નામ : ચંદા બહેન કાંતિસેન શ્રોફ
પિતા : સાકરચંદ
માતા:સકરીબેન
પતિ: કાંતિસેન શ્રોફ
જન્મ : માંડલ ( સુરેન્દ્રનગર જીલ્લો)
અભ્યાસ : રાજકોટ , ભાવનગર, મુંબઈ ( એમ્બ્રોઈડરી ડીપ્લોમા , ઇન્ટરમિડીએટ ડ્રોઈંગ , ઓલ્ફીસ્ટન ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાંથી ક્રાફ્ટ)
કર્મભૂમી: કચ્છ
સંસ્થા : શ્રુજન ફાઉન્ડેશન ( પુત્રવધુ શ્રુતિ અને રંજન ના નામ પરથી.
એવાર્ડ : એમિટી ઇન્ટરનેશનલ દ્વારા સામુદાયિક વિકાસ માટે ‘ ઉત્તમ મહિલા ઉધોગ સાહસિક એવાર્ડ — 2007’
ચંદાબહેન એ કચ્છની બહેનોમાં જાણીતું નામ બન્યા તેમની કચ્છી ભરતગુંથણની 16 શૈલીઓ ને જીવંત રાખવાના પ્રયત્નો ને પરિણામે.
ચંદાબહેન દ્વારા કચ્છ માં 1969 માં દુષ્કાળ પડતા, સ્ત્રીઓ માં રહેલી પરંપરાગત ભરતગુંથણ ની શૈલી દ્વારા સ્વનિર્ભરતા કેળવાય તે માટેના પ્રયત્નોના ભાગરૂપે “શ્રુજન ” સંસ્થાની શરૂઆત કરવામાં આવી. શ્રુજન સંસ્થા ના માધ્યમથી કચ્છ અને બનાસકાંઠા ના થરાદ વિસ્તારની બહેનો ને સ્વનિર્ભર બનાવવાના પ્રયત્નો થયા જેના ભાગરૂપે કચ્છ ભરતશૈલીનું સંગ્રહાલય , સંશોધન અને સંવર્ધન માટે નું રિસોર્સ સેન્ટર બનાવાયું.
કચ્છની બહેનોને સર્જનાત્મકતા અને પરંપરાગત કળા તરફ વાળવા અને તે દ્વારા આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો ના અંતે “ડીઝાઇન સેન્ટર ઓન વ્હીલ્સ” પ્રોજેક્ટ અંતર્ગત ભરતગુથણ ની કચ્છી શૈલી પુનર્જીવિત બની. ચંદાબહેન દ્વારા “લીવીંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર” અને મ્યુઝીયમ દ્વારા કચ્છ ની આ ભાતીગળ પરંપરાને જીવંત રાખવાનો અને તેને દુનિયાના બજારો સમક્ષ મૂકી સ્ત્રીઓ ના ઉત્થાન માટેનો ભગીરથ પ્રયત્ન કરવામાં આવેલ છે.