કાર્ડ ) ની શરૂઆત ક્યારથી કરવામાં આવી?
અ) 2000  બ) 1998
ક)  2002   ડ)  2004
20) NABARD ( NAtional Bank of Agriculture and Rural Development ) ના ઉદ્દેશ્ય અંતર્ગત વિકલ્પોની સત્યતા ચકાસો.
અ) ગ્રામીણ વિકાસ દ્વારા સશક્તિકરણ તેમજ કૃષિ ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા
બ) ખેડૂતોને શરાફો અને મહાજનોના વિષચક્રમાંથી મુક્ત કરવા માટે કૃષિ લોન ઉપલબ્ધ કરાવવી
ક) બંન્ને વિકલ્પો સાચા છે
ડ) બંન્ને વિકલ્પો આંશિક રૂપે સાચા છે
21) કૃષિ ઉત્પાદનો માટે MSP ( મીનીમમ સપોર્ટ પ્રાઈસ ) કોના દ્વારા જાહેર કરવામાં આવે છે?
અ) કમિશન ઓન એગ્રિક્લચરલ કોસ્ટ એન્ડ પ્રાઈઝીસ
બ) કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ
22) કૃષિ ઉત્પાદનો માટે જાહેર કરવામાં આવતી  MSP ( મીનીમમ સપોર્ટ પ્રાઈસ ) સાથે લાગુ ન પડતો હોય તે વિકલ્પ શોધો.
ક)  MSP ( મીનીમમ સપોર્ટ પ્રાઈસ ) ની બાબતે ; બજારમાં ઊભી થતી માંગ-પુરવઠો, FCI  (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા જાહેર કરવામાં આવતી નીતિ તેમજ PDS ( પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ) માટે બનાવવામાં આવતી નીતિ અગત્યનો ભાગ ભજવે છે.
ખ)  MSP ( મીનીમમ સપોર્ટ પ્રાઈસ )  અંતર્ગત ફળફળાદી, મધ, ઘી અને તેની બનાવટો, તેલેબીયાં, શેરડી, શણ, વિવિધ પ્રકારની દાળ, કઠોળ , કપાસ, ધાન્ય ની કુલ 23 કૃષિ પેદાશોનો સમાવેશ થાય છે.
ગ)  MSP ( મીનીમમ સપોર્ટ પ્રાઈસ )  માટેની ભલામણ કરતી સંસ્થા CACP (કમિશન ઓન એગ્રિક્લચરલ કોસ્ટ એન્ડ પ્રાઈઝીસ) , રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ કૃષિપેદાશોની માંગ તેમજ તેના ઉત્પાદનમાં થતા ખર્ચને ધ્યાને રાખે છે.
ઘ) CACP (કમિશન ઓન એગ્રિક્લચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસીસ)  1965 થી અસ્તિત્વમાં છે. જેમાં ત્રણ પ્રતિનિધિ કેન્દ્ર સરકાર દ્વારા તેમજ અન્ય બે સભ્યો ખેડૂતોમાંથી નિયુક્ત થાય છે.
23)  TMC ( ટેક્નોલોજી મિશન ફોર કોટન ) ના ઉદ્દેશ્યો સાથે સંલગ્ન ન હોય તે બાબત ઓળખી બતાવો.
અ) કપાસના વેચાણ માટે આંતરાષ્ટ્રીય બજારમાં કપાસને  મોટેપાયે ડમ્પ  કરી મોનોપોલી ઉભી કરવી
બ) માર્કેટયાર્ડનું આધુનિકીકરણ
ક) જીનિંગ અને પ્રોસેસિંગમાં તકનિકી નિખાર
ડ) કપાસ બિયારણ માટે  લાંબા તાંતણા વાળી જાત તેમજ શુદ્ધ કપાસ ઉત્પાદન માટેના પ્રયાસો
24) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે રેગ્યુલેટેડ કોમોડિટીની કુલ સંખ્યા કેટલી છે?
અ) 23    આ) 101
એ) 45     ઐ) 151
25) ગુજરાતમાં 5 કરોડથી વધારે વાર્ષિક આવક ધરાવતા માર્કેટયાર્ડ કેટલા છે?
ક) 5     ખ ) 2
ગ) 15   ઘ) 25
26) કપાસના  ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’  માટે કાર્ય કરતી સંસ્થા ICAC ( International Cotton Advisory Committee ) નું મુખ્યમથક શોધી બતાવો.
ક) બર્ન               ખ) દાવોસ
ગ) વોશિંગટન      ડ) બેજીંગ
27) RRB ( Regional Rural Bank ) સાથે સંકળાયેલ ન હોય તેવા તથ્યને નિષ્કાસિત કરો.
ઉ)  RRB ( Regional Rural Bank ) ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વામીનાથન જોડાયેલ છે
ઊ) RRB ( Regional Rural Bank )નો મુખ્ય હેતુ ખેતી અને ગ્રામીણ વિકાસ છે
ઈ)  RRB ( Regional Rural Bank ) 1976 થી અસ્તિત્વ ધરાવે છે
ઇ)  RRB ( Regional Rural Bank ) ની ભલામણ ‘નરસિંહમ વર્કિંગ ગૃપ’ દ્વારા કરવામાં આવી હતી
28)  NABARD ( NAtional Bank of Agriculture and Rural Development ) ની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી?
ક) 1947   ખ) 1991
ગ) 1982   ઘ ) 1973
29) RRB ( Regional Rural Bank ) માં લાગુ પડતા તથ્યોને એકબીજા સાથે સરખાવો.
ક)  કેંદ્રસરકારનું હોલ્ડિંગ                   1) 35%
ખ) જે-તે રાજ્યસરકારનું હોલ્ડિંગ        2) 15%
ગ)  સ્પૉન્સર્ડ બેંકનું હોલ્ડિંગ               3) 50%
અ) ક – 3 , ખ – 2 , ગ – 1        બ) ક – 1 , ખ – 2 , ગ – 3
30) સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત માટીમાં રહેલા તત્ત્વોનું પૃથ્થકરણ કરવામાં આવે છે. અહીં દર્શાવેલા કુદરતી તત્વો પૈકી કયા તત્વોનું પૃથ્થકરણ કરવામાં આવતું નથી?
અ) નાઈટ્રોજન , પોટેશિયમ, ફોસ્ફરસ
બ)  ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરો કાર્બન
ક) કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર
ડ) ઝીંક,કોપર, આર્યન, બોરોન, ક્લોરીન, મેંગેનીઝ
31) ATMA ( એગ્રિકલચરલ ટેક્નોલોજી મૅનેજમૅન્ટ એજન્સી ) અંતર્ગત કઈ બાબત ખોટી રીતે ફલિત થાય છે?
અ) ATMA ( એગ્રિકલચરલ ટેક્નોલોજી મૅનેજમૅન્ટ એજન્સી ) ; કૃષિ લોન અને સબસીડી આપતી સહકારી સંસ્થા છે.
બ) ATMA ( એગ્રિકલચરલ ટેક્નોલોજી મૅનેજમૅન્ટ એજન્સી ) ; ગુજરાતમાં જિલ્લા કક્ષાએ કાર્યરત, રજીસ્ટર્ડ સંસ્થા છે.
ક) ATMA ( એગ્રિકલચરલ ટેક્નોલોજી મૅનેજમૅન્ટ એજન્સી ) ; ખેતી વિકાસ વિભાગ, કૃષિ સંશોધનો માટે કાર્ય કરતી સંસ્થાઓ અને કૃષિ વિકાસ માટે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓને જોડતી કડીરૂપ સંસ્થા છે
ડ) ATMA ( એગ્રિકલચરલ ટેક્નોલોજી મૅનેજમૅન્ટ એજન્સી ) અંતર્ગત કૃષિ સંષોધન, કૃષી તકનીક, કૃષિ યોજનાઓનું સંકલન અને વિસ્તરણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
32) જીંજરા શબ્દ કયા પાક સાથે સંકળાયેલ છે?
અ) ઘઉં        બ) જુવાર
ક) મકાઈ      ડ) ચણા
33) ગુજરાતમાં કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?
અ) બોરીયાવી      બ) જૂનાગઢ
ક) આણંદ            ડ) જગુદણ
34) ગુજરાતમાં ચણાના ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્તમ પ્રદેશને ઓળખી બતાવો.
ક) પાંચાલ      બ) ચરોતર
ઘ) ભાલ         ડ) કાનમ
35) હવામાં રહેલા નાઈટ્રોજનનું શોષણ કરી, છોડને વિકસિત કરનાર બેક્ટેરિયા કે જે કઠોળની મૂળગાંઠમાં 21 દિવસ પછી વૃદ્ધિ પામે છે તેને ઓળખી બતાવો.
ક) રાઈઝોબિયમ          બ) ફર્મીક્યુટ્સ
જ) એસિડોબેકટેરિયા    ડ) સ્ટ્રેપટોબેસીલસ
36) અહીં આપેલા ફૂલોની જાતમાંથી ‘ ઈરીસ બેંનોછી ‘ કયા ફૂલ સાથે જોડાયેલી જાત છે તે ઓળખી બતાવો.
અ) હેલિકોનીઆ    બ) ઓર્કિડ
ક) લીલીયમ           ડ) એન્થુરીયમ
37) ‘કટકા કલમ’ અને ‘ગુટી કલમ’ દ્વારા કયા છોડનું સંવર્ધન કરી શકાય છે?
અ) બાર્ડ ઓફ પેરેડાઈઝ   બ) જર્બેરા
ક) ગુલાબ                       ડ) કેવડો
38) અહીં દર્શાવેલા કેટલાક રોગ પૈકી કયો રોગ ચોપગા પ્રાણીઓમાં થતો નથી?
અ) ગળસૂંઢો                બ) ખરવા મોવાસા
ક) આંત્રવિષ જવર        ડ)  ગામ્બોરો
39) પશુઓ માટે; મુખ્ય આઠ પ્રકારની રસીઓનું ઉત્પાદન કરતી ‘ પશુ જૈવિક સંસ્થા’ ક્યાં આવેલી છે?
ક) દાંતીવાડા          ખ) આણંદ
ગ) ગાંધીનગર         ઘ) મોરવા હડફ
40) ભારતમાં;  કપાસ માટેનું રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે?
ચ) દેહરાદૂન        છ) હૈદરાબાદ
જ) મદ્રાસ           ઝ) નાગપુર
41) અહીં દર્શાવેલ બે સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ; ‘ ફાર્મ સ્કુલ’ , ‘પ્રેરણા પ્રવાસ’ , ‘ખેતર દિવસ’, ‘ કિસાન ગોષ્ઠી’ , ‘ નિદર્શન ‘ , ‘ ખેડૂત તાલીમ ‘ , ‘ બેસ્ટ ફાર્મર એવોર્ડ ‘ જેવી બાબતો દ્વારા કૃષિવિકાસનું કાર્ય કરે છે?
અ) ATMA ( એગ્રિકલચરલ ટેક્નોલોજી મૅનેજમૅન્ટ એજન્સી )  બ) APMC ( એગ્રિકલચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી)
42) ગુજરાતમાં પશુઓ માટેની હોસ્ટેલ ક્યાં આવેલી છે?
અ) આકોદરા          બ) રાયસણ
ક) પરા પીપળીયા    ડ) ઝીંઝુવાડા
43) દુધાળા પશુઓને ઉછેરવા માટેની, સહાય યોજના કયા રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે?
ક) ગુજરાત     ખ) ઉત્તર પ્રદેશ
ગ) હરિયાણા   ઘ) સિક્કિમ
44) NLM ( નેશનલ લાઈવસ્ટોક મીશન ) સાથે સંલગ્ન ન હોય તેવા પાસાને ઓળખી બતાવો.
ક) ગુણવત્તાયુક્ત  ચારો, પોષણ, રહેઠાણ અને પશુસંવર્ધન
ખ) પશુ લોન, પશુ વીમો , રસીકરણ
ગ) વિદેશી પશુ ઓલાદ સંવર્ધન
ઘ) આધુનિકીકરણ, યાંત્રિકીકરણ અને તકનિકી વિકાસ સાથે પશુ-સંવર્ધન
45) બકરીની વિવિધ જાતોને તેના પ્રદેશ સાથે સંકળાવો.
ક) જમનાપરી , બર્બરી, બીટલ ગોટ         1) પંજાબ , હરિયાણા
ખ) બીટલ ગોટ                                     2) પશ્ચિમી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ
ગ) સીરોહી, તોતાપરી, સોજાત                3) મહારાષ્ટ્ર
ઘ) ઉસ્માનાબાદી                                  4) રાજસ્થાન
ચ) માલાબારી                                       5) કેરલ, તામિલનાડુ, કર્ણાટક
અ) ક – 2, ખ – 1 , ગ – 4 , ઘ – 3 , ચ – 5         બ) ક – 3, ખ – 4, ગ – 1 , ઘ – 2 , ચ – 5
46) ખેતરમાં બાકી વધતાં તણખલા, સૂકું ઘાસ, વાળના વેલા, કાંટાળા વૃક્ષના પાંદડા, ભૂંસુ જેવા ચરિયાણમાંથી ઉત્પાદન મેળવી શકાય તે માટે કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન કરવામાં આવે છે?
અ) મિતાહારી      બ) પર્ણઆહારી
ક) શાકાહારી       ડ) તૃણાહારી
47) સંપૂર્ણ જૈવિક ખેતી કરતું રાજ્ય જણાવો.
ક) ગુજરાત    ખ) સિક્કિમ
ગ) કેરળ        ઘ)  ગોવા
48) ભારતમાં, ઈ.સ 1974 માં ; સૌ પ્રથમ કૃષિ-વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના  કયા સ્થળે કરવામાં આવી હતી?
ક) દેહરાદૂન    ખ) પુડ્ડુચેરી
ગ) ત્રિવેન્દ્રમ    ઘ) અંનતનાગ
49) ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ; કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે?
ક) લેબ ટુ લેન્ડ                ખ) આત્મા
ગ) સોઈલ હેલ્થ કાર્ડ         ઘ) કિસાની
50) રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા ગ્રામ્ય સ્તરે , વૈજ્ઞાનિક માહિતી દ્વારા ખેતી ઉત્પાદનમાં ગુણવત્તા સુધારણા માટેનો કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે?
ક) જય જવાન, જય કિસાન     ખ) મેરા ગાઁવ, મેરા ગૌરવ
ગ) મેરે દેશ કી ધરતી               ઘ) કૃષિ જગત
51) ખેડૂતોને હવામાન, બજારભાવ, જૈવિક ખાતર, સુધારેલ બીજ , કૃષિ પેદાશ વિક્રેતા, પશુરોગ નિવારણ, કૃષિ ઓજાર સહાય, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, સોલાર વિઘુત દવારા સિંચાઈ, ટપક પદ્ધતિ જેવી બાબતોની માહિતી આપતી ગુગલ એપનું નામ જણાવો.
અ) કિસાન કોલ સેન્ટર     બ) ઈ-ખેડૂત
ક)  કિસાન સુવિધા          ડ)  એમ- કિસાન
52) એમ. એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં રચાયેલ નેશનલ કમિશન ઓન ફાર્મર્સ અંતર્ગત કઈ બાબત સંલગ્ન નથી?
અ) ફૂડ સિક્યોરિટી     બ) સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
ક) બાયો ડાયવર્સીટી   ડ) જિનેટિકલી મોડીફાઈડ ક્રોપ એન્હાન્સમેન્ટ
53) ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મૅનેજમેન્ટ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ, એગ્રો ઈકોલોજી અને એક્સપેરિમેન્ટલ ઍજ્યુકેશન માટે આંતરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થા શોધી બતાવો.
અ) યુનેસ્કો           બ) ફાર્મર ફિલ્ડ સ્કુલ
ક)  એફ. એ. ઓ.   ડ)  ફિલ્ડ એન્ડ ફાર્મર
54) FAO ( Food and Agriculture Organisation) , રોમ ; નીચે દર્શાવેલ બાબતો પૈકી કઈ બાબત સાથે જોડાયેલ નથી?
અ) માઈગ્રેશન       બ) ક્લાઈમેટ ચેન્જ
ક) ઈમિગ્રેશન         ડ)  એગ્રીક્લચર હેરીટેજ
55) મોબાઈલ  મેસેજ અને વોઈસ મેસેજ દ્વારા, પ્રાદેશિક ભાષામાં ખેડૂતોને વિવિધ માહિતી આપતું પ્લેટફોર્મ કયું છે?
અ) કિસાન કોલ સેન્ટર     બ) ઈ-ખેડૂત
ક)  કિસાન સુવિધા          ડ)  એમ- કિસાન
56) પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરે કયુ મીશન કાર્યરત છે?
અ) ગોકુલ મિશન                 બ) ગ્રીન મિશન
ક) કિસાન સુવિધા મિશન      ડ)  લાલ ક્રાંતિ મિશન
57) ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ ના કેન્દ્રીય મંત્રી કોણ છ?
અ) રાધા મોહન સિંહ                બ) હરસિમરત કૌર
ક)  નીતિન ગડકરી                    ડ)  બાબુલ સુપ્રિયો
58) ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા( FSSAI ) કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે?
અ) બાળકલ્યાણ મંત્રાલય                બ) ગ્રામીણ વિકાસ મંત્રાલય
ક)  વિદેશ મંત્રાલય                         ડ)  સ્વાસ્થ્ય મંત્રાલય
59) રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ‘ પશુ વિજ્ઞાન કેન્દ્ર’ અને  ‘ ડેરી વિજ્ઞાન કેન્દ્ર’  ક્યાં કાર્યાન્વિત છે?
અ) લીમખેડા , વેજલપુર    બ) વેજલપુર , દાંતીવાડા
ક) લીમખેડા , આણંદ        ડ) આણંદ , લીમખેડા
60) કૃષિવિજ્ઞાન કેન્દ્ર ન આવેલું હોય તેવું સ્થળ ઓળખી બતાવો.
અ) અરણેજ            બ) દેથલી
ક)  અલિયાબાડા      ડ) મંગલ ભારતી
61) આણંદ કૃષિ યુનિવર્સીટી થકી અમલમાં મુકાયેલ ‘ ઍક્સટેન્શન એડયુકેશન ઈન્સ્ટિટ્યુટ’ માં કયું રાજ્ય અલગ તરી આવે છે? ( અહીં રાજ્ય જોડાયેલ નથી)
આ) મહારાષ્ટ્ર      યા) છત્તીસગઢ
કા ) ગોઆ         ખા) દાદરા નગર હવેલી
62)  ‘સોઈલ હેલ્થ કાર્ડ ‘ માટેનું સોફ્ટવેર કોના દ્વારા બનાવવામાં આવ્યું છે?
અ) નવસારી કૃષિ યુનિવર્સિટી    આ) આણંદ કૃષિ યુનીવર્સિટી
એ) ઓજસ                              ઐ) ઈ – ગ્રામ , વિશ્વ – ગ્રામ
63) ‘ ફળો  દ્વારા બાળ વિકાસ ‘ કઈ સદીનું સૂત્ર છે?
ગ) અઢારમી    ત) એકવીસમી
ક) ચૌદમી        ડ)  બાવીસમી
64) ટુંકા ગાળામાં ખૂબજ સારું ઉત્પાદન આપતી કેળાની એક જાત  , કે જેનું વાવેતર; સુરત ,વડોદરા ,આણંદ તેમજ જુનાગઢ જિલ્લામાં  પુષ્કળ પ્રમાણમાં થાય છે તેને ઓળખી બતાવો.
ક) ગ્રાન્ડ નૈન       ખ) રૉબુસ્ટા
ગ) મહાલક્ષ્મી      ઘ ) ભીમ
65) મલ્લીકા , અમૃતાંગ જેવી જાત કયા ફળની છે?
અ) રામફળ      બ) કીવી
ક) કેળાં           ડ)  આમ્રફળ
66) મધુબિંદુ કયા ફળની વેરાયટી છે?
ચ) કોહડા        છ) પીલુ
જ) પપૈયું          ઝ) ચણી બૉર
67) વૈદિક સાહિત્યમાં ગાય માટે પ્રયોજાયો ન હોય તેવો શબ્દ નોખો તારવી બતાવો.
ણ) કામધેનુ      ત) કપિલા   થ) સુરભી  દ) કાંકરેજી  ધ) કવલી
68) વરિયાળીના પાક માટે કઈ ઋતુ યોગ્ય છે?
મ) ચોમાસુ અને ઉનાળો     પ) ચોમાસુ અને શિયાળો    ફ) માત્ર ચોમાસુ
69) માહી મીલ્ક પ્રોડક્શન કંપની ગુજરાતના કયા સ્થળે આવેલી છે?
બ) ભૂજ       ભ) ગુલાબનગર
મ) રાજકોટ  ય) કેશોદ
70) રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત કયું તથ્ય બંધબેસતું નથી?
ર) ગ્રામીણ દૂધ ઉત્પાદકોને કુદરતી પશુપાલન પદ્ધતિ અને પશુ સહિષ્ણુતા સાથે જોડવા
લ) મિશ્રિત, વૈવિધ્યપૂર્ણ પશુ આહાર અને યોગ્ય રહેઠાણ દ્વારા દૂધ ઉત્પાદન વધારવું
સ) ભારતીય પશુ ઓલાદોનું સંવર્ધન અને કુદરતી પ્રક્રિયા દ્વારા ગર્ભાધાનને ઉત્તેજન
શ) સામૂહિક પશુ સંવર્ધન, સામુહિક જળ સંવર્ધન અને સામુહિક કૃષિ દ્વારા વિકાસ
71) પશુપાલન માટેનું નેટવર્કિંગ અને માહિતીવર્ધક સોફ્ટવેર ‘ INFORMATION NETWORK FOR ANIMAL PRODUCTIVITY AND HEALTH’ કોના દ્વારા તૈયાર કરાવવામાં આવેલ છે?
ક) એન.ડી ડી.બી.                           ખ) એન.આઈ. સી.
ગ) ખેતી અને સહકાર વિભાગ           ઘ) આણંદ કૃષિ યુનિવર્સિટી
72) પશુઓના સંતુલિત ખોરાકની વિભાવના સાથે અહીં દર્શાવેલ હેતુઓ પૈકી કયો હેતુ સંલગ્ન નથી?
ક) મીથેન વાયુના ઉત્સર્જન માં ઘટાડો
ખ) દૂધના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો
ગ) કુદરતી ખાતરની ગુણવત્તામાં વધારો
ઘ) ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો
73) વિશ્વ દૂધ દિવસ સાથે બંધબેસતું ન હોય તેવું તથ્ય ઓળખી બતાવો.
અ) ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઈઝેશન ( FAO)  દ્વારા 1-જૂન 2001 થી ઉજવવામાં આવે છે.
બ) દૂધ , દૂધમાંથી બનતી વાનગીઓ માટેની વૈશ્વિક ઓળખ માટેની ઝુંબેશ
ક) પશુસંવર્ધન માટેની કુદરતી વિભાવના માટેની અનિવાર્યતા તેમજ મુક્ત ચરિયાણ માટેની ઝુંબેશની આવશ્યકતાની મુહિમ
ડ) કૃત્રિમ બીજદાણ દ્વારા પશુવિકાસ
74) રાજ્ય બજેટ 2017-18 માં ‘ સંકલિત ડેરી વિકાસ ‘  માટે કુલ કેટલા રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે?
ચ) 30 કરોડ    છ) 32 કરોડ
જ) 28 કરોડ    ઝ) 29 કરોડ
75) હરતું-ફરતું પશુ દવાખાનું  કઈ યુનિવર્સીટી દ્વારા ચલાવવામાં આવે છે?
ણ) આણંદ કૃષિ યુનિવર્સિટી        ત) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
ક) દાંતીવાડા  કૃષિ યુનિવર્સિટી    ખ) નવસારી  કૃષિ યુનિવર્સિટી
76) ઓળખી બતાવો કે કયા પશુનો સમાવેશ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના લોગોમાં કરવામાં આવ્યો નથી?
થ) કાઠિયાવાડી હૉર્સ       દ) એશિયાટિક લાયન
ગ)  કાઉ ઓફ ગીર          ઘ) હમ્પ બુલ
77) ભારતીય બંધારણમાં  ‘ જમીન’  ,  ‘જમીનનું અધિગ્રહણ’  જેવા વિષયો કઈ યાદીમાં સમાવાયા છે?
ધ) જમીન – રાજ્ય યાદી     ; જમીનનું અધિગ્રહણ – સંયુક્ત યાદી
ન) જમીન – રાજ્ય યાદી     ; જમીનનું અધિગ્રહણ – કેન્દ્રયાદી
પ)  જમીન – સંયુક્ત યાદી  ; જમીનનું અધિગ્રહણ – સંયુક્ત યાદી
ફ)  જમીન – રાજ્ય યાદી    ; જમીનનું અધિગ્રહણ – રાજ્ય યાદી
બ)  જમીન – કેન્દ્ર યાદી      ; જમીનનું અધિગ્રહણ – કેન્દ્ર યાદી
ભ)  જમીન –  સંયુક્ત યાદી ; જમીનનું અધિગ્રહણ – રાજ્ય યાદી
78) જમીન અધિગ્રહણ ધારો-1894 સાથે યોગ્યતા ધરાવતો વિકલ્પ ગોતો.
કે) અંગ્રેજ હુકૂમતના વિસ્તાર માટે કલેકટર દ્વારા જમીન અધિગ્રહણ માટેનો ધારો
ખે) દેશી રાજ્યોના પોષણ માટે વ્યક્તિગત જમીન ખાલસા
ગે) સમષ્ટિના વિકાસ માટે વળતર દ્વારા જમીન અધિગ્રહણ
ઘે) દેશી રાજ્યોના પોષણ માટે વ્યક્તિગત જમીનો ખાલસા
ચે) સામાજિક શોષિત વર્ગના વિકાસ માટે જમીનદારી પ્રથા રદ્દ
79) ભારતમાં જમીન અધિગ્રહણ ધારો-2013 માટેની ‘કાઉન્ટર આર્ગ્યુમેન્ટ’ માં કઈ બાબતને સમાવી શકાય?
અ) નિવૃત લશ્કરી અધિકારીઓને જો જમીન ન આપી શકાય તો કોઈ પબ્લિક સેક્ટરમાં આંતરિક સલામતી અને વ્યવસ્થાપન માટેની કામગીરી સોંપી શકાય.
બ) શહેરી સ્થળાંતરને રોકવા માટે ગ્રામીણ વિકાસ, ગ્રામીણ રોજગારી, ગ્રામીણ શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વ્યવસ્થા, ગ્રામીણ સડક નિર્માણ, ગ્રામીણ બેંકિંગ પ્રણાલી  પાર ભાર મુકી શકાય જ્યાં ખેડૂતોની સીધી ભાગીદારી નું નિર્માણ  ‘પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ’  મોડેલ દ્વારા કરવામાં આવે.
ક) જમીન અધિગ્રહણ-2013 દ્વારા ઉધોગોનો વિકાસ કરી ગ્રામીણ યુવા માટે રોજગારીનું નિર્માણ કરવાને બદલે ‘ ઉદ્યોગ અધિગ્રહણ-2022’ દ્વારા ગ્રામીણ રોજગારી માટેનો રોડમેપ તૈયાર કરી શકાય.
ડ) ગ્રામ્ય સ્વરાજ નો મતલબ માત્ર  સ્વ-નિર્ભરતા નહિ પરંતુ ભારત નિર્માણમાં  ભાગીદારીની પરંપરાને જાળવી રાખવી.  વિકાસના ગ્રામીણ મોડેલને વિકસિત કરવું.
જ્ઞ) ઉપરોક્ત બધીજ બાબતો
80) ભારતની ન્યુક્લિયર સ્ટ્રેટેજી માટે જમીન અધિગ્રહણ કરવાની જરૂરિયાત અંતર્ગત ‘ભૂમિ અધિગ્રહણ ધારા – 2013 ( વટહુકમ )’ માં સુધારાની આવશ્યકતાને કઈ દલીલ રદ્દ કરે છે?
અ) ઉત્તર કોરિયા  જેવા તાનાશાહી  દેશ દ્વારા ‘ન્યુક્લિયર ડીસઆર્મામેન્ટ’ તરફની દિશામાં એક પગલું ભરવામાં આવ્યું હોય ત્યારે આવનારા સમયમાં ન્યુક્લિયર શક્તિ માત્ર મનુષ્ય જીવનના વિકાસ માટેજ ઉપયોગી બની રહેશે નહિ કે લશ્કરી સ્ટ્રેટેજી
બ) ભારતમાં પરમાણુ પરીક્ષણ હંમેશા પોખરણ જેવા રણ વિસ્તારમાંજ કરવામાં આવે છે જેના માટે ભૂમિ અધિગ્રહણની જરૂરિયાત ન રહે.
ક) ભૂદાન જેવી ચળવળમાં મુક્ત રીતે ભૂમિદાન  કરવાની પરંપરા ધરાવતા દેશમાં બંધારણીય માર્ગ કરતાં પણ રૂઢી પોતાની સાર્થકતાને સાબિત કરે છે.
ડ) અ, બ અને ક  ત્રણેય વિકલ્પ
81) વીજળી, એફોર્ડેબલ હાઉસીંગ, ગ્રામીણ સડક, સિંચાઈ, શિક્ષણ, રેલવે, પુસ્તકાલય, બગીચો, રમતનું મેદાન જેવી ગ્રામીણ સુવિધા માટે જમીન અધિગ્રહણ માટે કાયદાકીય જોગવાઈની આવશ્યકતા માટેની દલીલ અને કાઉન્ટર દલીલને જોડો.
અ) પાયાની સુવિધા માટે જમીન અધિગ્રહણ માટે સોસીયો ઈકોનોમિક ઈમ્પૅક્ટ સર્વેની જરૂરિયાત – ભારતીય ગ્રામીણ વ્યવસ્થામાં આજે પણ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, પાણીની પરબ, ચબુતરા નિર્માણ, કથા માટેની જગ્યા, સામાજિક સામિયાણા માટે જરુરી  ભૂમિ  કાયદાકીય રીતે નહિ પરંતુ સર્વ સંમતિથી જ મેળવવામાં આવે છે.
બ) મેટ્રો રૂટ માટે મકાનો  દૂર કરી ભૂમિ અધિગ્રહણ કરવામાં ‘ ભૂમિ અધિગ્રહણ ધારો 2013’ નો ઉપયોગ કરવામાં આવ્યો જે તેની સાર્થકતા સિદ્ધ કરે છે –  શહેરી અને ગ્રામીણ સામાજીક વ્યવસ્થા માટે ભૂમિ અધિગ્રહણ માટેના એક જ કાયદાની જોગવાઈ તેની અપૂર્ણતા પુરવાર કરે છે.
ક) સિંચાઈ અને બંધના નિર્માણ માટે જમીન અધિગ્રહણ કરવા માટેની આવશ્યકતા –  માત્ર મોટા બંધ બનાવવાથી જ કૃષિને વિકસાવી શકાય તે વિચારજ અસ્થાને છે.
ડ) માળખાગત સુવિધા માટેની અડચણો ઝડપથી દૂર કરી વિકાસની ગતિ ને તેજ બનાવવી –  ગ્રામ્ય સ્તરે  ‘ જમીનની માલિકી  – આર્થિક અસમાનતા ‘   દરેક સમયે ગ્રામ્ય વાલીપણાને અંતરાય દૂર કરવા માટે અનિવાર્ય સમજે છે નહિ કે કાયદાકીય જોગવાઈને ….
ખ) ઉપરોક્ત અ, બ ,ક અને ડ ચારેય વિકલ્પ સાચા છે.
82) સર્વસંમતિથી જમીન સંપાદન માટેના વિકલ્પોમાં શાનો સમાવેશ થાય છે?
અ) ટાટા નેનો
બ) ઈન્ડિયન રેલવે
ક) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
ડ) ઉપરોક્ત ત્રણેય અ, બ , ક
83 ) ભારત સરકારમાં  કૃષિ અને સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જણાવો.
અ) શ્રીમાન  રાધા મોહન સિંહ    બ) શ્રીમાન પુરુષોત્તમભાઈ રૂપાલા   ક) શ્રીમાન સિધ્ધારમૈયા  ડ) શ્રીમાન હકુભા જાડેજા
84) જમીન સુધારાના લાભાર્થીઓનો સમાવેશી વિકાસ કરતી યોજના ઓળખી બતાવો.
અ) રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના  બ) નેશનલ ડેરી વિકાસ યોજના  ક) સોશ્યિલ એન્ડ ઈકોનોમિક ઈમ્પેક્ટ એસેસમેન્ટ ડ)કૃષિ ધિરાણ અનેવીમા યોજના
85) અહીં દર્શાવેલા  ખાતરો પૈકી કયા ખાતરમાં નાઈટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે હોય છે?
અ) યુરિયા   બ) એન. પી. કે.  ક) ડાઈ એમોનિયમ ફોસ્ફેટ
86) IFFCO ( ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કૉ – ઓપરેટીવ ) સાથે સંકળાતી ન હોય તેવી બાબતને  તારવો.
અ)  IFFCO ખેડૂત-સહકાર દ્વારા, રાસાયણિક ખાતર બનાવવા માટે  1967 માં  નિર્મિત  થયેલ જેના મેનેજીંગ ડીરેક્ટર શ્રીમાન યુ. એસ. અવસ્થી છે.
બ)  IFFCO ના કારખાના કંડલા, કલોલ, ફૂલપુર ( ઉત્તરપ્રદેશ ) , ઓનલા ( ઉત્તરપ્રદેશ ) , પારાદ્વીપ ( ઓરિસ્સા) માં કાર્યરત છે.
ક)  IFFCO  દ્વારા પાણીમાં દ્રાવ્ય નાઈટ્રોજન ,  ફોસ્ફેટ , પોટેશિયમ , કેલ્શિયમ  જેવા તત્ત્વો  ધરાવતા રાસાયણિક ખાતરો; બાયો ફર્ટિલાઈઝર, તેમજ  બાયો- ડાઈજેસ્ટર બનાવવામાં આવે છે.
ખ)  IFFCO દ્વારા નિર્મિત માઈક્રોન્યુટ્રીઅન્ટ ખાતરો ( ઝીંક, બોરોન, સલ્ફર, સોડિયમ , મેગ્નેશિયમ જેવા તત્ત્વો આધારિત) ની ખરીદી માટે  સોઈલ  હેલ્થ કાર્ડ જરૂરી છે.
87) KRI-BH-CO ( કૃષિ – ભારતી – કોઓપરેટિવ) સંચાલિત ન હોય તેવા બાયો-ફર્ટિલાઈઝર પ્લાન્ટને ઓળખી બતાવો.
અ) હજીરા ( ગુજરાત)
બ)  ત્રાવણકોર ( કેરળ)
ક) વારાણસી ( ઉત્તર – પ્રદેશ)
ડ) લાન્ઝા ( મહારાષ્ટ્ર)
88) GSFC ( ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ ) સાથે ન જોડાયેલ હોય તેવુ કાર્ય અને કારણ શોધો.
અ) કાર્ય : 24  બ્રાન્ડ ( કેમિકલ, પેટ્રોકેમિકલ, ફર્ટિલાઈઝર્સ, ઈન્ડસ્ટ્રીયલ ગેસ , પ્લાસ્ટિક, ફાઈબર ) રેન્જ ધરાવતી  ગુજરાતની 45  વર્ષથી કાર્યરત કંપની છે – કારણ ખુડૂતોના  હિત  માટે કાર્ય અને વિકાસ
બ) કાર્ય:VECL ( વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ ) સાથેનું જોડાણ –  કારણ : રાસાયણિક ખાતર અને કેમિકલમાંથી ઉત્પન્ન થતા કચરા દ્વારા જમીનને મુક્ત રાખવા માટે સમુદ્રમાં નિકાલ કરવો .
ડ)કાર્ય: ક્લાઈમેટ સ્માર્ટ એગ્રિકલચર માટેની પ્રાથમિકતા, પાકવિકાસના સોલ્યૂશન દવારા  ખેતીનો ઠોસ વિકાસ   –  કારણ: ભારતમાં ફૂડ સિક્યુરિટી પ્રત્યે પોતાનું યોગદાન
89) GNFC  (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ ) સાથે સામ્યતા ન ધરાવતા તથ્યને ઓળખી બતાવો.
અ)  GNFC ના  અંતિમ કવાર્ટરનો નફો ગ્રીન ભારતના નિર્માણમાં વાપરવા પાછળની કંપનીની નીતિ , ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ કંપનીની નફાકારકતા ના સમપ્રમાણમાં પૃથીને થતું નુકસાન ઘટાડવા માટેની અગ્રતાને સાર્થક કરે છે.
બ)  GNFC ગુજરાત સરકાર અને  GSFC નું સંયુક્ત સાહસ ( ઈ.સ.1976, ભરૂચ ) છે. GNFC ના મેનેજીંગ ડિરેક્ટર રાજીવ કુમાર ગુપ્તા છે.
ક)  GNFC  ટાઉનશીપ( નર્મદાનગર ), ગુજરાતની સૌપ્રથમ સંપૂર્ણ કેશલેસ ટાઉનશીપ છે.
ડ) જમીન, પાણી, ખાતરના મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન માટેની ટ્રેનિંગ , સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી, ઓડિયો અને વિડિઓ યુનિટ દ્વારા ખેડૂતોને જ્ઞાન આપવાની શરૂઆત કરનાર કંપની.
90) નીચે દર્શાવેલ બાબતો પૈકીની  કઈ બાબતનો સમાવેશ મિનિમમ સપોર્ટ પ્રાઈસના  મૂલ્યાંકનમાં  કરવામાં આવતી નથી?
અ) શ્રમિક, ખેડૂત, પશુ ના પરિશ્રમનું મૂલ્ય
બ) બીજ , રાસાયણિક ખાતર, જૈવ ખાતરનું મૂલ્ય
ક) સિંચાઈ માટે લગાવેલા સોલાર પંપ, અનાજ સંગ્રહણના કોઠારનું મુલ્ય, જમીન મહેસુલનું મૂલ્ય
 ડ) ખેડૂત જીવન પદ્ધતિના બદલાવ માટેના ડીજીટલ ( ઇલેકટ્રોનિક્સ) સાધનો, ઇલેક્ટ્રિક સાધનો, ટ્રાંસ્પોર્ટેશનના સાધનો અને ટૅક્સ વિગેરે
91) GRAM ( ગ્રામીણ રીટેલ એગ્રિકલચર માર્કેટ) નો હેતુ સ્પષ્ટ કરો.
અ) ગ્રામ્ય મંડી દ્વારા ગ્રામીણ જરૂરિયાતોની પૂરતી કરવી
બ) ગ્રામ્ય મંડી દ્વારા સામુહિક ધોરણે કૃષિપેદાશોને ઈ-નામ પર વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવું
ક) ગ્રામ્યનિર્માણ દ્વારા શહેરો પરના ભારણને ઘટાડવું
ડ) અ , બ અને ક ત્રણેય વિકલ્પો સાચા છે
92) રાષ્ટ્રીય બામ્બુ મિશન ( RBM ) ના હેતુ જણાવો
અ) હેન્ડીક્રાફ્ટ માર્કેટિંગ અને વિકાસ
બ) બામ્બુની વિવિધ પ્રજાતિઓ દ્વારા ખેતરના શેઢાને ઉપજાઉ કરી ખેડૂતની આવકમાં વધારો.
ક) પૌરાણિક કુશળતા અને અદ્યતન ટકનોલોજી દ્વારા બામ્બુમાંથી ઉત્પાદિત વસ્તુઓને ભારતની વિવિધ દિશામાં પહોંચાડવી
ડ) ઉપરોક્ત ત્રણેય અ ,બ અને ક
93) અશોકના શિલાલેખમાં કઈ પ્રજાતિનો સાંઢ જોવા મળે છે?
અ) મુર્રા  સાંઢ                બ) ઝેબુ સાંઢ
ક) લાલ સિંધી   સાંઢ       ડ)  સાહીવાલ સાંઢ
94) પશુઓની વિવિધ જાતોને તેના પ્રદેશ સાથે જોડો.
અ)  દેઓની                   1) કર્ણાટક
બ)  માલવી                    2) રાજસ્થાન
ક)  નાગૌરી                    3) મધ્ય પ્રદેશ
ડ) હલ્લીકર                    4) આંધ્ર પ્રદેશ
ણ) સીરી                        5) પશ્ચિમ બંગાળ
મ) અ- 4, બ- 3, ક-2, ડ – 1, ણ – 5   ભ)   અ- 1, બ- 5, ક-2, ડ – 3, ણ – 4
ય) અ- 3, બ- 4, ક-5, ડ – 2, ણ – 1
95) લીંબોળીના તેલમાંથી  કયું તત્વ મળે છે જે કુદરતી કીટનાશક તરીકે વપરાય છે?
અ) એઝડરેકટીન     બ) અફલોટોક્સિન
ક) કેપ્સેસિન            ડ) બિફેનથ્રિન
96) જમીન, મનુષ્ય અને પક્ષીઓ માટે  ઝેરી હોય તેવું કીટનાશક બતાવો.
અ) યુનિયન કાર્બાઈડ                                               બ) મોનોક્રોટોફોસ
ક) ડાઈ-કલરો ડાઈ – ફિનાઈલ ટ્રાઈ-ક્લોરો ઈથેન           ડ) ઉપરોક્ત ત્રણેય
97) AGMARK સાથે સંલગ્ન ન હોય તેવા તથ્યને શોધો.
અ)  AGMARK દ્વારા ; ગ્રામીણ ભંડારણ યોજના તેમજ એગ્રિકલચર માર્કેટિંગ સ્કીમ માં ગ્રેડિંગ અને સ્ટાન્ડર્ડ નું કાર્ય રાજ્યસરકારોના આદેશ મુજબ ‘ફૂડ ફોર હેલ્થ યોજના’ અંતર્ગત થાય છે.
બ) central agmark laboratory (CAL) નાગપુર ખાતે આવેલી છે. ટેસ્ટિંગ અને સર્ટિફિકેટ માટેનું રિજિયોનલ સેન્ટર રાજકોટ ખાતે આવેલું છે.
ક) વર્મીસેલી,દાળ,ધાન્ય, ખાવાના તેલ,મધ  જેવી કુલ 222 જેટલી કોમોડિટીની વિવિધ વસ્તુઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશનનું કામ AGMARK દ્વારા થાય છે જેથી ખેડૂતની આવકમાં વધારો અને વસ્તુની ગુણવત્તામાં સુધારો કરી શકાય.
ડ)  AGMARK ની મુખ્ય ઓફિસ ફરીદાબાદ ( હરિયાણા) ખાતે આવેલી છે. અમદાવાદ અને સુરતમાં AGMARK ની પેટા કચેરી આવેલી છે.
98) પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા સબસીડી સાથે વેચાણ કરવામાં આવતા વસ્તુ અને ભાવ અંગેનું ખોટું જોડકું ઓળખી બતાવો.
અ) ચોખા   :  3 રૂપિયા કીલો
બ) ઘઉં      :  2 રૂપિયા કિલો
ક) ખાંડ      :  4 રૂપિયા કિલો
ડ)  બાજરી  : 1 રૂપિયા કિલો
99) ફૂડ સિક્યોરિટી સામેની  મુખ્ય અડચણ જણાવો.
અ) પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની પરંપરાગત ખામીઓ, વ્યાપક ભ્રષ્ટાચાર, બી.પી.એલ. કાર્ડના ગોટાળા,
બ) ફૂડ કોર્પોરેશનની ભંડારણ ક્ષમતાનો અભાવ, ખાદ્યાન્ન વહન માટેની અનિયમિતતા, અભણ અને ગરીબ વચ્ચેના વ્યાખ્યા ભેદ  અંગેની નીતિ વિષયક અવગણના
ક) ઉપરના બંને વિકલ્પો સાચા
ડ) ઉપરના બંને વિકલ્પો ખોટા
ઈ) ‘અ’ સંપૂર્ણ સાચો જયારે ‘બ’ અંશતઃ સાચો વિકલ્પ
100)   ચકાસો
1) ફૂડ સિક્યોરિટી બીલ  ખેડૂતોની આવક બેગણી કરવામાં અગત્યનો ભાગ ભજવશે.
2) ફૂડ સિક્યુરિટી અંતર્ગત આપવામાં આવતા ખાદ્યાનોની ખરીદીને કારણે ખેડૂતની આવકમાં વધારો
3) ફૂડ સિક્યુરિટી અંતર્ગત ખાદ્યાનોનું સબસિડાઈઝડ વેચાણ બજારના માંગ અને પુરવઠાની સમતુલાને અસર કરશે
અ) વિધાન 1 ની પૂર્તિ વિધાન 2 વડે થાય છે
બ) વિધાન 1 ની  પૂર્તિ વિધાન 3 વડે થાય છે
ક) વિધાન 1 ની પૂર્તિ અંશતઃ વિધાન 2 અને અંશતઃ વિધાન 3 વડે થાય છે
ડ) વિધાન 1 ની પૂર્તિ માટે ન તો વિધાન 1 પર્યાપ્ત છે ન તો વિધાન 3 પર્યાપ્ત છે
શક્યતઃ જવાબ માટેની ચાવીઓ
1)   ડ) વેબ-પોર્ટલ ” i khedut ” પરથી ; ‘રાષ્ટ્રીય કૃષિ બજાર’ યોજના અંતર્ગત , ખેડૂતો  ભારતની કોઈપણ કૃષિમંડીમાં પોતાના ઉત્પાદનને વેચાણ માટે રજીસ્ટર કરી શકે છે.
2) ક)  1800 180 1551
3)  ઘ) અ – 4, બ – 1, ક – 2 , ડ – 3
4) ઈ)માર્કેટ યાર્ડ સમિતિ; પ્રદેશ અનુસાર ઉત્પાદિત, વિશિષ્ઠ કૃષિ પેદાશોનું અન્ય જિલ્લાઓમાં પ્રદર્શન દ્વારા વેચાણ, ઈ- કોમર્સ દ્વારા નિદર્શન અને વેચાણ, ખેતપેદાશના વેચાણ માટેની વિવિધ કંપનીઓ સાથે ખેડૂતોનું સીધું જોડાણ, સુપરમોલ સાથેના કરાર જેવા કાર્યો દ્વારા ખેડૂત સમૃદ્ધિ માટેનું પવિત્ર કાર્ય કરે છે.
5) ક) રાજ્ય યાદી
6) જ) સોઈલ હેલ્થ કાર્ડ, કૃષિ પાક વીમો, કૃષિ ધિરાણ, પશુપાલન માટેની સહાય, ટપક સિંચાઈ માટેની સહાય, સોલાર પેનલ દ્વારા વીજળી માટેની સહાયનો સમાવેશ E – NAM યોજના અંતર્ગત થાય છે.
7) ચ) ‘અ’ , ‘બ’, ‘ડ’ યથાર્થ વિકલ્પો છે
8) બ) a – 1 , b – 2 , c – 3 , d – 4
9) ડ) અમેરિકા
10) બ) ક – 1, ખ – 5, ગ – 2, ઘ – 4, ચ – 3
11) ડ) કાપડ મંત્રાલય
12)  ધ) અહમદાબાદ, રાજકોટ
13) ફ) ગુજરાત
14) ક)  બેસીલસ થુરીનજીનસીસ કોટન
15) ક) જીનેટિક એન્જીનીયરીંગ એપ્રુવલ કમિટી ( GEAC)
16) છ) ગાંધીનગર
17) ક) હાથ રૂમાલ
18) છ) પર્યાવરણ અને જંગલ વિભાગ
19) બ) 1998
20) ક) બંન્ને વિકલ્પો સાચા છે
21) બ) કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ
22) ખ)  MSP ( મીનીમમ સપોર્ટ પ્રાઈસ )  અંતર્ગત ફળફળાદી, મધ, ઘી અને તેની બનાવટો, તેલેબીયાં, શેરડી, શણ, વિવિધ પ્રકારની દાળ, કઠોળ , કપાસ, ધાન્ય ની કુલ 23 કૃષિ પેદાશોનો સમાવેશ થાય છે.
23) અ) કપાસના વેચાણ માટે આંતરાષ્ટ્રીય બજારમાં કપાસને  મોટેપાયે ડમ્પ  કરી મોનોપોલી ઉભી કરવી
24) આ) 101
25) ક) 5
26) ગ) વોશિંગટન
27) ઉ)  RRB ( Regional Rural Bank ) ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વામીનાથન જોડાયેલ છે
28) ગ) 1982
29) અ) ક – 3 , ખ – 2 , ગ – 1
30) બ)  ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરો કાર્બન
31) અ) ATMA ( એગ્રિકલચરલ ટેક્નોલોજી મૅનેજમૅન્ટ એજન્સી ) ; કૃષિ લોન અને સબસીડી આપતી સહકારી સંસ્થા છે.
32) ડ) ચણા
33) બ) જૂનાગઢ
34) ઘ) ભાલ
35) ક) રાઈઝોબિયમ
36) અ) હેલિકોનીઆ
37) ક) ગુલાબ
38)  ડ)  ગામ્બોરો
39) ગ) ગાંધીનગર
40) ઝ) નાગપુર
41) અ) ATMA ( એગ્રિકલચરલ ટેક્નોલોજી મૅનેજમૅન્ટ એજન્સી )
42) અ) આકોદરા
43)   ખ) ઉત્તર પ્રદેશ
44) ગ) વિદેશી પશુ ઓલાદ સંવર્ધન
45) અ) ક – 2, ખ – 1 , ગ – 4 , ઘ – 3 , ચ – 5
46) ડ) તૃણાહારી
47) ખ) સિક્કિમ
48) ખ) પુડ્ડુચેરી
49) ક) લેબ ટુ લેન્ડ
50) ખ) મેરા ગાઁવ, મેરા ગૌરવ
51) ક)  કિસાન સુવિધા
52) ડ) જિનેટિકલી મોડીફાઈડ ક્રોપ એન્હાન્સમેન્ટ
53) બ) ફાર્મર ફિલ્ડ સ્કુલ
54) ક) ઈમિગ્રેશન
55) ડ)  એમ- કિસાન
56) અ) ગોકુલ મિશન
57) બ) હરસિમરત કૌર
58) ડ)  સ્વાસ્થ્ય મંત્રાલય
59) અ) લીમખેડા , વેજલપુર
60) ક)  અલિયાબાડા
61) આ) મહારાષ્ટ્ર
62) આ) આણંદ કૃષિ યુનીવર્સિટી
63) ત) એકવીસમી
64) ક) ગ્રાન્ડ નૈન
65) ડ)  આમ્રફળ
66) જ) પપૈયું
67) દ) કાંકરેજી
68) પ) ચોમાસુ અને શિયાળો
69) મ) રાજકોટ
70) શ) સામૂહિક પશુ સંવર્ધન, સામુહિક જળ સંવર્ધન અને સામુહિક કૃષિ દ્વારા વિકાસ
71)  ક) એન.ડી ડી.બી.
72) ……….
73)  ડ) કૃત્રિમ બીજદાણ દ્વારા પશુવિકાસ
74)  છ) 32 કરોડ
75)  ત) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
76)  ઘ) હમ્પ બુલ
77)  ધ) જમીન – રાજ્ય યાદી     ; જમીનનું અધિગ્રહણ – સંયુક્ત યાદી
78)  ગે) સમષ્ટિના વિકાસ માટે વળતર દ્વારા જમીન અધિગ્રહણ
79)  જ્ઞ) ઉપરોક્ત બધીજ બાબતો
80)  ડ) અ, બ અને ક  ત્રણેય વિકલ્પ
81)  ખ) ઉપરોક્ત અ, બ ,ક અને ડ ચારેય વિકલ્પ સાચા છે.
82)  ડ) ઉપરોક્ત ત્રણેય અ, બ , ક
83)  બ) શ્રીમાન પુરુષોત્તમભાઈ રૂપાલા
84)  અ) રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના
85)  અ) યુરિયા
86)  ખ)  IFFCO દ્વારા માઈક્રોન્યુટ્રીઅન્ટ ખાતરો કે જે ઝીંક, બોરોન, સલ્ફર, સોડિયમ , મેગ્નેશિયમ જેવા તત્ત્વો આધારિત છે જેની ખરીદી માટે  સોઈલ  હેલ્થ કાર્ડ જરૂરી છે.
87)  બ)  ત્રાવણકોર ( કેરળ)
88)  ડ)કાર્ય: ક્લાઈમેટ સ્માર્ટ એગ્રિકલચર માટેની પ્રાથમિકતા, પાકવિકાસના સોલ્યૂશન દવારા  ખેતીનો ઠોસ વિકાસ   –  કારણ: ભારતમાં ફૂડ સિક્યુરિટી પ્રત્યે પોતાનું યોગદાન
89)  અ)  GNFC ના  અંતિમ કવાર્ટરનો નફો ગ્રીન ભારતના નિર્માણમાં વાપરવા પાછળની કંપનીની નીતિ , ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ કંપનીની નફાકારકતા ના સમપ્રમાણમાં પૃથીને થતું નુકસાન ઘટાડવા માટેની અગ્રતાને સાર્થક કરે છે.
90)  ડ) ખેડૂત જીવન પદ્ધતિના બદલાવ માટેના ડીજીટલ ( ઇલેકટ્રોનિક્સ) સાધનો, ઇલેક્ટ્રિક સાધનો, ટ્રાંસ્પોર્ટેશનના સાધનો અને ટૅક્સ વિગેરે
91)  ડ) અ , બ અને ક ત્રણેય વિકલ્પો સાચા છે
92)  ડ) ઉપરોક્ત ત્રણેય અ ,બ અને ક
93)  બ) ઝેબુ સાંઢ
94)  મ) અ- 4, બ- 3, ક-2, ડ – 1, ણ – 5
95)  અ) એઝડરેકટીન
96)  ડ) ઉપરોક્ત ત્રણેય
97)  અ)  AGMARK દ્વારા ; ગ્રામીણ ભંડારણ યોજના તેમજ એગ્રિકલચર માર્કેટિંગ સ્કીમ માં ગ્રેડિંગ અને સ્ટાન્ડર્ડ નું કાર્ય રાજ્યસરકારોના આદેશ મુજબ ‘ફૂડ ફોર હેલ્થ યોજના’ અંતર્ગત થાય છે.
98)  ક) ખાંડ      :  4 રૂપિયા કિલો
99) ઈ) ‘અ’ સંપૂર્ણ સાચો જયારે ‘બ’ અંશતઃ સાચો વિકલ્પ
100)  ડ) વિધાન 1 ની પૂર્તિ માટે ન તો વિધાન 1 પર્યાપ્ત છે ન તો વિધાન 3 પર્યાપ્ત છે