ભારતની આઝાદી સમયે લગભગ 90 ટકા લોકો ગામડામાં રહેતા હતા અને 70 થી 80 ટકા લોકો નીરક્ષર હતા. મુખ્ય વ્યવસાય અને અર્થતંત્ર ખેતી આધારિત હતું. ભારતના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આયોજન પંચની આવશ્યકતા હતી અને 1950 માં આયોજન પંચની રચના કરવામાં આવી.મિત્રો આપણે આગળ જોયું તે પ્રમાણે ગામડું એ એના અસ્તિત્વની ક્ષણથી માંડી ભારતની આઝાદીના સમય સુધી પોતાની જરૂરિયાતો માટે સ્વનિર્ભર હતું. ભારતમાં ગ્રામીણ અને શહેરી એવી બે પ્રકારની ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ પનપતી હતી. શહેરોનું ગ્રામીણ સંસ્કૃતિ પરનું અવલંબન વધારે હતું કારણકે મૂળભૂત જરૂરિયાત જેવીકે અન્ન, શકભાજી,ફાળો, દૂધ જેવી જીવનજરૂરિયાત બધીજ ચીજો માટેનો આધાર ગામડું હતું જયારે સામે પક્ષે શહેરો પાસે એવું મૂળભૂત કશું હતું જ નહિ જે તે ગ્રામ્યજનોની જરૂરિયાત હોય. આમ ગામડું એ એક પ્રકારે સ્વાયત્ત એકમ હતું.
ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ની શરૂઆત ઈ.સ. 1951 માં થઇ જેમાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું જે ભારતીય અર્થવ્યવસ્થા ખેતી આધારિત અને ગ્રામીણ હોવાનો નિર્દેશ કરે છે. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાને મહાલનોબીસ યોજના તરીકે ઓળખવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ 1956 અને તેમાં પ્રાધાન્ય ભારે ઉદ્યોગો ને આપવામાં આવેલ હતું. 1956- 57 ના બજેટની ચર્ચા દરમિયાન મુલ્કી અને મહેસુલી ખર્ચની જોગવાઈ માટે ગૃહમંત્રી ગોવિંદવલ્લભ પંત ની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
ગોવિંદવલ્લભ પંત સમિતિ દ્વારા યોજનાના જુદા જુદા પાસાના અભ્યાસ માટે જુદી જુદી સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું જેમાંની એક સમિતિ હતી ” સામુદાયિક વિકાસ અને રાષ્ટ્રીય વિસ્તરણ દ્વારા ગ્રામવિકાસ” જેના અધ્યક્ષ હતા શ્રી બળવંતરાય મેહતા. મેહતા સમિતિએ પોતાનો એહવાલ 1957 માં રજુ કરી કેટલીક ભલામણો કરી જે પૈકીની સૌથી અગત્યની ભલામણ હતી “ત્રિસ્તરીય પંચાયતોનું ગઠન” આથી આ સમિતિને પંચાયતી રાજ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં પંચાયતીરાજ માટેની વિભિન્ન સમિતિઓ અને તેઓની ખુબજ અગત્યની ભલામણો અને વર્ષ નીચે મુજબ છે.
બળવંતરાય મેહતા સમિતિ (રાષ્ટ્રીય સમિતિ ,ગઠન વર્ષ – 1956, એહવાલ વર્ષ-1957)
(1) ત્રિસ્તરીય પંચાયતોનું ગઠન
(2) ગ્રામવિકાસની યોજનાઓ પંચાયતના હસ્તક અને 100 ટકા ખર્ચની જોગવાઈ
(3) પંચાયતોને કરવેરા ઉઘરાવવાની સત્તા
– બળવંતરાય મેહતા સમિતિની ભલામણોને અંતર્ગત શ્રી જવાહરલાલ નેહરુના હસ્તે રાજસ્થાનના નાગોર જીલ્લામાં 2-10-1959 પંચાયતીરાજ નો પ્રારંભ કરવામાં આવ્યો.
– 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતીરાજ માટે “રસિકલાલ પરીખ” ની અધ્યક્ષતામાં 15 સભ્યોની એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું
– રસિકલાલ પરીખ સમિતિની ભલામણોના અંતર્ગત ગુજરાત પંચાયત અધિનિયમ -1961 ઘડવામાં આવ્યો.
-1962 માં ભારત-ચીન યુદ્ધ ને કારણે ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ 1963 થી કરવામાં આવ્યો.
જાદવજી મોદી સમિતિ – 1964
ડાહ્યાભાઈ નાયક સમિતિ- 1968
ઝીણાભાઈ દરજી સમિતિ -1972
(1) મહિલા , અનુસુચિત જાતી , અનુસુચિત જનજાતિ માટે અનામત
(2) ત્રણેય સ્તર પર “સામાજિક ન્યાય” સમિતિની રચના
(3) ત્રણેય સ્તર પર સીધી ચુંટણી
(4) સરપંચને મતદાતા સીધા ચૂંટે
(5) ગ્રામપંચાયત સિવાય, તાલુકા અને જીલ્લા પંચાયત ની ચુટણી પક્ષીય ધોરણે
રીખવદાસ શાહ સમિતિ – 1977
(1) રીખવદાસ સમિતિ દ્વારા પંચાયતીરાજ ને બંધારણીય સ્થાન આપવાની ભલામણ કરવામાં આવી હતી
(2) બિનહરીફ થતી પંચાયતને પ્રોત્સાહન આપવું ( સમરસ પંચાયતો )
રાષ્ટ્રીય સ્તરે એલ.એમ. સિંઘવી સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ 1986 માં કરવામાં આવી, જે અંતર્ગત 1992માં સંસદમાં પંચાયતીરાજ માટેનો 73મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો. સુધારા અંતર્ગત અનુચ્છેદ 243 અને 11 અનુસૂચી ઉમેરવામાં આવી. પંચાયતી રાજની પ્રથમ કલમ 1993 થી અમલમાં આવી જયારે અન્ય કલમો 1994 થી અમલમાં આવી.
પંચાયતરાજનો 73મો બંધારણીય સુધારા ની કેટલીક અગત્યની બાબતો નીચે પ્રમાણે છે.
(1) 15,000 સુધીની વસ્તી માટે ગ્રામ પંચાયત એથી ઉપર નગરપાલીકા
(2) મતાધિકાર 18 વર્ષ , સભ્યપદ માટે 21 વર્ષ
(3) વીસ લાખથી ઉપરની વસ્તીવાળા રાજ્યમાં ત્રિસ્તરીય, 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ
(4) મહિલાઓ માટે 1/3 બેઠકો અમલમાં
(5) અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે વસ્તીના ધોરણે અનામત
(6) સામાજિક અને શૈક્ષણીક પછાત વર્ગ માટે 10 ટકા અનામત
(7) મુદત 5 વર્ષ, રાજ્ય ચુંટણી પંચ દ્વારા ચુંટણી
(8) અનુસુચિત વિસ્તારો માટે અલગ પ્રબંધ
પંચાયતીરાજ-1
પંચાયતીરાજ-2
પંચાયતી રાજ-4