ગુજરાતી સાહિત્યમાં ઉભરતા સાહિત્યકારોને આજની પેઢી વાંચે છે. યુવાનો પોતાના વ્યક્તિત્વ ઘડતરમાં સાહિત્યકારોને આદર્શ માને છે અને પોતાના વિકાસ માટે આવા સાહિત્યકારોના મનોમંથનમાંથી નીકળેલા નીચોડને આસ્વાદે છે. ગુજરાતની ઉભરતી પેઢી અખાના અભેદમાર્ગને સમજી શકે છે અને કલાપીના રોહાના કિલ્લામાંથી થાતા કેકારવને …..
અમારો પ્રયાસ; યુવા ગુજરાતી પેઢીની વાચક તરીકેની વાતો અને સાહિત્યકાર તરીકેના પગરવ બન્નેને અહીં સામેલ કરવા, તો મિત્રો ગુજરાતી સાહિત્યને માણવા માટે આ એક જુદાજ પ્રકારનો પ્રયાસ હશે જે સાહિત્યના સર્જક અને વાચક વચ્ચેનો ભેદ કર્યા વિના તમને સંપૂર્ણ ગુજરાતી હોવાનું ગૌરવ કરાવશે.